લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યાં જો

બાળપણથી ગાતા આ અતિ લોકપ્રિય લોકગીત….

સ્વર – ઉષા મંગેશકર, પ્રફુલ દવે
સંગીત – નાનજી ભાઇ મિસ્ત્રી
ગુજરાતી ફિલ્મ – લંકાની લાડી ને ઘોઘાનો વાર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યાં જો !
ફૂલ કેરે દડુલિયે સીતાએ વેર વાળ્યાં જો !

રામ ! તમારે બોલડીએ હું પરઘેર બેસવા જઈશ જો !
તમે જશો જો પરઘેર બેસવા, હું વાતુડિયો થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું પરઘેર દળવા જઈશ જો !
તમે જશો જો પરઘેર દળવા, હું ઘંટુલો થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું પરઘેર ખાંડવા જઈશ જો !
તમે જશો જો પરઘેર ખાંડવા, હું સાંબેલું થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું જળમાં માછલી થઈશ જો !
તમે થશો જો જળમાં માછલી, હું જળમોજું થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું આકાશ વીજળી થઈશ જો !
તમે થશો જો આકાશ વીજળી, હું મેહુલિયો થઈશ જો !

રામ ! તમારે બોલડીએ હું બળીને ઢગલી થઈશ જો !
તમે થશો જો બળીને ઢગલી, હું ભભૂતિયો થઈશ જો !

11 thoughts on “લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યાં જો

 1. Nikhil Parikh

  Fantastic.

  Please keep posting such rare, golden, oldies for old timers like us.

  Thanks a heap.

  Nikhil
  31/5/12

  Reply
 2. manubhai1981

  મારાઁ માડીએ મારા બાળપણમાઁ મને સઁભળાવેલુઁ
  તેમનુઁ માનીતુઁ ગેીત !ઉષાજી ને પ્રફુલ્લભાઇએ
  સુઁદર સજાવ્યુઁ છે.આભાર/ જ. અને અ.નો ..!

  Reply
 3. vimala

  બાળપણમાં આ ગીત સાંભળી ને રમુજ થતી કે લવિંગ ની લાકડી!!!!થોડા મોટા થતા ગીતની અંદરની ક્લ્પ્નાઓ ગમેલ(જેમકેઃલવિંગ કેરી લાકડી-ફૂલ કેરો દડુલિયો, દળવા જવું ને ઘન્ટુલો થવું, વગેરે)પછી સમજણ આવી કે અરે! આ ગીતમાં તો રામ -સીતાનો ઝગડો નહીં પણ કંઇક બીજુ જ છે,એ શું???તે સમજ વાની સમજણ આવી જતા ગીત ખુબ માણેલ તેટલુ જ બ્લ્કે તેથી વધારે આજે માણ્યું.
  આભાર અમિતભાઇ.

  Reply
 4. Himanshu Trivedi

  This song is really beautiful and having deep meanings beyond the innocuous wordings and I would not elaborate on the same but it shows that our society is much more advanced in thinking and vision than it is considered being conservative. I love this song and thanks for putting up this version on this most wonderful website.

  Reply
 5. Vineshchandra Chhotai

  આવ્વા ગઈ કાલ ના ગેીતો નો કોઇજ પર્યાય ……..નથિ જ ……..સુન્દેર ;આભ્હર …….ધન્ય્વાદ્

  Reply
 6. Ravindra Sankalia.

  ગીતનુ સન્ગીત ઘણુજ સારુ છે.સામ્ભળ્વાની મઝા આવી. ગીતના રચયિતા કૉણ છે?

  Reply
 7. kalpana

  આ મીઠો ઝગડો રામસીતાની જોડીને અતૂટ બનાવે છે. ઇશ્વર પતિપત્નિની જોડી આવી અતૂટ પ્રેમની કડીથી પરોવેલી રાખે.
  ખૂબ મઝા આવી.
  આભાર

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *