આહા આવ્યું વેકેશન…

સંગીત : શ્યામલ – સૌમિલ મુન્શી
આલ્બમ : મેઘધનુષ
kids.jpg

.

આહા આવ્યું વેકેશન, જુઓ રજાની મજા
શું શું લાવ્યું વેકેશન, આવી મજાની રજા

રજાની મજા, મજાની રજા, રજાની મજા

સાથે ભેરુઓની ટોળી
સાથે સખીઓની જોડી
એ તો ડુંગર ઉપર દોડી
ઉપર ટોચે જઇને લાગી દુનિયા જોવા

જો જો મમ્મી તો બોલાવે,પાછળ પપ્પાને દોડાવે
તો પણ આવીશ નહીં હું હાથમાં

અમે તો મુંબઇ જવાના
અને ચોપાટી ફરવાના
ભેળપૂરી ખાવાના
આખો દરિયો ડોળીને દૂર દેશ જવાના

આખો દરિયો ડોળીને દૂર દેશ જવાના
દૂર દેશ જઇ ભારતના ગુણ ગાવાના

આહા આવ્યું વેકેશન, જુઓ રજાની મજા
શું શું લાવ્યું વેકેશન, આવી મજાની રજા

Love it? Share it?
error

13 replies on “આહા આવ્યું વેકેશન…”

 1. pragnaju says:

  શ્યામલ – સૌમિલ મુન્શી જેવાનું સંગીત હોય ત્યારે
  બાળગીત પણ કેવું મધુરું લાગે!
  આ બાળગીતની યાદ આવી
  રજા પડી ભાઈ રજા પડી
  શાળામાં તો રજા પડી
  મજા પડી ભાઈ મજા પડી
  મોજ કરવાની રજા પડી
  પુસ્તકો બધા ગયા પસ્તીમાં
  દિવસો હવે વિતશે મસ્તીમાં
  લેશન કરવાના દિવસો ગયા
  રમતો રમવાના દિવસો આવ્યા

 2. mukesh parikh says:

  વાહ, બાળપણ યાદ આવી ગયું……….શૈશવ ના સંભારણા…

 3. મારા લાડકા સ્વયમનું અને એથી, અમારું પણ માનીતું ગીત… મેઘ-ધનુષની કેસેટ અને પછીથી સીડી કદાચ મેં ગાલિબની ગઝલોથીય વધુ વાર સાંભળી હશે…

  ..બે દિવસ પહેલાં મોરારીબાપુ આયોજિત અસ્મિતાપર્વમાં સૌમિલ મુનશીને મળવાનું થયું અને એમણે નામથી મને ઓળખ્યો એ આનંદાશ્ચર્યની છોળોની ભીનાશ હજી શમી નથી ત્યાં આ ગીત…

 4. rashi says:

  Thank you very very very much for completing my wish.I m so happy really its amazing song !!!!
  Vacation ma aa geet sambhadvani amne balako ne khub aj maja ave che pan Jayshree didi ek vaat maare kehvi hati ke vaction padtaj ketli maja aave che pan 5 6 divas thai jai etle school ni yaad aave che !!!

  Once again thank you very much for keeping this song

 5. ARUN says:

  SUNDER GITO LAKYA CHE ANE KOKIL KANTHE GAYELA CHE.TAMARA KHUBEJ ABHARI AMNE KHUBAJ ANAND APAVYO TE BADAL.KUBAJ MAJA PADI..
  TAMARA ABHARII

 6. nalin mehta says:

  આહા આવયુ વેકેશન.આ ગીત પર જીવનભારતી શાળા (સુરત) માં કાયઁક્ર્મ રાખવામાં આવેલ.જેમાં મારી બેબી એ પણ ભાગ લીધેલ હતોં.તે આજે પણ આ ગીત સાંભળી ને નાચવા માંડે છે.બહુજ સરસ ગીત છે.નલિન મહેતા.

 7. SACHIN DESAI,DAHOD says:

  BAAL GEETO NI AAMEY GUJRATI BHASHA MA ACHAT CHE TYARE KHUB SARAS SHABDO-SANGEET DHARAVTU GEET ”AAHA AAVYU VACATION”SAMBHALI NE SAHEB JINDAGI 30-35 VARSH PACHAL JATI ANUBHAVI..AABHAR.

 8. Robin Patel says:

  ખુબ ખુબ ધન્યવાદ.
  ગુજરાતી સાહિત્યનુ સગીત પિરસવા બદલ.

 9. Hemang Dhameliya says:

  હજુ વધારે આવા ગીતો મુકશો તો અમને ખુબ જ આનદ થશે

 10. kishor rajyaguru says:

  આખી સાઈટ મઝાની છે.ગમ્યુ.

 11. Bhavesh Patel says:

  Really Hearttouching songs!!! Remembering those days when i was in school & just wait for vacation

 12. Hitesh Mehta says:

  શ્યામલ – સૌમિલ ભાઇ ના બધા સોન્ગ્સ સોફ્ટ કોપી અને સીડી ક્યા મળે?

  હિતેશ મહેતા

 13. bharatibhatt says:

  આ હા આવ્યુ વેકેશન મે મધર સ્કુલમા બાલકો દ્વારા શાલા પ્રોગ્રામમા દાન્સ રુપે રજુ કરાવ્યુ હતુ.બાલકોને ખુબજ મજા આવિ હતિ. મને પન ખુબજ ગમતુ ગિત સે.બાલકોને ખાસ મેહ્નત કરિને ક્રેપ પપેર્ના દ્રેસ્સ અને તેનાજ બનાવેલા ઘરેના પહેરાવ્યા હતા.ખુબ મજ આવિ હતિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *