વરસે નવલખ ધારે રે વરસાદ સાંભળું,
ધસમસતી ઘુમ્મરીઓ ખાતી યાદ સાંભળું.
અન્દર બાહર સરખો રે ઉન્માદ સાંભળું,
જળરૂપે હા એ જ પરિચિત સાદ સાંભળું.
અમે રહી ગયા કોરા રે ફરિયાદ સાંભળું,
સપનાંનો જન્મો જૂનો અપવાદ સાંભળું.
એકલતાના આંગણનો સંવાદ સાંભળું,
થતો કડકાબન્ધ એ અનુવાદ સાંભળું.
સીમ ભરીને ટહુકે રે અવસાદ સાંભળું,
હતો તું થકી કદીક એ આહલાદ સાંભળું.
-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
પડ્યો વરસાદ ઘરમાં સાંભળું..જળરૂપે હા એ જ પરિચિત સાદ સાંભળું…ખુબ સુન્દર રચના !!
એકલતાના આંગણનો સંવાદ સાંભળું,
થતો કડકાબન્ધ એ અનુવાદ સાંભળું.ખુબ સુન્દર રચના
કવિતાની સરળતા, સહજતા,સચ્ચાઈ અને મિજાજ માટે કહેવું પડૅ રાજેશ મતલબ રાજેશ..ભીના ભીના કરિ દીધા..
અન્દર બાહર સરખો એ ઉન્માદ સાંભળુ
જળ રુપે હા એજ પરિચીત સાદ સાંભળું
રાજેશ ભાઈએ જે કઈં સાંભળ્યુ છે એની સરવાણી
શ્રોતાઓ સુધી પણ સુચારુ રુપે વહાવી શકે છે.
Vah kya baat hai
ekltana aangan no sanvad sambhlu…..
Thato kadkabandh a avaj sambhlu….
વતનનો વરસાદી મોહોલ સાંભરી આવ્યો, સરસ રચના…………….