નવા નગરની વહુઆરું – ઇંદુલાલ ગાંધી

સ્વર : પરાગી અમર
સંગીત : રસિકલાલ ભોજક

નવા નગરની વહુઆરું, તારો ઘુમટો મેલ,
વડવાઇઓની વચમાં જોને નિસરી નમણી નાગરવેલ,
હે જી તારો ઘુંમટો મેલ.

તાળા નંદવાણાને પીંજરાએ ઉઘડ્યા,
સૂરજને તાપે જો સળીયાઓ ઓગળ્યાં.
ચંપકવર્ણી ચરકલડી તારે ઉડવું સે,
લાહોલીયાને વીંઝેણે તારા હૈયાને
શેડે નમતી હેલ.
હે જી તારો ઘુંમટો મેલ.

વાયરે ચડીને ફૂલ રૂમઝૂમતાં,
વગડે વેરાયા ફાગણનાં ફૂમતાં,
ફૂલડે રમતી ફોરમડે તારું ફળીયું મેલ,
સપનાં લ્હેરે રમતી તારી નીંદર
નામણી આઘી મેલ,
હે જી તારો ઘુંમટો મેલ.

– ઇંદુલાલ ગાંધી

8 replies on “નવા નગરની વહુઆરું – ઇંદુલાલ ગાંધી”

 1. આ બધિ વાતો ; સ્વપ્ના બનિ રહિ ગયે લ ………..પર્ન્તુ ઇન્દુલાલ ભૈ ; લખન કલા ……ઉતમ …….આબ્બ્ભાર

 2. chandrika says:

  સુંદર ગીત,મધુર સ્વરાંકન

 3. vimala says:

  વગડે વેરાયા ફાગણનાં ફૂમતાં,
  ફૂલડે રમતી ફોરમડે તારું ફળીયું મેલ

  ફાગણના આરમ્ભે સમય ને યોગ્ય ગીત્.

 4. M.D.Gandhi, U.S.A. says:

  સરસ ગીત છે.

 5. manubhai1981 says:

  “વડવાઇઓની વગમાઁ જાણે નીસરી નમણી નાગરવેલ…”
  શબ્દો ઘણા જ ગમ્યા.તારી નીઁદર”નમણી”હોવુઁ જોઇતુઁ હતુઁ ને ?
  ગીત અન ગાન ઉત્તમ છે. આભાર સૌનો !

 6. PRASHANT says:

  સમન્વય નાં કાર્યક્રમ માં લાઈવ સંભાળ્યા બાદ આજે સાંભળ્યું ખૂબ મજા આવી….. આભાર

 7. vihar majmudar says:

  ગીત અને સંગીત બન્ને સુંદર. અભિનંદન.
  રસિકભાઈનુ વર્ષો જુનુ સ્વરાંકન …મારી પ્રિત ફળ્યુ રે સપનુ,મોરા નૈણા બરસો ના…સાંભળવા મળી શકે ? એ ગીત ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનના અવાજમા છે,પંડીત હરિપ્રસાદજીએ તેમાં અદભુત્ બાંસુરી વગાડી છે.
  વિહાર મજમુદાર વડોદરા

 8. પરગિ અમર નો ખુબજ સુન્દર સ્વર સૌને અભિનન્દન્

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *