વહેલી પરોઢનો વાયરો વાયો – અવિનાશ વ્યાસ

સ્વર : લતા મંગેશકર
સંગીત : અવિનાશ વ્યાસ
ગુજરાતી ફિલ્મ : નારી તું નારાયણી (૧૯૭૮)
આલ્બમ : એક રજકણ સૂરજ

વહેલી પરોઢનો વાયરો વાયો….
છેલછબિલો આયો, રંગરસિયો આયો,
એવા વાવડ લાયો, વાવડ લાયો, વાવડ લા….યો
વહેલી પરોઢનો વાયરો વાયો….

બીજમાં ચંદરમાં જેવી ભમ્મર છે વાંકડી,
મરી મરી જાવ એવી મારકણિ આંખડી,
હો….હારે શરમાયો, હારે શરમાયો.
વહેલી પરોઢનો વાયરો વાયો…..

લુચ્ચો એવો સેંથાનાં કંકુમાં સંતાયો,
ચોર કેવો બંગડીનાં બંધને બંધાયો,
હો….આનંદ છવાયો,આનંદ છવાયો.
વહેલી પરોઢનો વાયરો વાયો….

બાંધી હું લઇશ એને પાલવનાં છેડે,
સંતાડિ રાખુ એને કરી કંદોરા કેડે,
હો….મનમાં સમાયો, મનમાં સમાયો
વહેલી પરોઢનો વાયરો વાયો….

– અવિનાશ વ્યાસ

8 replies on “વહેલી પરોઢનો વાયરો વાયો – અવિનાશ વ્યાસ”

 1. ઉત્તમ કશ પ્રેમ ગેીત …………સરસ મજનુ સન્ગ્ગેત ………..આભાર ……….ને ………ધન્યવદ્

 2. bhanu chhaya says:

  Avinaashbhai amar chhe .emnaa geeto hameshaa taazaa

 3. keshavlal says:

  આ ગિત ખુબ્જ ગમ્યુ

 4. બીજના ચંદ્ર જેવી મારકણી આંખનુ પ્રતીક ખુબ ગમ્યુ. વહેલી પરોઢનો આ વાયરો બસ આમ જ વહેતો રહે.
  વસંત આવી રહી છે અને મને મારા એક કાવ્યની પંક્તિ યાદ આવી ગઈ.
  “વાસંતી વાયરા એ કીધું અડપલું,
  ને છંટાયો ગુલમહોર મારે અંગ
  ભુલી ને ભાનસાન વહેતી રહી
  એ વાયરાની સંગ સંગ.”

 5. Shah Madhusudan says:

  Dear Jayshreeben,

  I am a FAN of Tahuko.
  recently I have to use iPad for internet. But I cannot listen to the songs given by Tahuko. because iPad does’nt allow to download the programme required to listen the songs. Can you suggest the way to listen the songs on iPad ?
  madhu shah

 6. M.D.Gandhi, U.S.A. says:

  સરસ ગીત છે.

 7. બાંધી હું લઇશ એને પાલવનાં છેડે,
  સંતાડિ રાખુ એને કરી કંદોરા કેડે,…!!સરસ ગીત..!!!

 8. Ravindra Sankalia. says:

  ગજબનુ પ્રેમગીત. અવિનાશ વ્યાસજ લખિ શકે. સેથાના કન્કુમા બગડીના બન્ધનમા પાલવને છેડે ને કન્દોરાને કેડે વાહ/ શુ અદ્ભુત શબ્દો છે/ બેનમુન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *