જિંદગીનો આ ટુંકસાર… – મુકુલ ચોક્સી

સ્વર : મેહુલ – નુતન સુરતી
સંગીત : મેહુલ સુરતી

kinaro.jpg

.

જિંદગીનો આ ટુંકસાર છે
ન કિનારો ન મઝધાર છે

જેઓ બીજાનો આધાર છે
તેઓ પોતે નિરાધાર છે

કોઇ જીવે છે ભૂતકાળમાં
કોઇ પળ ભાવીનો ભાર છે

આજ કંઇ પણ નવું ન બન્યું
એ જ મોટા સમાચાર છે

—————

આ ગઝલનો છેલ્લો શેર વાંચી મને ભરતભાઇનો આ શેર ચોક્કસ યાદ આવે

એક દિ’ અખબાર કોરું આવશે
એક દિવસ થઇ જશે કંઈ ના થવું

19 replies on “જિંદગીનો આ ટુંકસાર… – મુકુલ ચોક્સી”

  1. koi vaar simlicity vadhare asarakaraka hoya chhe, teno aa uttam namuno chhe.sher khub gamyo. “eak lidho koro kagal ne dori ema gagar,gagarma het chhalakayu ne ashu rupe mara gaalane navpallvit kari gayu”

    kori space ma je vicharo teno samavesha thai jaya chhe.
    advertisementni duniyama aagaledivase full page koru hoya chhe ne bije divase koi company with good slogan,with good coverage with technical detail sathe aapeto users khubaj aananda aave chhe.
    i m not comparing this gazal with advt.

  2. આજ કંઇક નવું સાભળવા મળ્યુ..
    એ જ મોટા સમાચાર છે…………………

  3. કોઇ જીવે છે ભૂતકાળમાં
    કોઇ પળ ભાવીનો ભાર છે

    આજ કંઇ પણ નવું ન બન્યું
    એ જ મોટા સમાચાર છે

    ટહુકામા ‘કોઇની’ comment ના હોઇ તે પણ સમાચાર છે..

  4. mehulbhai khub saras maza aavigai congratulations to you, mukulbhai and nutan. i love this song and i acted in this drama also.

  5. વાંચી માણેલી ગઝલ
    સાંભળવાની મઝા ઔર
    કોઈ સમાચાર?માં
    સ્મીત સાથે મારો ઉતર હોય
    આજ કંઇ પણ નવું ન બન્યું
    એ જ મોટા સમાચાર છે

  6. ખરેખર ખુબ જ લાગ્ન્ઇ સભર રચ્ના ચે……..અતિઇ સુન્દર્…

  7. વિવેકભાઈ સાથે સહમત છું….!!

    સૂર, સ્વર, શબ્દનો છે મેળ,
    રચના આ સર્વાંગ સુંદર છે….!!

  8. આ ટૂંકી ગઝલ વાંચવા અને સાંભળવાની- બંનેની મજા છે…

    કવિ-સંગીતકાર અને ગાયક-ગાયિકા બધા જ સમાન અભિનંદનના હકદાર છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *