ઝરણું રમતું રમતું આવે – ઉમાશંકર જોષી

અમારી ‘ડગલો’ સંસ્થા આયોજિત ‘ઉમાશંકર જોષી’ શતાબ્દી ઉત્સવની શરૂઆત આ નાનકડી બાળકીએ કરી, પોતાના મધમીઠા સ્વરમાં એક નાનકડી સ્તુતિ સાથે..! અને પછી એણે પોતાની જેમ જ ઉછળતા કુદતા ઝરણાનું આ મસ્ત મઝાનું ગીત રજૂ કર્યું. એ પછી ઘણીવાર આ રેકોર્ડિંગ માણ્યું છે – તો આજે એ તમારી સાથે પણ વહેંચી લઉં..!

સ્વર – શ્રાવ્યા અંજારિયા

YouTube Preview Image

ઝરણું રમતું રમતું આવે,
ઝરણું રમતું રમતું જાય.

ઝરણું રૂમઝૂમ કરતું નાચે,
ઝરણું ઝમઝમ કરતું ગાય.

ઝરણું ડુંગર કરાડ કૂદે,
ઝરણું વન વન ખીણો ખૂંદે,
ઝરણું મારગ ધોતું દૂધે,

ઝરણું અલકમલકથી આવે
ઝરણું અલકમલકથી જાય

ઝરણું રમતું રમતું આવે
ઝરણું રમતું રમતું જાય.

 – ઉમાશંકર જોષી


15 replies on “ઝરણું રમતું રમતું આવે – ઉમાશંકર જોષી”

 1. k says:

  વાહ…..શ્રાવ્યા ને અભિનન્દન…
  …ખૂબ સરસ…

 2. manubhai1981 says:

  વાહરે વાહ શ્રાવ્યાબહેના ! તમે તો રઁગ રાખ્યો !
  આજની સવાર સુધારી દીધી.આભાર બધાઁનો.

 3. mayur vaishnav says:

  Enjoyed to listen yr song,good writing,music and presentation.wishing u a bright future,

 4. M.D.Gandhi, U.S.A. says:

  મસ્ત મજાનું ગીત છે.

 5. mahesh dalal says:

  શાબાશ બેના ખુબ સરસ .

 6. vimala says:

  બેના શ્રાવ્યા ,
  ખૂબ -ખૂબ અભિનંદન.

 7. મજા પડી સરસ હતૂ

 8. Maheshchandra Naik says:

  સરસ સ્વર અને અવાજ, બેન શ્રેયાને ખુ ખુબ અભિનદન…………….ાને શુભેચ્છાઓ…..

 9. mahesh rana vadodara says:

  શ્રાવ્યા ને ખુબ ખુબ અભિનન્દ સરસ ગિત અને અવાજ

 10. Rajesh Bhat says:

  Only a genius can achieve such simplicity after having written “Nishith He Nartat Rudra Ramya” or similar poems. Hats off to Umashankar Joshi. Also, congratulations to Shravya and her parents! Whereas children here in India are running after English rhymes, you revived U. Jo.!

  Rajesh Bhat, Ahmedabad.

 11. Aanal Anjaria says:

  Thank you all for the wishes to Shravya. She needs ur blessings for all her future endeavors.

 12. Rajesh Bhat says:

  Dear Aanalben

  Best wishes to Shravya for all her future endeavors. She must keep her interest in Gujarati literature alive against all odds.

  Rajesh Bhat.

 13. HEEMA JOSHI says:

  WAH SHRAVYA WAH

 14. rajesh r raval says:

  અહ કયેરેક મારા સ્કોલ્નઅ બાલ્કો વધુ સારું ગાય છે .પણ chance મળતો નથી .
  આજે એક સારો પ્રયત્ન જાણવા ન્લ્યો તેમને appriceat કરવા માટે…

 15. પ્રોત્સાહન ને ચાન્સથી વધુ આગળ વધો તેવી શુભેરછા…ખુબ સરસ બેટા..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *