કાન ઓળખાતા નથી – હરીન્દ્ર દવે

સ્વર: હેમા દેસાઈ
સ્વરાંકન – આશિત દેસાઇ

.

અમે સાંભળ્યું એ વાંસળીને વાતા નથી
કે આજ કેમે કર્યા કાન ઓળખાતા નથી.

હવે મધુવન તો જાણે કોઈ શમણાની વાત,
હવે યમુનાને તીર ઝૂરે એકલી ન જાત,
વહે વાસંતી વાયરો ને શાતા નથી,
આજ કેમે કર્યા કાન ઓળખાતા નથી.

ક્યાંક આછો મલકાટ જાણે ખખડે છે પાન,
હોઠ ફફડે ને તોય નથી સંભળાતું ગાન,
ફૂલ ઉપવનની ભીડમાં સમાતાં નથી,
આજ કેમે કર્યા કાન ઓળખાતા નથી.

– હરીન્દ્ર દવે

6 replies on “કાન ઓળખાતા નથી – હરીન્દ્ર દવે”

  1. સરસ રચના, શ્રી સુરેશભાઈના મિત્ર શ્રી હરીન્દ્ર દવેને સ્મરાણ્ંજલિ…………..

  2. ક્યાંક આછો મલકાટ જાણે ખખડે છે પાન,
    હોઠ ફફડે ને તોય નથી સંભળાતું ગાન,

    one of the best lines written! simply nice.

  3. અતિ સુંદર.શ્રી હરિન્દ્ર્ર દવે તો શબ્દો ના જદુગર છે.

Leave a Reply to mahesh rana vadodara Cancel reply

Your email address will not be published. Required fields are marked *