પ્રહલાદ પારેખ પર્વ ૧ : હે મંગલ ! હે મંગલ !

૨૦૧૨ એ કવિ શ્રી પ્રહલાદ પારેખનું જન્મ શતાબ્દી વર્ષ છે. અને ગઈકાલે – બીજી જાન્યુઆરી એટલે સ્વરકાર શ્રી દિલિપ ધોળકિયા અને કવિ શ્રી પ્રહલાદ પારેખની પૂણ્યતિથી.

તો ચલો – આ બંને મહાનુભાવોને યાદ કરી – એમને શ્રધ્ધાંજલી અર્પણ કરી – આપણે માણીએ કવિ શ્રી પ્રહલાદ પારેખના ગીતોનો ઉત્સવ.. નવા વર્ષની શરૂઆત કરીએ એક અનોખી ગીતવર્ષાથી. એક અઠવાડિયા સુધી આપણે ઉજવીએ – પ્રહલાદ પારેખ પર્વ !

પ્રસ્તાવના – કવિ શ્રી વિનોદ જોશી

કવિ – પ્રહલાદ પારેખ
સમુહ ગાન
સંગીત સંચાલન – ચિન્તન પંડ્યા

હે મંગલ ! હે મંગલ !
ચરણતલ તવ,આજ મમ લહી ચિત્ત પલપલ ચંચલ.
હે મંગલ ! હે મમ્ગલ !

બહુ જુગો જલ જીવનના વહી, તરંગો સહુ આજ રે કહીઃ
હે દયામય ! સ્થાનદે,તવ પાસ આવ્યું પથિક જળ,
હે મંગલ ! હે મંગલ !

17 replies on “પ્રહલાદ પારેખ પર્વ ૧ : હે મંગલ ! હે મંગલ !”

 1. Ravindra Sankalia. says:

  આૃપ્ર્લ્હાદ પારેખ પર્વ ઉજવવાનુ નક્કી કર્યુ તે બહુ સારુ કર્યુ. આ નાનુ ગીત સરસ હતુ. બીજા ગીતોની રાહ જોશુ.

 2. vimala says:

  આંખો બંધ કરીને સાંભળ્યા કરીએ વારંમવાર એવુઅં મજનુ સ્વરાંક્ન્….
  “હે દયામય ! સ્થાનદે,તવ પાસ આવ્યું પથિક જળ “…”મંગલ મંદિર ખોલો દઆમય”(ન. ભો. દિવેટિયા)નેી યાદ કરાવી જાય છે.સુન્દર ….

 3. chintan says:

  આનંદ……આનંદ.

 4. kaumudi says:

  પ્રહલાદ પારેખની ગીતવર્ષામા ભીંજાવા માટે તત્પર છીએ
  ટહુકાનો ઘણો ઘણો આભાર

 5. Himansu says:

  અતિ સુન્દર….મધુર..

 6. chandrakant Lodhavia says:

  પ્રહલાદ પારેખ પર્વ ૧ : હે મંગલ ! હે મંગલ !
  By Jayshree, on January 3rd, 2012 in પ્રહલાદ પારેખ , ટહુકો , ગીત.
  સુંદર સ્વર સાથે સગીત્.સાંભળવાનું ખૂબ ગમ્યું રામ કૃષ્ણ મિશન મંદિર થતી સાયં પ્રાર્થનાની યાદ અપાવી જાય તેવું સમુહ પ્રાર્થના સમાન.

  ચન્દ્રકાન્ત લોઢવિયા.

 7. purvi says:

  superb.

 8. purvi says:

  can we have poem on winter?

 9. ટહુકો આપણા મહાન સાહિત્યકારોને તર્પણ કરવું ચૂકતો નથી એનો આનંદ છે..
  પર્વની પ્રતીક્ષા રહેશે… !

 10. hetal says:

  અતિ સુન્દર્

 11. બન્ને મહાનુભવોને શ્રધ્ધાંજલી ને ટહુકા નો ખુબ ખુબ આભાર.

 12. Vijay says:

  સુમધુર સ્વરાંકન. અભિનંદન ચિંતન.
  ‘ટહુકા’ને પર્વ મનાવવા માટે અભિનંદન.

 13. કનક્ભાઈ અને ભારતિબેન રાવળ says:

  ચિંતનતો ઘરનો દિકરો એટલે હાથ કંકણને આરસીની શું જરુર?તેની સંગિત સાધનાતો ગળથુથીમાંથી શરુ થએલી. તેની સિધ્ધિઓ જોઈને અમારી છાતિતો ગજ ગજ ઉછળેજને?

  કવિશ્રી વિનોદભાઈની પ્રસ્તાવના અને તેની રજુઆત સ્વ.પ્રહલાદભાઈને હ્રદયગમ્ય શ્રધ્ધાંજલી આપે છે.

  1942-43ના અરસામાં “ઘરશાળાના વિદ્યાર્થીઓ તરિકે વર્ષા મંગળના ગિતો ગાયાં અને માણ્યાં એટલે બસ અમનેતો આનંદ આનંદ. વર્ષોથી ચિંતનનું માથુ ખાતો હતો “દિકરા આ ગિત વારસાને નવા અવતારે લાવ”. તેણે અમારું સ્વપ્ન સિધ્ધ કર્યં તે માટે તેને અને તેની પાછળ છુપાયેલી પ્રેરણામુર્તી અમારી પુત્રવધુ અલકાને અનેક ધન્ય્વાદો.

  તેના માતા અમારા દક્ષાભાભીનો આનંદતો કલ્પનાતિત હશે. પિતા સ્વ.નરેનભાઈએતો તેને કાયમ ઉત્તેજન આપ્યુ અને ચિંતનની ગાયકીના સખત સમિક્ષક હતા.

 14. Bakul M. Bhatt says:

  ભાઈ ચિંતનને અભિનન્દન.

  સ્વ. પ્રહલાદ પારેખ અમારા પિતા સ્વ. મૂળશંકર મો. ભટ્ટના વિદ્યાર્થી અને પછી બહુ સારા મિત્ર હતા. એમણે ઘરશાળામાં મને ત્રીજા- ચોથા વર્ગમાં ભણાવ્યું. પ્રહલાદજી અમને તેમના નવા ગીતો વર્ગમાં ગાઈ સંભળાવતા. નિશાળમાં ૧૯૪૩થી ૧૯૫૨ સુધી તેમના ગીતો સમ્મેલનમાં અમે સમુહમાં ગાતા તેની મધુર યાદ આવી ગઈ. ૧૯૪૪ કે ૧૯૪૫માં સ્વ.મુક્તાબેન વૈદ્યે ‘હે મંગલ’ ગીત એકલા તાનપુરા સાથે ભાવનગરના ‘વિજય રંગ’ થીએટરમાં ગાયેલું તે પણ યાદ આવી ગયું.

  તેમને શતાબ્દી નિમિત્તે પ્રણામ.

 15. arvind patel says:

  very nice lyrics and composition. Congratulation.Thank you.

 16. mahesh dalal says:

  મારા શાળા ના દિવસો મોદેર્ન સ્કુલ યાદ આવિ ગયા

 17. sudhir patel says:

  સૌંદર્ય અને પ્રકૃતિ પ્રેમી કવિ સ્વ.પ્રહલાદ પારેખની જન્મ-શતાબ્દી પર્વ અહીં ઊજવવા બદલ આભાર અને અભિનંદન!
  સુધીર પટેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *