આજે ૨૧ જુલાઇ, વ્હાલા કવિ-સંગીતકાર અને જેને ફક્ત ગુજરાતી સંગીતની ઇમારતનો પાયો જ નહીં, પણ આખે આખી ઇમારત જ કહી શકાય એવા શ્રી અવિનાશ વ્યાસનો અને જેના નામ વગર ગુજરાતી કવિતા અધૂરી જ કહેવાય એવા કવિ શ્રી ઉમાશંકર જોષીનો જન્મદિવસ..! ( જન્મ : 21 જુલાઇ, 1911 )
અમે અહીં (Bay Area, California)’ડગલો’ આયોજિત ‘કવિ વંદના’ કાર્યક્રમ કર્યો હતો – એમાં કલાકારોએ કવિ શ્રી ઉમાશંકર જોષીના આ ગીતની ઘણી જ સુંદર રજૂઆત કરી હતી – જે આજે આપ સાથે વહેંચુ છું!
સ્વર : પલક વ્યાસ, આણલ અંજારિયા, રાજા સોલંકી, નિકુંજ વૈદ્ય, દિનેશ મહેતા
સ્વરાંકન : શશીકાંતભાઇ વ્યાસ
કુંજ કુંજ તું ગુંજે ભમરા
કાં આટલું તને ના સૂઝે
કુંજ કુંજ તું ગુંજે
કાં પંકજ પુષ્પની પાંખરે
તું જીવન તારું ખાખ કરે
રસ તરસ્યા રસનાં ગાન કરે
તું પ્રાણ દઈ પ્રીત પાન કરે
તૂં પ્રીત ગીત લલકારે
ફરી કુંજ કુંજની ડાળે
તું પ્રણય વેદી પર પ્રાણ દે
તું પ્રાણ સમરામ જાણે
કાં આટલું તું ના જાણે
શું ફૂલ બીડાશે વ્હાણે
શું દુ:ખ હ્રદયમાં સાલે
તું જીવન જીવી જાણે
– ઉમાશંકર જોષી
Here is what Palakben said:
Hello! Jayshreeben,
I had talk with my father, he told me in 1966 his professor told him to compose this Umashanker Joshi’s song. Because umashankerji was going to come for lecture in collage annual function. My father performed this song in front of Umashankerji with pride and he was very happy to hear this group song.
I agree with Deepakbhai Mehta, I have never heard of this poem coming from Umashankar Joshi. Please check. It is not found in the ” Samagra Kavita”
Rajesh Bhat, Ahmedabad.
કુન્જ કુન્જ તુ ગુન્જે ભમરા કવિતા વાચવા મળી પણ સાભળ્વા નહિ મળી.મારા કોમ્પ્યુટ્રમા કઇ ખામી હશે. ઉમાશન્કરની કવિતા પછી પુછવુજ શુ? અદ્ભુત.
ઉમાશંકર જોશીના ‘સમગ્ર કવીતા’ પુસ્તકમાં આ કાવ્ય નથી. તમને ક્યાંથી મળ્યું તે જણાવશો? કે પછી બીજા કોઈ કવિનું છે?
દીપક મહેતા, મુંબઈ
શુભ કામના
ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા અને જંગલ ની કુંજ કુંજ જોવી હતી ………ઉમાશંકર જોશી નું આ કાવ્ય ખુબજ સુંદર છે.
સાવરિયો રે મારો સાવરિયો ……….અવિનાશ વ્યાસ નું આ ગીત લાજવાબ છે. બંને નો જન્મ દિવસ છે.
very good composition and beautifull voices of all singers. Thank you.