એક બેવફા મારા મનદર્પણમાં દર્શન દઇને ચાલી ગઇ – અવિનાશ વ્યાસ

૨૧ જુલાઇ – કવિ શ્રી ઉમાશંકર જોષી અને કવિ-સ્વરકાર શ્રી અવિનાશ વ્યાસનો જન્મદિવસ..! ગઇકાલે અહીં ટહુકો પર શ્રી ઉમાશંકર જોષીને યાદ કર્યા, તો આવેા અવિનાશી અવિનાશ વ્યાસને પણ યાદ કરી લઇએ..!! અવિનાશી સંગીતનો વારસો જે એ આપણી વચ્ચે મૂકી ગયા છે – એનો નશો જેટલીવાર સાંભળો એટલીવાર વધુ ચડે એવો છે..!

સ્વર: સુરેશ વાડેકર
આલ્બમ: અમર સદા અવિનાશ

ભાંગ્યા મનની આદત એવી, કે ભૂલનારાને ભૂલે નહીં;
એક ડાળ ઝૂલ્યો મનપંખી, હવે બીજી ડાળે ઝૂલે નહીં.

એક બેવફા મારા મનદર્પણમાં દર્શન દઇને ચાલી ગઇ,
એક બેવફા કરી સ્નેહનું સર્જન, વિસર્જન થઇ ચાલી ગઇ.
એક બેવફા….

ઝંખી ઝંખી ઓ મનપંખી, ક્યાં સુધી રીબાવું?
તરસ્યા રહીને મૃગજળ માટે, ક્યાં સુધી વલખાવું?

એક બેવફા શબનમ બદલે, આંસુવન વરસાવી ચાલી ગઇ.
એક બેવફા….

ઓ બેરહમ તેં ફૂલ બિછાવી, કંટક નીચે રાખ્યા;
તું થઇ બેઠી ગૂલ કોઇનું, કાંટા મુજને વાગ્યા.

એક બેવફા બાગ બનાવી, આગ લગાવી ચાલી ગઇ.
એક બેવફા….

– અવિનાશ વ્યાસ

12 replies on “એક બેવફા મારા મનદર્પણમાં દર્શન દઇને ચાલી ગઇ – અવિનાશ વ્યાસ”

 1. chhaya says:

  Avinashbhai ni aa rachnaa paheli vaar saambhli SUNDAR

 2. દોલત વાળા says:

  સરસ

 3. ભાંગ્યા મનની આદત એવી, કે ભૂલનારાને ભૂલે નહીં;
  એક ડાળ ઝૂલ્યો મનપંખી, હવે બીજી ડાળે ઝૂલે નહીં…વળીવળી ને તુટી ગઈ..!!

 4. Ullas Oza says:

  અમર સદા અવિનાશ.
  ગુજરાતી ગીત-સંગીતને લોકપ્રિય કરવામાં તેમનો સિંહ-ફાળો છે.

 5. Maheshchandra Naik says:

  શ્રી અવિનાશ વ્યાસને લાખ લાખ સલામ…… સ્મૃતીવંદના……..

 6. manubhai1981 says:

  ગાયકશ્રી.સુરેશજીને નમસ્કાર.
  અવિનાશજીને શ્રદ્ધાઁજલિ….
  જ.અને અ.નો આભાર !
  ઘણુઁ જ મધુરુઁ ગેીત માણ્યુઁ.

 7. mahesh dalal says:

  વાહ ખુબ ટચિ રચના . હૈયુ ભરૈ ગયુ.. સરસ .
  અભાર રજુઅત માટે..

 8. Ravindra Sankalia. says:

  અવિનાશભાઈની આ રચના એક ભગ્નપ્રેમીની વ્યથા એનુ દર્દ બહુ સરસ રીતે ય્યક્ત કરે છે.સુરેશ વાદડકરનો અવાજ પણ ગમ્યો.બહુ આનન્દ આવ્યો.

 9. vimala says:

  શ્રી અવિનાશજીની રચના,સુરેશજીનો સ્વર,જયશ્રી-અમિતની રજુઆત, વારંવાર સાંભળવાનો નશો ના ચડાવ્યા વગર રહે કે?

 10. manilalmaroo says:

  good, manilal.m.maroo

 11. Divyesh Joshi says:

  અવિનશભાઇના શબ્દો અને સુરેશભાઇની એટ્લી જ સુન્દર સન્ગીત રચના જાણે કે દર્દ નો દરિયો દરબારી રાગ મા ઉછ્હલ્યો .

 12. bharatibhatt says:

  IT IS SO BEAUTIFUL,WONDERFUL, SONG THAT I CAN’T SAY ANY THING MORE.I ENJOYED THIS GAZAL.SOME TIME THE WRITER OR A POET SAYS IN SUCHA MANNER THAT IT LIVES FOR LONGER PERIOD IN MINDS OF LISTENER.THE WORDS CAN BE MISSED BUT THE LIRICS, THE ARRANGED MUSIC MAKES IT UNFORGETTABLE.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *