ઈશ્વર પડ્યો નથી રસ્તામાં – અવિનાશ વ્યાસ

(કૃષ્ણ-સુદામા….Dolls of India)

સંગીત : અવિનાશ વ્યાસ
સ્વર : જનાર્દન રાવલ
આલ્બમ – અમર સદા અવિનાશ Vol.3

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આસ્વાદ : રઇશ મનીઆર
સંગીત : અવિનાશ વ્યાસ
સ્વર : જનાર્દન રાવલ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

બે ફૂલ ચઢાવે મૂર્તિ પર,
પ્રભુ નહી મળે સસ્તામાં,
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં.
કૃષ્ણની પાસે જવું હોય તો,
થવું પડે સુદામા….
ઈશ્વર પડ્યો નથી….

સાચું છે એ સચરાચર છે,
સાચું છે એ અજરામર છે,
સાચું છે એ પરમેશ્વર છે.
પણ ચો ધારે વરસે મેહુલિયો તો,
મેળે એક ટીપામાં….
ઈશ્વર પડ્યો નથી….

રામનું સ્વાગત કરતા ઋષીઓ
જાપ જપંતા રહી ગયા.
એઠાં બોરને અમર કરી ને
રામ શબરીના થઈ ગયા.

નહી મળે ચાંદી સોનાના
અઢળક સિક્કા માં,
નહી મળે કાશીમાં કે મક્કા માં,
પણ નસીબ હોય તો મળી જાય
તુલસીના પત્તામાં….
ઈશ્વર પડ્યો નથી….

– અવિનાશ વ્યાસ

20 thoughts on “ઈશ્વર પડ્યો નથી રસ્તામાં – અવિનાશ વ્યાસ

 1. M.D.Gandhi, U.S.A.

  બહુ સરસ ઉપદેશવાળી રચના અને સાચી ઈશ્વર ભક્તિનું પાન કરાવે છે.

  Reply
 2. bhanu chhaya

  લાખો નાસોના ,ચાન્દિ માનેક હિરા ચધાવ્નારા આજે ભગ્વાન ના દર્બારો મા આખા દેશ્મા ચ્હે
  ભગ્વાન તેમ્ને મલ્યો ચ્હે ? હા publicity mali chhe line maa ubhaa rahya vagar darshan male ,bhagvaan naa agents sagvad kari aape
  જય જગ્નાથ જય જગ્નાથ્!

  Reply
 3. Manjari

  ખુબ જ સુન્દર શબ્દો.
  રામનું સ્વાગત કરતા ઋષીઓ
  જાપ જપંતા રહી ગયા.
  એઠાં બોરને અમર કરી ને
  રામ શબરીના થઈ ગયા.

  Reply
 4. Karasan Bhakta USA

  ” નહી મળે એ ચાદી સોનાના અઢ્ળક સીક્કામા કે નહી મળે એ કાશી-મક્કામા.”
  સાદા,સીધા,સરળ શબ્દોમા સુન્દર સન્દેશો ! પણ, ફકત મનોરન્જન માટે જ કે?
  ઇસ્વરના એજન્ટો તો શ્રીમન્તોના મહેલોમા અને લકઝરી કારોમાજ મહાલી,પવીત્ર ધામોની યશગાથા પણ ફેલાવતા ફરે છે.

  Reply
 5. Rekha shukla(Chicago)

  રામનું સ્વાગત કરતા ઋષીઓ
  જાપ જપંતા રહી ગયા.
  એઠાં બોરને અમર કરી ને
  રામ શબરીના થઈ ગયા…..
  ખુબ સુન્દર રચના..મજા આવી ગઈ..!!

  Reply
 6. arvind patel

  ખૂબ સુંદર રચના. રઇશભાઇની સરસ પ્રસ્તાવના, જનાર્દનભાઇનો કર્ણપ્રિય સ્વર, અવિનાશભાઇના શબ્દપ્રાસ-ભાવપ્રાસ, ટહુકોનો ભજન સંભળાવવા બદલ આભાર.
  આજે બધાને સુદામા નહિ પણ ઓબામા બની પ્રભુ મેળવવાના વલખા મારે છે…..

  Reply
 7. amirali khimani

  અતિ સુન્દ વિચાર,ખાસ કરિને પ્ન્ગ્તિ નસિબ હોયતો મલિજાય તુલ્સિના પ્તામા બઉજ ગમિ ખરેખર ઇસશવ્રર તો અન્તર જામિ છે.તેને ભ્ક્ત નિ કઇ વાત ગમિજાય અને દયા કરે તે ક્લ્પિ શ્કાય ન્હિ.પ્ર્ભુ ગરિબ નિ લાજ રાખાણ હારો છે.શ્ર્ધા અને ભ્ગ્તિ ભાવ્ના થ્કિજ તે મ્લિજાય બાકિ રસતામા ક્યા પ્ડ્યોછે? ન્ દેવ્લ્મા ન મ્ન્દિર મા ન મસ્જિદમા.એતો સ્દા વ્શે અન્તમા.

  Reply
 8. Bharat

  ઈશ્વરને પ્રાર્થના
  ઈશ્વરને પ્રાર્થના કે કોઈપણ દીકરીને એના પિતાથી એટલી બધી દુર ન મોકલતા કે કોઈ શિયાળાની કાતિલ ઠંડી હોય ચોમાસાની મેઘલી રાત હોય અને પપ્પાના છેલ્લા શ્વાસ હોય તો દીકરી પોતાના હાથનું ચમચી પાણી પણ ન પીવડાવી શકે. છેલ્લે પિતા પણ કહેતા હોય કે મારી દીકરી ને તેડાવી લો મારે એનું મોઢું જોવું છે છેલ્લી વખત . ખરેખર જેઓ આ પૃથ્વી ઉપર દીકરીના માં-બાપ છે તેઓ ઈશ્વરની વધુ નજીક છે.

  Reply
 9. pravin

  ખુબજ સુન્દર પ્રભુ તો મલે માતે સુદામા થ્હુવુ પડે અને પ્રભુ તો ભાવ્ના ભુખ્યા ચ્હે.પ્ર્ભુ રિજે તે માટે અત્મ્મ સમર્પન જોઇયે ન્રમર નિઇવેદન જોઇયે.

  Reply
 10. keshavlal

  ખરિ વાત કહિ છે આ ગિત મા ખુબજ સરસ ગિત ધન્ય્વાદ્

  Reply
 11. La'KANT Thakkar

  ” પણ નસીબ હોય તો મળી જાય
  તુલસીના પત્તામાં….
  ઈશ્વર પડ્યો નથી….”

  જે પોતાનામાં ઝાંકીને ને જોવાની આદત કેળવે ….તેને…એમજ.
  હવાની જેમ જડી પણ જાય અચાનક ,ભલે ક્ષણવાર માટે પણ…!
  -લા’કાન્ત / ૨૪-૫-૧૨

  Reply
 12. Patel Dharmik

  રામનું સ્વાગત કરતા ઋષીઓ
  જાપ જપંતા રહી ગયા.
  એઠાં બોરને અમર કરી ને
  રામ શબરીના થઈ ગયા…….

  ગઝબ શબ્દો…..
  ખુબ જ સરસ ……!!!!!!

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *