આજે ગનીચાચાને એમની પુણ્યતિથિને દિવસે યાદ કરી એમની આ ગઝલ માણીએ, અને એમને શ્રધ્ધાંજલી અર્પણ કરીએ..!
સ્વર – ગાર્ગી વોરા, નિગમ ઉપાધ્યાય
સંગીત – ડો. ભરત પટેલ
તમે એ ડાળ છો જે ડાળ પર પહેલું સુમન લાગે,
હું એવું પુષ્પ છું : મહેંકી રહું જ્યાં જ્યાં પવન લાગે.
કહ્યું છે સાવ મોઘમ, યોગ્ય જો તમને સૂચન લાગે,
ઘડીભર ખોરડું મારું મને ચૌદે ભુવન લાગે.
દિવસ ને આવવું હો તો વસંતોમાં વસી આવે,
સૂરજને સૂંઘીએ તો રોજનું તાજું સુમન લાગે !
ઊભો છું લઈને હૈયા-પાત્ર, યાચું કંઈક એવું કે,
જગત નિજની કથા સમજે, મને મારું કવન લાગે.
ઘણું ભારણ છે જીવનમાં, છતાં એક બોજ એવો છે,
ઉપાડો તો સહજ લાગે, ઉતારો તો વજન લાગે !
મનોમન વ્યગ્ર થઈ મનને મનાવી તો જુએ કોઈ,
હૃદય આ લાડકું, રિસાયેલું કોઈ સ્વજન લાગે.
‘ગની’, સંઘરેલ તણખાને હૃદયથી વેગળો કરીએ,
કોઈ સદભાગી હૈયે આપણા દિલની જલન લાગે.
– ગની દહીંવાલા
ગઝલ લખતી વખતેના “ગની” સાહેબના હ્રદયના ભાવ ગાયનમા સ્પષ્ટ રિતે અનુભવી શકાય એવ સુંદર રચના….
સાદ્યંત સુંદર ગઝલ…
મારો ચિરકાળ પ્રિયતર શેર:
ઘણું ભારણ છે જીવનમાં, છતાં એક બોજ એવો છે,
ઉપાડો તો સહજ લાગે, ઉતારો તો વજન લાગે !
શ્રદ્ધાન્જલિ….કવિને…આભાર ગાર્ગીબહેનાનો.
ઘણું ભારણ છે જીવનમાં, છતાં એક બોજ એવો છે,
ઉપાડો તો સહજ લાગે, ઉતારો તો વજન લાગે !
…યે બાત …
ગુજરાતી હ્રુદયના કવિ-ગઝલકાર ..વાહ … ખુબ ખુબ પ્રેમે કરીને શ્રધાન્જલી.
‘ગની’, સંઘરેલ તણખાને હૃદયથી વેગળો કરીએ,
કોઈ સદભાગી હૈયે આપણા દિલની જલન લાગે.
આપણા હ્ર્દયનુ દુઃખ આપણે ભૂલી જઈએ પણ એવો કોઈ આત્મીય હોય જે આપણું દુઃખ એક પળ પણ વિસરી ન શકે – અદ્ ભુત, જેણે અનુભવ્યું હોય તેજ આવુ લખી શકે.
તમે ઝુલતાં સુર્ય કિરણોની શાખે
અમે સાવ ઝાકળ સમા ફુલ પાંખે
ડો.નાણાવટી
તમે ઝુલતાં સુર્ય કિરણોની શાખે
અમે સાવ ઝાકળ સમા ફુલ પાંખે
ડો. જગદીપ
ગનીભાઈને સાદર શ્રઢાન્જલિ.એક બોજ એવો છે એ કડી બહુ ગમી.
ઘણું ભારણ છે જીવનમાં, છતાં એક બોજ એવો છે,
ઉપાડો તો સહજ લાગે, ઉતારો તો વજન લાગે !
હ્રદય સોંસરુ ઉતરી જાય છે…………સલામ ગનીચાચાને..
Gargiben & Nigambhai beautifull voice and nice music and composition from Bharatbhai. Thank you.
ઘણું ભારણ છે જીવનમાં, છતાં એક બોજ એવો છે,
ઉપાડો તો સહજ લાગે, ઉતારો તો વજન લાગે !
મનોમન વ્યગ્ર થઈ મનને મનાવી તો જુએ કોઈ,
હૃદય આ લાડકું, રિસાયેલું કોઈ સ્વજન લાગે.
ગની સાહેબની દરેક વાતને સમજવાનું બહું અઘરું છે.
સ્નેહસભર શ્રધ્ધાંજલી એ શ્રી ગની દહીંવાલા ને ફરી યાદ કરીને મમળાવિયે છીએ કડી ના મર્મ ને..હા એમની બધી જ કવિતા ખુબ સુન્દર હોય છે.
ઘણું ભારણ છે જીવનમાં, છતાં એક બોજ એવો છે,
ઉપાડો તો સહજ લાગે, ઉતારો તો વજન લાગે !
પ્રથમ ગનિભઇ ને યાદ કરિ , બે સબ્દો શ્રદ્ધ ના સુમન , ઉતમ કશના કવિ , અમે અએ દિવ્સો , તમારો મુશ્યરો , રોનક સહુ યદ આવે ……બહુ જ ઉતમ …………………આબ્ભાર જય્શ્રેી બેન ; ત્તમારો …..
ગનીચાચાનુ ગીત ગમ્યુ. આભાર.
very very nice post.