મારો સોનાનો ઘડૂલો રે – કાંતિ અશોક

સ્વર : પ્રફુલ દવે, હર્ષિદા રાવલ
ગુજરાતી ફિલ્મ : સાયબા મોરા

સ્વર : પ્રફુલ દવે, ?
સંગીત સંચાલન : ?

સ્વર : ?
Gujarati Album : Fusion Gujarati Chitramala : ?

મારો સોનાનો ઘડૂલો રે
હા પાણીડા છલકે છે.
ઘૂંઘટની ઓરકોર, પાલવની ઓરકોર
ગોરું મુખલડું મલકે રે…..

પંચરગી પાઘડી વાહલાની બહુ સોહે રાજ
નવરંગી ચૂંદડી ચટકે ને માન મોહે રાજ
ઘૂંઘટની ઓરકોર, પાલવની ઓરકોર
ગોરું મુખલડું મલકે રે….મારો સોનાનો…..

અંગે અંગરખું વ્હાલાને બહુ સોહે રાજ
કમખે રે આભલા ચટકે ને મન મોહે રાજ
ઘૂંઘટની ઓરકોર, પાલવની ઓરકોર
ગોરું મુખલડું મલકે રે…..મારો સોનાનો…..

રેશમી ચોરણો વ્હાલાને બહુ સોહે રાજ
મશરૂનો ચણીયો ચટેકે ને મન મોહે રાજ
ઘૂંઘટની ઓરકોર, પાલવની ઓરકોર
ગોરું મુખલડું મલકે રે….મારો સોનાનો….

દલડાની ડેલીએ વ્હાલાનું રૂપ સોહે રાજ
અંબોડે ફૂલ એ ચટકે ને મન મોહે રાજ
ઘૂંઘટની ઓરકોર, પાલવની ઓરકોર
ગોરું મુખલડું મલકે રે….મારો સોનાનો….

– કાંતિ અશોક

12 replies on “મારો સોનાનો ઘડૂલો રે – કાંતિ અશોક”

 1. manubhai1981 says:

  બન્ને સ્વર સાઁભળી આનઁદ માણ્યો.આભાર ભાઇ-બહેન !

 2. Ravindra Sankalia. says:

  બહુજ સરસ ગીત. સ્વરાન્કન પણ ખુબજ સરસ.આટ્લુ સરસ ગીત ઘણે વખતે સાભળ્વા મળ્યુ. ગુજરાતી ફ્યુઝન ગીત પહેલીવાર્ બહુજ આનન્દ આવ્યો. આવા ગીતો વારમ્વાર આપતા રહો.

 3. Dharmendra Shah says:

  Good to hear after a long time.. I find Prafulbhai’s song better compare to other. Thanks for the song

 4. vimala says:

  એક સાથે બબ્બે મીઠા સ્વર સામ્ભળવા ની મજા આવી,આભર .

 5. ટાઈનહોલમાં ગરબાની કોમ્પીટીશનમાં ભાગ લીધેલો ત્યારે આ ગરબા ઉપર ખુબ નાચેલ ને પ્રથમ ઇનામ લાવ્યા તેની યાદ આવી ગઈ…મજા આવી ગઈ..!
  મારો સોનાનો ઘડૂલો રે
  હા પાણીડા છલકે છે.
  ઘૂંઘટની ઓરકોર, પાલવની ઓરકોર
  ગોરું મુખલડું મલકે રે…..

 6. mahesh rana vadodara says:

  સરસ ગિત અને સરસ શબ્દો મજા આવિ

 7. very good bhajans and songs keep i it up
  taasme aa sitre dwara sahune bhakti ne marge khecho chho parmeshwar tamaru bhalu kare

 8. pratima says:

  ગીત સાંભળવુ ગમે છે. સરસ્.

 9. Kumar Dave says:

  Very good collections…Many many thx for the sharing….
  One small request to website owner / administrator.

  Can you please share below Ganesh prayer;
  “LAGU GUNPATI NE PAY, LAGU GUNPATI NE PAY…
  BHOLA SHIVSHANKAR NE NAMU RE LOL…..”

  I will be more happy, as I cant got the said prayer in PUNE – Maharashtra.

 10. keshavlal says:

  ખુબ્જ સરસ ગિત બહુજ ગમ્યુ

 11. rinku patel says:

  bahu maja avi wow su choice 6

 12. Jayesh patel says:

  સુમધુર ગિત્

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *