નાનકુડા એક ઝાડવાએ પણ ભરબપ્પોરે ધોમધખેલા તડકાને જઇ સાવ મોઢામોઢ કઇ દીધુ કે –
વાત શું કરે ?
એમ તમારા કહેવાથી કાંઇ પાંદડુ ખરે ?
પડછાયા ને છાંયડા વચાળ હોય છે કેવો ભેદ જાણો છો ?
હાંફતા હોઠે હાશ બોલાતુ હોય ને એમાં હોય છે આખ્ખો વેદ જાણો છો ?
એકલી લૂ ના આમ ફૂંફાડા મારવાથી કાંઇ મૂળ પેટાવી ડાળીએ ડાળીએ પ્રગટાવેલા કોઇના લીલા
દિવાડા ઠરે ? વાત શું કરે ?
કેટલી વખત પૂછતા રહેશો ઉઘડી જતુ હોય છે શું દાળીઓની રંગીન છટામાં ?
અકળાયેલો આકરો સૂરજ અમથો કદિ ખાબકે લીલીછમ ઘટામાં ?
પાર પેલેથી લ્હેરખી સાથે એ ય નીંરાતે બેસવા આવેલ ટહુકાઓનુ કરવા સ્વાગત કોઇ કદિ કાંઇ
ઝાંઝવા ધરે ? વાત શું કરે ?
તડકામાંથી તરણુ બની કોકની ચાંચે જીવ અડોઅડ જઇ ગુંથાઇ તો જોજો
પાંદડુ નાનુ મર્મરીને ગીત મજાનું ગવડાવે ઇ દિલથી જરા ગાઇ તો જોજો
આપણી ઉપર આંખ મીચીને આમ મુકેલા એકલા આ વિશ્વાસની ડાળે, ઝૂલતા માળે, કોઇના નાના –
સપના શું કાઇ હિબકા ભરે ? વાત શું કરે ?
– કૃષ્ણ દવે
Vaat shu kare chhe? e kavita tame Sahitya Parishad ma ek book vimochan ma recite kari hati tyare j mane khoob gami hati. Pan tyare ek biji pan kavita raju kari hati…ame aam-tem ugvana, koi thi darvana nahi. eva kai shabda hata. Mane website ma e malyu nahi. Toh please mane janavsho k mane e kya mali shake? Athva aa website par add kari shako? Hu aap ni aabhari rahish.
એ કવિતાનું નામ છે “આપણે તો આવળને બાવળની જાત”
સરસ..!
“નાનકુડા એક ઝાડવાએ પણ ભરબપ્પોરે ધોમધખેલા તડકાને જઇ સાવ મોઢામોઢ કઇ દીધુ કે –
વાત શું કરે ?
એમ તમારા કહેવાથી કાંઇ પાંદડુ ખરે ?” —–વાહ શુ ખુમારી છે નાનકુડાની?!
અને છેલ્લે
“તડકામાંથી તરણુ બની કોકની ચાંચે જીવ અડોઅડ જઇ ગુંથાઇ તો જોજો
પાંદડુ નાનુ મર્મરીને ગીત મજાનું ગવડાવે ઇ દિલથી જરા ગાઇ તો જોજો
આપણી ઉપર આંખ મીચીને આમ મુકેલા એકલા આ વિશ્વાસની ડાળે, ઝૂલતા માળે, કોઇના નાના –
સપના શું કાઇ હિબકા ભરે ? વાત શું કરે ?”
સરસ ..સરસ …બહુ સરસ.
.લુ ના ફુફડાથિ કોઇના લિલુડા દિવડા ના થરે……સુન્દર કલ્પના
બહુ સરસ રચના //
હાફતા હોઠે હાશ બોલાતુ હોય ને એમા આખો વેદ છે જાણો છો? લાજવાબ પન્ક્તિ.
ભૌ સર્સ વાતો , સરસ મજનિ રજુવાત …………………આભાર …………….કવિ ને ધન્યવાદ
તડકાને જઇ સાવ મોઢામોઢ કઇ દીધુ
તડકાને જઇ સાવ મોઢામોઢ કઇ દીધુ – સરસ શબ્દો
Vaah kya baat hai..
savar sudhri gai krisnabhai ni kavita thi
devesh.dave
આપણી ઉપર આંખ મીચીને આમ મુકેલા એકલા આ વિશ્વાસની ડાળે, ઝૂલતા માળે, કોઇના નાના –
સપના શું કાઇ હિબકા ભરે ? વાત શું કરે ?…….વાહ સરસ..!