ગઝલ – ખલિલ ધનતેજવી


ઓસરીના દીવા પર આપને ખુમારી છે,
મેં ય વાવાઝોડાની આરતી ઉતારી છે.

સાવ ખાલી હાથે પણ આલીશાન જીવ્યો છું
મેં સતત ગઝલ માફક, જિંદગી મઠારી છે.

શાણપણ કહે છે કે દિલ તો સાવ પાગલ છે
દિલ કહે છે, બુધ્ધિ તો બેશરમ ભિખારી છે

જંગલોના સન્નાટા ક્યાં મને ગણાવે તું?
મેં નગરના કરફ્યુમાં જિંદગી ગુજારી છે

એ ગુંલાટો ખવડાવે, નાચ પણ નચાવી દે
જિંદગી ઓછી નથી, જિંદગી મદારી છે.

15 replies on “ગઝલ – ખલિલ ધનતેજવી”

 1. K says:

  Saav khali haathe pan Aalishaan jivyo chu…..su khumari chhe,,,maza aavi

 2. Vijay Bhatt ( Los Angeles) says:

  I like this sher:
  જંગલોના સન્નાટા ક્યાં મને ગણાવે તું?
  મેં નગરના કરફ્યુમાં જિંદગી ગુજારી છે…

 3. ધવલ says:

  જંગલોના સન્નાટા ક્યાં મને ગણાવે તું?
  મેં નગરના કરફ્યુમાં જિંદગી ગુજારી છે

  – સરસ !

 4. sujata says:

  aavu saras vaanchva maate jindgi ochhee padsey…each sher is different and superb….

 5. Pravin Shah says:

  ……જિંદગી ઓછી નથી, જિંદગી મદારી છે.
  દરેકના જીવનને સ્પર્શતી ગઝલ!

 6. ગમી જાય એવી ગઝલ…

 7. Bhaivn Shah says:

  ખુબજ સરસ ગઝલ . ભાવિન શાહ

 8. Prashant says:

  “જંગલોના સન્નાટા ક્યાં મને ગણાવે તું?
  મેં નગરના કરફ્યુમાં જિંદગી ગુજારી છે”
  વાહ ખલિલભાઈ! બહુ ખુબ કહિ.

 9. pragnaju says:

  સરસ ગઝલ
  શાણપણ કહે છે કે દિલ તો સાવ પાગલ છે
  દિલ કહે છે, બુધ્ધિ તો બેશરમ ભિખારી છે
  વાહ્

 10. Naresh says:

  ખલિલભાઈ બહુ જ સરસ ગઝલ.

 11. nitin desai says:

  ધોદે દિવસે તારા દેખાદે
  સુનામિ મા નામિ બનાવે
  એવિ જિન્દગિ નિ કહાનિ ચ્હે

 12. krishna says:

  ખલીલ સાહેબની ગઝલ હોય ને ખુમારી ના હોય એતો બનેજ કેમ?

 13. વાત જેને મારી સમજાતી નથી,
  એ બીજુ કોઇ પણ હોય,ગુજરાતી નથી.
  -ખલીલ ધનતેજવી

 14. PARTH BHATT says:

  સ્થિર જળ સાથે અટ્ક્ચાળા ન કર્,કાકરા નાખી કુડાળા ના કર.

 15. ખલિલભઇ ખુબજ સરસ ગઝલ છે, હુ પણ કયારેક લખુ છુ તો શુ હુ આ ગઝલ ની પ્રેરણા લઈ કોઇ ક્રુતિ બનાવિ શકુ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *