અમદાવાદના રસ્તા – શ્યામલ મુન્શી

આજે સૌમિલભાઇનો જન્મદિવસ… એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે માણીએ આ એકદમ મઝાનું ગીત..!!

તમે અમદાવાદી હો, કે અમદાવાદની ઉડતી મુલાકાતો લેતા હો, આ ગીત સાથે એક અજબનો નાતો જરૂર અનુભવશો..!! શ્યામલભાઇની મોજીલી કલમ, અને શ્યામલ-સૌમિલનું એવું જ મસ્તીભર્યું સ્વરાંકન અને અવાજ… અને હા, આમ તો વાપીમાં પણ આવા અનુભવો થયા છે.. અને આ છકડો ને છકડો શું કરવા કહે છે એ તો મને આજ સુધી સમજાયું નથી.

વારંવાર સાંભળવાનું મન ન થાય તો કહેજો…!

અને હા, આ મઝ્ઝાનું ગીત જે મઝ્ઝાના આલ્બમમાંથી લેવાયું છે – આપણું અમદાવાદ – સુરીલું અમદાવાદ – એ તમારે હાથ લાગે તો પોતાની એક કોપી લઇ જ લેજો..! એમાં અમદાવાદી અસર – એટલે કે કરકસરની વાત વચ્ચે ના લાવશો 🙂

અમદાવાદના રસ્તા પર..., ગમ્મે ત્યારે ગમ્મે ત્યાંથી આવે ગાય

સ્વરરચના : શ્યામલ-સૌમિલ મુન્શી
શબ્દરચના : શ્યામલ મુન્શી
આલબ્મ : આપણું અમદાવાદ સુરીલું અમદાવાદ

અમદાવાદના રસ્તા પર એવું થાય,
ગમ્મે ત્યારે ગમ્મે ત્યાંથી આવે ગાય,
સ્કૂટર પાછળ જ્યારે શ્વાન પડી જાય,
છેક ઘરના ઝાંપા સુધી છોડી જાય….

ગમ્મે ત્યારે ઓટારિક્ષા કરે જમ્પ,
પછી ખ્યાલ આવે એ તો હતો બમ્પ,
રિક્ષા ઊછળે ને ટાલકું ટિચાય,
પછી બીજો બમ્પ માથા પર દેખાય….

પોલીસ જ્યારે એમ વિચારે કોઈને પકડો,
તમે ઝડપાઓ ને ભાગી જાય છકડો,
સ્કૂટર ઉપર બેથી વધુ ન બેસાય,
અને છકડામાં ઢગલો સમાય….

મર્સિડિસવાળો ટ્રાફિકમાં ફસાતો,
ત્યારે સાઇકલવાળો આગળ નીકળી જાતો,
ફાટક બંધ થાય કાર અટકી જાય,
પેલો સાઇકલ સાથે ફાટક કૂદી જાય….

વરઘોડામાં લોકો નાચે વાજાં વાગે,
આખો રસ્તો વરના બાપુજીનો લાગે,
ત્યારે પરોપકારી જીવો પેદા થાય,
વરના સંબંધીઓ પોલીસ બની જાય….

– શ્યામલ મુન્શી

20 replies on “અમદાવાદના રસ્તા – શ્યામલ મુન્શી”

 1. Fulvati Shah says:

  ખુબ મજાનુ ગીત છે.સાભળિને આનન્દ આવી ગયો.
  ફુલવતી શાહ.

 2. kalpana says:

  મસ્તેીભર્યુ ગેીત્. હવે મારાથેી કમ્પ્લૈન્ટ ના કરાય કે મારા માઈલસ્ટોન્સ ખોવાઈ ગયા છે.

  And a very Happy Birth Day…
  The new year may bring out more bright,cheerful masti!

 3. nayana says:

  સારિ કવિતા મજા આવિ

 4. upendraroy nanavati says:

  Shyamalbhai Tamari AArati Utaravanu Man

  Thai Jai Avu Sojju Geet Gayoo chhe !!!

  Dhanyavad !!!

  Tamaru Swar-Setu Magezine Trana issue joya Vanchya.Gamya !!!Haju Prakasit Thaya Chhe??

  Milpitas Ma Tamara Programme Mate Shubhechhao.

  Jyan Sudhi Sur,Taal Ane Laya Rahe Aa Dhara Par,Tame Jivo…Jivo…Jivo !!!

  Upendraroy Nanavati…98257405740

 5. Ramesh Shah says:

  સરસ મજાનુ રમુજિ ગીત . ભારત ના લગભગ બધાજ સહેર મા આ દ્રશ્ય સામાન્ય છે.

 6. AJAY OZA says:

  મજા પડી..

 7. Ravindra Sankalia. says:

  ખરેખર વારન્વાર સામ્ભળ્વાનુ મન થાય એવુ ગીત છે.શબ્દો અને સન્ગીત ઉત્તમ.

 8. manubhai1981 says:

  વાહ શ્યામલભાઇ ! કમાલ કરી દીધી.
  માત્ર છ માણસો બેસી શકે તેને છકડો કહેવાતો
  હશે ,એમ માનુઁ છુઁ.આભાર સૌનો !મુબારક !

 9. Ullas Oza says:

  શ્યામલભાઈની મઝાની રચના અને શ્યામલ-સૌમિલની જોડીનુ ઍટલુંજ મધુર સ્વરાંક્ન.
  સૌમિલભાઈને જન્મદિન મુબારક.
  યોગિની અને ઉલ્લાસ ઓઝા

 10. MAYUR B SHUKLA says:

  wonderful… Wah Shayamalbhai wah..

 11. સુંદર શબ્દચીત્ર રજુ કરતુ કાવ્ય !!
  હજી આજે પણ હિન્દુસ્તાનના ઘણા શહેરો આવા જ કે?????

 12. Nayan Shah says:

  અમદાવાદ યાદ ક્રરાવિ દિધુ.

  • avani ravindra nanavaty says:

   beautiful song which brings the amdavd in front of our eyes,,,i loved your cd–aapnu amdavad,,, u have taken each and every facet of amdavad,,, when heard by a person staying out of india,,,it brings tears roll down by the amdavadni yaad,,,

 13. અતુલ શુક્લ says:

  બહુજ સરસ મજાનું ગીત, મજા આવી ગઈ.

 14. Hirabhai says:

  હા..આખુ વીડીયો આલ્બમ માણ્યા પછી કરકસર નથી કરી તેનો ખુબ આન્ંદ છે.

 15. rajnikant shah says:

  Dhanyavad !!!

 16. kandarp says:

  Really nice…

  A’bad jewu koi City nai bhai…

  Apdu a’bad…..

 17. JOSHI VIRAL says:

  સાચુ કિધુ અમદાવાદ ના રસ્તાઓ વિશે…………….
  મઝા આવેી ગઇ.. 😉 😉 😉

 18. shivani says:

  બવ જ મસ્ત ગાયન ……………….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *