આજના માણસની ગઝલ – જવાહર બક્ષી

સ્વર : આશિત દેસાઇ
સંગીતકાર : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

ટોળાની શૂન્યતા છું, જવા દો કશું નથી
મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી

હું તો નગરનું ઢોલ છું દાંડી પીટો મને
ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી

શૂળી ઉપર અજીવું છું ને લંબાતો હાથ છું
મારામાં ને ઈશુમાં બીજું કૈં નવું નથી

નામર્દ શહેનશાહનું ફરમાન થઈ જઈશ
હું ઢોલ છું, પીટો મને કૈં પણ થતું નથી

સાંત્વનના પોલાં થીગડાંમાં સૂઈ ગઈ છે રાત
બીડીના ઠૂંઠિયામાં કોઈ બોલતું નથી

———–

સાથે કવિ જવાહર બક્ષી વિષે થોડી વાતો વાંચવી પણ ગમશે ને ?

18 replies on “આજના માણસની ગઝલ – જવાહર બક્ષી”

  1. શૂળી ઉપર અજીવું છું ને લંબાતો હાથ છું
    મારામાં ને ઈશુમાં બીજું કૈં નવું નથી

    નામર્દ શહેનશાહનું ફરમાન થઈ જઈશ
    હું ઢોલ છું, પીટો મને કૈં પણ થતું નથી

    .. ફરી ફરી ને સાંભળવી ગમે તેવી બહુ જ સરસ કૃતિ. જવાહરભાઈ, આસિતભાઈ અને સંગીતકારો, કલાકારો, ટહુકો અને જયશ્રીબહેનનો ખૂબ ખૂબ આભાર.

  2. આ અદભુત ગઝલ આજે કોઈ કારણસર સાંભળી ના શક્યો. હશે કદાચ કોઈ ‘તકનીકી ખામી’…. જયશ્રીબેન, વિનંતી કે જરા તપાસ કરશો…આભારી થઈશું. – હિમાંશુ ત્રિવેદી, ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ

    • જવાહર બક્ષી સાહેબની આ અદ્ભુત ગઝલ છે , અને એટલી જ અદ્ભુત ગાયકી ..

  3. In 1986, COPWUD Performing Arts organised a Gujarati Sugam Sangeet program in Bhartiya Vidya Bhavan. I was a small volunteer working full time and I met stalwarts like Purushottambhai, Shri Jawaharbhai Baxi (he presented me an LP of this collection) and so many others of Gujarati Music. That was one of the best events of my life.

    Thereafter…Tola Ni Shunyata Choon, Java Do, Kashun Nathi … thank you for all this and more.

    Lots of regards to all listeners of Tahuko.

    Himanshu

  4. Great Website. Thanks vivek. “Tola Ni Shunyata Chhoo” song did not play full. Try to fix it. But this is much needed website for people like us in US

  5. One correction on this song. Swar is by Ashit Desai. But Music director is Purushottam Upadhyah.
    I have the original album.

  6. “ટોળાની શૂન્યતા છું, જવા દો કશું નથી
    મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી”
    મારા જીવનનુ ગાન
    આભાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *