કોરી-કોરી પાટી જેવો ભીનો ભીનો એક છોકરો – વંચિત કુકમાવાલા

એકદમ મઝાનું ગીત…  બસ વારંવાર સાંભળ્યા જ કરીએ..!! અને આ ગીત સાંભળીને કશુંક યાદ આવતું હોય એવું લાગ્યું. શું યાદ આવે છે એ તો નથી ખબર? શબ્દો તો પહેલા સાંભળ્યા હોય એવું લાગતું નથી, પણ છતાંય જાણે જાણીતા લાગે છે? અને આ સ્વર… આ સ્વરાંકન.. બધું જ જાણે અજાણ્યું નથી લાગતું..! પેલો હિન્દી ફિલ્મોનું જાણીતું વાક્ય આ ગીત માટે વાપરવાની ઇચ્છા થઇ જાય – મૈંને શાયદ આપકો પહેલે ભી કહીં દેખા હૈ..!!

સ્વરકાર – સ્વર નિયોજન : સુગમ વોરા
ગાયક : પ્રગતિ મહેતા

કોરી-કોરી પાટી જેવો..... Grand Canyon 2011

કોરી-કોરી પાટી જેવો ભીનો ભીનો એક છોકરો,
મારી સાથે રોજ ફરે છે.
સાચું કહું તો હજુ ઘણોય અણસમજુ છે.
વાત-વાતમાં ચોમાસાની વાત કરે છે.

અમે એકલા રમીએ એમાં
રમત-રમતમાં એ સાવ અચાનક થઇ જાતો ગુમ!
થઇ જાતો સન્નાટો ત્યારે છાતી ધબકે
છાતી ધબકે એમ પાડતાં બૂમ!
બૂમ સાંભળી ઝાંખો ઝાંખો સામે આવે,
ત્યારે એની ભોળી ભોળી આંખ ડરે છે.

દૂર આવતી જોઇ શ્વાસમાં સ્થિર થઇને
સાંભળતા એ પગરવનો ધબકાર
અંદર જાણે એક પછી આ, એક પછી આ,
એક પછી આ ખૂલતાં સઘળાં દ્વાર!
સાવ સમીપે જઇને એને સ્પર્શ કરું તો મૂળસોંતરો,
લીલો લીલો સાવ ખરે છે…

– વંચિત કુકમાવાલા

22 replies on “કોરી-કોરી પાટી જેવો ભીનો ભીનો એક છોકરો – વંચિત કુકમાવાલા”

 1. Heta Desai says:

  વાહ…..
  મને આ ગેીત બહુ જ ગમે છે…..

 2. vihar majmudar vadodara says:

  અભિનન્દન સૌને.શ્રી વંચિત કુકમાવાલાની કવિતાના એક પછી એક દ્વાર ખોલવા સહેલા નથી.!!સુંદર શબ્દો,ઉત્ક્રુષ્ટ સ્વરાંકન અને ભાવવાહી રજુઆત માટે અભિનંદન.
  વિહાર મજમુદાર વડોદરા

 3. kankshit says:

  વાહ વંચિત ભાઈ

  દાદ

 4. Parth Rupareliya says:

  વાત-વાતમાં ચોમાસાની વાત કરે છે….

  સાવ સમીપે જઇને એને સ્પર્શ કરું તો મૂળસોંતરો,
  લીલો લીલો સાવ ખરે છે…
  ખુબ સરસ…..

 5. દોલત વાળા says:

  સરસ

 6. Jayant Shah says:

  ગમ્યુ , પણ જામ્યુ બહુ નહિ .મારી સમજ ણ શક્તિમા ફેર હોઇ શકે .

 7. manubhai1981 says:

  ઘણુઁ જ આહ્લાદક ગેીત .પ્રગતિ બહેનાને ખબ
  ધન્યવાદ !ગદ્યને પદ્યમાઁ સુઁદર રૂપાઁતર કર્યુઁ ને
  સૌનાઁ મન જીત્યાઁ.શબ્દો સહિત સઘળુઁ મનને
  ગમે તેવુઁ છે.આશીર્વાદ સહ આભાર !(જ. ને
  અ. તો ખરાઁ જ !).

 8. vimala says:

  વાહ્!!કોરી-કોરી પાટી જેવા ભીના ભીના છોકરાનું તાદ્ર્ષ્ટ વ ર્ણન …
  શબ્દોની અભિવ્યક્તિને અનુરુપ સ્વર… મજા પડી…આભાર.

 9. Arvind Patel says:

  ખુબજ સરસ. અભિનનદન.

 10. k says:

  ખૂબ સરસ અવાજ…..

  પ્રગતિ ખૂબ પ્રગતિ કરે એ એજ પ્રાથના….

 11. Himanshu Trivedi says:

  કોરી-કોરી પાટી જેવો ભીનો ભીનો એક છોકરો …. વાહ! મને યાદ આવી ગયો એ સમય જ્યારે કદાચ એક સુન્દર છોકરી મને કદાચ પ્રેમ કરતી હતી .. અને હુ સાવ .. કોરી-કોરી પાટી જેવો ભીનો ભીનો એક છોકરો .. કશુ સમ્જ્યો જ નહિ!

 12. Maheshchandra Naik says:

  સરસ શબ્દ રચના,સ્વરાંકન અને સરસ ગાયકી, અભિનદન, આપનો આભાર…………..

 13. chandu v says:

  સુગમ

  શબ્દોને સુર અને સ્વરથી સજાવીને પીરસવાની તારી અદભુત કલાને સલામ્

  ચન્દુ

 14. Sugam Vora says:

  Thank You All!!!…

 15. VASANTGIRI M GOSWAMI says:

  vanchit ji chomasu lilucham vrsipadu ne ugi nikdyo thine bhino lilochham savash mar hovano jagyo abhash
  vasantgirigoswami virani kutchh

 16. upendraroy nanavati says:

  Voice resembles with that of easter year’s songstress Geeta Roy and Sulochana Kadam of Dholak fame !!! ???

  Congrats !!!!

  Upendraroy Nanavati

 17. uday karani says:

  Gujarati vanchit geeto ne sugam kari khub pragti kari vah vah…. 3 ne khub khub abhinandan. Uday.

 18. ajit parmar says:

  સરસ … પ્રગતિ, સુગમ , અને વન્ચિતભાઈ નો સુરિલો સુમેળ …. મોજ પડી ગઈ..

 19. Ravindra Sankalia. says:

  કોરી કોરી પાટી અને ભીનો ભીનો છોકરો એ મુખડાના શ્બ્દોજ ખુબ ગમી ગયા. પ્રગતિ બહેનના સુરીલા સ્વરમા સામ્ભળવાની મઝા આવી.

 20. hitesh says:

  Very Good Lyrics..
  excellen sung..
  sugam vora is superb here…. Rehman for Gujarat…:)

 21. gita c kansara says:

  સ્વર સ્વરાકન લય સુન્દર્ .
  ગધ્યને પધ્યમા રુપાન્તર કરેીને સુમધુર સ્વરે ગાયુ.
  અભિનન્દન. પ્રગતિના સોપાન સર કરો.

 22. Mohini says:

  અતયંત રમણીય અને દુર્લભ કવીતા !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *