એક માણસ હારવાનો વારતાના અંતમાં;
હું દિલાસો આપવાનો વારતાના અંતમાં.
સોળ આના સાવ સાચી વાત લઈ ને આવજો,
હું પુરાવો માગવાનો વારતાના અંતમાં.
પાનખરની કેટલી થઈ છે અસર એ શોધવા,
ડાળ લીલી કાપવાનો વારતાના અંતમાં.
હું તમારી જીતનો હિમાયતી છું એટલે,
સાથ કાયમ આપવાનો વારતાના અંતમાં.
કોણ મારા શ્વાસનો હકદાર છે એ જાણાવા,
રાત આખી જાગવાનો વારતાના અંતમાં.
જિંદગીભર આપતા આવ્યા છો જાકારો ભલે,
હું તમારો લાગવાનો વારતાના અંતમાં.
સરસ અંતમાં.
[…] શિર્ષક પંક્તિ: દિનેશ કાનાણી […]
બહુ સરસ , દિલ જિતી ગયા દોસ્ત
કોણ મારા શ્વાસનો હકદાર છે એ જાણાવા,
રાત આખી જાગવાનો વારતાના અંતમાં.
આખી જ ગઝલ બહુ સુંદર…પરંતુ આ શેર અિત સુંદર…િદલ હાલી ગયું..
Waah Dinesh Waah……Nice Gazal……
સરસ ગઝલ
આ શેરો વધુ ગમ્યા
પાનખરની કેટલી થઈ છે અસર એ શોધવા,
ડાળ લીલી કાપવાનો વારતાના અંતમાં
જિંદગીભર આપતા આવ્યા છો જાકારો ભલે,
હું તમારો લાગવાનો વારતાના અંતમાં.
હુઁ પુરાવો માગવાનો વારતાના અઁતમાઁ ! સરસ !
સુંદર ગઝલ…