કે ફાગણ આયો – મેઘબિંદુ

ફાગણ મહિનો આવ્યો….પ્રસ્તુત છે કવિ મેઘબિંદુની રચના, એક મેહફિલમાં ઝરણા વ્યાસે રજુ કર્યું હતું…..

સ્વર – ઝરણા વ્યાસ
સ્વરાંકન – ઉદ્દયન મારુ

આંબે આવ્યા મોર કે ફાગણ આયો
છે સુગંધનો કલશોર કે ફાગણ આયો

વરસે ટહુકાનો વરસાદ કે ફાગણ આયો
કરે કેસૂડો સંવાદ કે ફાગણ આયો

આંબે ગુલમોરી ઉમંગ કે ફાગણ આયો
મનડું ગાતું કોકિલસંઅગ કે ફાગણ આયો

હું પ્રીત રંગે રંગાયો કે ફાગણ આયો
હું ભવભવથી બંધાયો કે ફાગણ આયો

મારો ખીલ્યો જીવન બાગ કે ફાગણ આયો
મેં માણ્યો રે અનુરાગ કે ફાગણ આયો

– મેઘબિંદુ

12 replies on “કે ફાગણ આયો – મેઘબિંદુ”

 1. ફાગણ માસે આંબે કોયલડી ને વરસે ટહુકાનો વરસાદ…લાવે કેસુડો હોળી ને ઘુળેટી…ફાગણે નાચે મોરલા ને વાયરે ઝુલે ખેતર..!!

  વરસે ટહુકાનો વરસાદ કે ફાગણ આયો
  કરે કેસૂડો સંવાદ કે ફાગણ આયો

  આંબે ગુલમોરી ઉમંગ કે ફાગણ આયો
  મનડું ગાતું કોકિલસંઅગ કે ફાગણ આયો

 2. k says:

  વાહ…આવો વધાવીયે….

 3. Himanshu Trivedi says:

  Very good composition, expressions and a happy song. The voices are more than one and the lead may be that of Ms Zarna Vyas, there is a good support and it would be appropriate that due credit is given to others, but that happens, I am not complaining, just suggesting to those who must have given it to you to share it with other.

  But all in all, I am having a feeling of a great Fagan here in New Zealand (our Autumn has officially started).

  Thank you, as always.

 4. chandrika says:

  ખરેખર આજકાલ કેરીના ઝાડ મોર થી લચી પડ્યા છે.સુંદર રચના,મધુર સ્ંગીત અને મીઠો અવાજ

 5. ફાગગ્ન આવ્ય્નો આનદ જ રન્ગ સભર ,,,,,,,,હોલિ નો ઉત્સવ ………..કાચિ કેરિ નિ સુગન્ધ ………..કદાચ ખબર ન હોય ત્તેી , આ જ રુતુ કાચિ કેરિ નો સસ્વાદ પામિ સકય …………..કવિ મ્માર્રા મિત્ર …..ને હોલિ નેી સુભ્ક્કાનમાન્ના ઓ…………ધન્ય્વદ ;;;;;;;;;;;;;આભ્હ્હર

 6. લોકગીત શૈલીનું સરળ પણ મજાનું ગીત…

 7. Dinesh Pandya says:

  વરસે ટહુકાનો વરસાદ – કરે કેસુડો સંવાદ – કે ફાગણ આયો……

  ઋતુરાજ ફાગણનું સુંદર ગીત

  દિનેશ પંડ્યા

 8. Ravindra Sankalia. says:

  ઝરણા વ્યાસના કન્ઠે ગીત સાભળવાની મઝા આવી.સન્ગીત કોનુ છે?

 9. Rita shah says:

  વસ્ંતઋતુ બધી ઋતુમાંથી શ્રૅષેથ ઋતુ છે. વસ્ંતઋતુનુ આગમન ક્ંઈ અલગ જ છે.
  ઍનુ આલેખન ખુબજ સૂંદરતાથી વણરવયુ છે.

 10. arvind patel says:

  ઝરણા બેનના મધુર અવાજમા આ ગાયન સરસ લાગયુ. અભિનન્દન્.

 11. udayan maroo says:

  This was a chorus led by Jharna Vyas at a programme at Bhavan’s Cultural Centre Andheri.

  The composition is mine. Request you to put it along with my other compositions.

  Thanks and regards.
  Udayan Maroo

 12. “શબ્દ ” અને ” સ્વરને બાંધનાર “બન્ને પરિચિત હોય ત્યારે સહજ જ આનંદ બેવડાઈ જાય .
  બંનેને અને ઝરણાબેન ને અભિનંદન “કંઈક” આનંદ માં વધારો કારાવી આપવા બદ્દલ .
  રીપીટેડ “…કે ફાગણ આયો ” ના આવર્તનો કઇન્ક “ધ્રૂ ણવા જેવી સ્થિતિ પેદા કરી ગયા…
  -લા’કાંત / ૬-૬-૧૩

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *