કોઇ નક્કર જાણકારી… – ડૉ. મહેશ રાવલ

vslaank.jpg

ખુદ મને પણ, ભાળ મારી ક્યાં મળી છે ?
દરઅસલ, શંકા ય સારી ક્યાં મળી છે ?

છે વળાંકો ઓળખીતાં એ ખરું ! પણ
કોઇ નક્કર જાણકારી ક્યાં મળી છે ?

કેટલી ડમરી ચડી, ને ઊતરી ગઇ
ધૂળ પણ, અહીં એકધારી ક્યાં મળી છે ?

લોથ ઢળતી હોય છે, ઇચ્છા નગરમાં
કોઇ પાસેથી કટારી ક્યાં મળી છે ?

અબઘડી નીકળી પડું, સઘળું ત્યજીને
પણ, હજુ સંજ્ઞા તમારી ક્યાં મળી છે ?

4 replies on “કોઇ નક્કર જાણકારી… – ડૉ. મહેશ રાવલ”

  1. jayshree
    chaitree navratree ma traditional and arvachin
    nava juna garba sambhravi do.. pranav mehta na
    maliya t jani ne aanand thayo.
    uma.

  2. મઝાની ગઝલ
    આ શેર વધુ ગમ્યો
    અબઘડી નીકળી પડું, સઘળું ત્યજીને
    પણ, હજુ સંજ્ઞા તમારી ક્યાં મળી છે ?
    યાદ આવી ઊર્મીની પંક્તીઓ
    લાગ્યું મને-
    અલીડોસાને
    જરૂર આજે
    મરિયમ મળી ગઈ!
    અમારી તમારી નજર ક્યાં મળી છે?
    તમારી નજર તો અમારી મતા છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *