બંસીના સૂર તમે – દિલીપ રાવળ

આજે સાંભળીએ ટહુકો પર એક નવો અવાજ… સ્તુતિ કારાણી! અને સ્વરકારનું નામ પણ નવું છે ટહુકો માટે – અમદાવાદના સુગમ વોરા. મને તો આ સ્વરાંકન અને મધમીઠો અવાજ સાંભળવાની ખૂબ જ મઝા આવી… તમને પણ ગમશે ને?

તા.ક. – ફેસબુક પર ફિરદૌસભાઇએ આ ગીત માટે જે મઝાની વાત લખી એ અહીં વહેંચવાની લાલચ રોકી ન શકી..!
શુદ્ધ સુશ્રાવ્ય મધુર મિસરી જેવો અવાજ (સ્તુતિ કારાણી), કમ્પોઝિશનને અદ્ભુત ઉઠાવ આપતું અતિસુંદર મ્યુઝિક અરેન્જમેન્ટ (સુગમ વોરા) ,સુંદર રેકોર્ડીંગ. રીધમ અને મેલોડીનું સુંદર મિશ્રણ. – ડો. ફિરદૌસ દેખૈયા 


રાધાની આંખ મહી કા’નાનો પ્રેમ….(Photo : Exotic India )

સ્વર – સ્તુતિ કારાણી
સંગીત – સુગમ વોરા

બંસીના સૂર તમે છેડો જો કા’ન, મારા કાનોમાં મધનો વરસાદ જો,
એક મનગમતો જન્મે ઉન્માદ જો…

છલકયાં ને કીધું મેં ગોકુળીયું ગામ અને મલકયાંનું કાલિંદી નામ,
છલકયાં ને મલકયાં નો સરવાળો કીધો, તો પ્રગટ્યા’તા પોતે ઘનશ્યામ,
પ્રગટીને પનઘટ પર પ્રીતીનો પાડયો’તો કા’ન તમે મીઠેરો સાદ જો…

બંસી જેવા જ તમે પાતળીયા શ્યામ અને હળવા કે પાંપણનો ભાર,
એક એક હૈયામાં કેવા વસો છો ને રાખો છો સૌની દરકાર,
કા’ન તણા કામણને બીરદાવું કૈ રીતે મનમાં જન્મે છે વિવાદ જો…

રાધાની આંખ મહી કા’નાનો પ્રેમ અને કા’નાની કીકીમાં રાધા,
જ્યાં લગ ઓ શ્યામ તમે જાકારો ના દો ને ત્યાં લગ છે રહેવાની બાધા,
કા’ન તમે મારૂ એ અણપ્રગટયું ગીત હવે ગોકુળીયું દેશે રે દાદ જો…

– દિલીપ રાવળ

39 replies on “બંસીના સૂર તમે – દિલીપ રાવળ”

 1. Ullas Oza says:

  શ્યામની બંસી અને રાધાનો પ્રેમ – દિલીપભાઈની સુંદર પ્રેમલ રચના.
  ઉલ્લાસ ઓઝા

 2. manubhai1981 says:

  બઁસી જેવા જ પાતળિયા શ્યામ…….
  વાહ કવિ !સ્તુતિબહેના ,સુગમભાઇ અને
  દિલિપભાઇનો ઘણો જ આભાર!જ. અ.સાથે !

 3. Deepak says:

  Sunder Swer Saras Awaz…Mangamto ..gami gyo ghano…

 4. vihar majmudar vadodara says:

  ઉત્કટ પ્રેમને અદભુત રીતે વ્યક્ત કરતી ભાવવાહી રચના.સુન્દર શબ્દો માટે કવિ શ્રી દિલીપ રાવળને,કર્ણપ્રિય સ્વરાન્કન માટે સુગમ વોરાને,
  મધુર અવાજથી ભાવપુર્ણ રજુઆત માટે સ્તુતિને ખુબ ખુબ અભિનંદન..બીજું ગીત ક્યારે ?
  વિહાર મજમુદાર, વડોદરા

 5. મજા આવી ગઇ. ફેસબુક ઉપર શેર તો કર્યું જ છે.સંતુરના પીસ આહલાદક લાગે છે. ખાસ કરીને જે સોફ્ટ રીધમ મુકી છે તે બેઝ સાથે એટલી મીઠી લાગે છે કે બસ.સુંદર ગાયન અને અવાજ.

 6. Dr santosh says:

  ગીત સારુ છે પણ સાવ જ ઠંડુ છે.

 7. mahesh dalal says:

  જિ હા જન્મે મન્ગમ્તો ઉન્માદ વાહ કવિ ખુબ સરર્સ્

 8. mahesh rana vadodara says:

  excellent

 9. ખરેખર મજા આવે તેવી મીઠી લાગી, ઉત્કટ પ્રેમને અદભુત રીતે વ્યક્ત કરતી ભાવવાહી રચના, સંતુરના પીસ આહલાદક લાગે છે.

 10. amit shah says:

  very NICE ____Stuti ___

 11. ASHOK PANDYA says:

  મજા જરુર આવી પણ દીલમાં ઊતરી જાય તેવું કાંઈ જ નથી..આજીજી છે કે વ્હાલ તે જ સમજાતું નથી..જેવી જેની પસંદ..વખાણ કરવા એટલે કરવા જ એવું થોડું હોય્…

 12. Pushpakant Talati says:

  વાહ – સરસ તેમજ સુન્દર તથા ભાવથી ભરપુર અને મન ને પ્રફુલ્લિત કરતી અતિ ગહન અને મનનાં તારોને ઝંક્રુત કરતી અવિસ્મરણિય રચના માટે રચયતા ને સો – સો ધન્યવાદ સાથ હાર્દિક અભિનન્દન.
  “-જ્યાં લગ ઓ શ્યામ તમે જાકારો ના દો ને ત્યાં લગ છે રહેવાની બાધા,-”
  અહિં દિલીપભાઈ એ ઘણાજ ઉમદા શબ્દોનો ઉપયોગ કર્યો છે. – રહેવાની બાધા પણ માત્ર ત્યાં સુધીજ કે જ્યાં સુધી શ્યામ જાકારો ન આપે ! જેવો જાકારો દીધો કે તરત જ GOOD BYE – અહિં કવિ શ્યામની સામે તેના પ્રેમિ/પ્રેમિકા દ્વારા ઓપન ચેલેન્જ આપી પોતાનું સ્વાભિમાન પણ છતું કરે છે.
  ખરેખર બહુજ આકર્ષક રીતે વર્ણન કરેલ છે. —-પુષ્પકાન્ત તલાટી

 13. Kedar says:

  વાહ… સુન્દર રચના… સુગમ, રાબેતા મુજબ.. excellent… superb singing… મજા પડી…

 14. ધન્ય્વદ ; બહુજ સરસ રચના……….સ્વરાકન ……………આબ્બ્ભર્………..કવિ ,સ્વર્કર્ર ને સન્ગેીત કાર ને , હા, કહ્રો તો ફિર્દોસુ ભૈ નો …………………મજા આવિ ……..

 15. Maheshchandra Naik says:

  બંસીના સુરનો આનદ આનદ થઈ ગયો, આભાર્……………

 16. Retd.Prof.V.C.Sheth says:

  ભાવવાહી રચના,ભાવવાહી અને કર્ણપ્રિય અવાજ તથા એટલાજ કર્ણપ્રિય સંગીતનો સુભગ સમન્વય. અભિનંન.

 17. vimala says:

  “-જ્યાં લગ ઓ શ્યામ તમે જાકારો ના દો ને ત્યાં લગ છે રહેવાની બાધા,-”
  વાહ પ્રેમમાં પણ શિષ્તનો સ્વિકાર !!! એનું નામ જ રાધાનો પ્રેમ…..
  બંસીના સુર જેવો મધુર સ્વર…

 18. chandrika says:

  કવિતા ને સમજવાની દરેક ની સમજ અલગ અલગ હોય.ખુબજ મધુર સંગીત,એટલું જ સુંદર ગીત અને સોને પે સુહાગા જેવો મીઠો અવાજ.
  ત્રણેનો સમ્મનવ્ય અનન્ય છે.

 19. Sugam Vora says:

  Thank You all!!!…

 20. બંસીના સૂર તમે છેડો જો કા’ન, મારા કાનોમાં મધનો વરસાદ જો,
  એક મનગમતો જન્મે ઉન્માદ જો…..ખુબ ગમ્યો એ સાદ જોને…આભાર..!!

 21. Parth says:

  સુગમના સ્વરાન્કન ખરેખર મધના વરસાદ જેવા જ હોય ..હજુ વધુ સ્વરાન્કનનિ રાહ જોઇશુ.

  પાર્થ

 22. Kalpesh Pachchigar says:

  ખુબ જ સરસ. ગુજરાતી સુગમ સંગીત અને ક્રુષ્સ્ગીંત અનેરો સંગમ છે.

 23. varshajani says:

  સ્તુતિને ખુબ અભિનંદન.

 24. ajit parmar says:

  vah stuti…. khub j saras … beta bahu j saras gayu 6e … amne bhuli to nathi ne ? sugam bhai suynder swarankan karyu 6e bhai … ne kavita to … jay ho dilip bhai …

 25. jaya ganatra says:

  thanx….incredible….u make my morning GOOD STUTI KARANI

 26. RAMESH BHANUSHALI says:

  Very Melodious Voice.

 27. Nihar Mehta. says:

  Stutiben, yeh baat, keep it up.

 28. mahesh soni says:

  ખુબજ સરસ સ્તુતિ , સુન્દર અવાજ ….

 29. i like the song and sweet voice also. keep it up stuti……

 30. Ravindra Sankalia. says:

  સ્તુતિ બહેનનો અવાજ અને સુગમભાઇનુ સ્વરાન્કન ખુબજ સરસ.

 31. KAMLESH SOLANKI says:

  CONGRATULATION SUGAM. GOOD COMPOSITION. WELL SUNG BY STUTI. PLEASE SEND YOUR ANOTHER COMPOSITIONS TO TAHUKO.COM. I WANT TO LISTEN YOUR COMPOSITIONS WHICH SHOULD NOT HAVE TYPICAL GUJARATI FLARE. GUJARATI HAS TO COME OUT FROM THEIR TYPICAL SHIELD. THEY SHOULD LISTEN OTHERS TO COME OUT FROM TYPICALITY.

 32. stuti karani says:

  thank you

 33. chandu v says:

  સુગમ્,

  સુર્, શબ્દ્, સ્વર અને સ્વરાકન નિ અદભુત જુગલબન્ધિ.

 34. Alpesh and Foram says:

  Magnificent Peace of music.

  Keep it up….Sugam

 35. ખુબ જ સરસ્ અભેીનન્દન્

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *