‘વૈજ્ઞાનિક ડો. દિનેશભાઇ ઓ. શાહ માર્ગ’ ની લોકાર્પણ વિધિ

૧૮ ડિસેંબર ૨૦૧૧, રવિવાર ના રોજ, ખેડા તાલુકા માં આવેલ, કપડવંજ શહેરની નગરપાલિકા આપણા મિત્ર કવિ ડો. દિનેશભાઇ ઓ. શાહ નું વિજ્ઞાન, સમાજ સેવાના ક્ષેત્રે યોગદાન, અને ઔદાર્યને સન્માનવાની છે. દિનેશભાઇના વારસાગત ઘરથી લઇને નગરના મુખ્ય રસ્તા ને જોડતા રસ્તાને ‘વૈજ્ઞાનિક ડો. દિનેશભાઇ ઓ. શાહ માર્ગ’ નું નામ અપાશે. આ પ્રસંગને સન્માનવા મુખ્ય અતિથી પ્રિંસ્ટન યુનિવ્રસિટીના પ્રાધ્યાપક રોબર્ટ પ્રુધ્હોમ અને માનનિય અતિથિ ભારતના સુપ્રિમ કોર્ટ ન્યાયાધિશ શ્રી ગિરીશભાઇ નાનાવટી રહેશે.

આ અવિસ્મરણીય પ્રસંગે, વ. દિનેશભાઇને ટહુકાના સર્વે મિત્રો, તેમના વિધ્યાર્થીઓ તરફથી હાર્દિક અભિનંદન. દિનેશ્ભાઇ નું પ્રેરણારુપ જીવન, એક કોડીયામાં પ્રગટેલ દિવડા સમાન છે. ૧૭ ડિસેંબરની સાંજે જ્યારે કપડવંજ શહેરની નગરપાલિકા ૧,૩૦૦ દિવડા ‘વૈજ્ઞાનિક ડો. દિનેશભાઇ ઓ. શાહ માર્ગ’ ઉપર પ્રગટાવશે. આ પ્રસંગે દિનેશભાઇને શુભેચ્છા અર્પતા, દિનેશભાઇની લખેલ અમને ખુબજ ગમતા બે ગીતો માણિયે…

દિવડો – ડો. દિનેશભાઇ ઓ. શાહ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ભીની રે માટી ચડાવી ચાકડે, મુને ચાકડે ખુબ ઘુમાવ્યો રે
નીર છાંટી એણે ઘાટ ઘડ્યો, લઇ દોરી મુજને કાપ્યો રે
મુને ચાકડે ખુબ ઘુમાવ્યો રે

કોકે મુકી એક વાટ લાંબી, કોકે તેલ ભરી છ્લકાવ્યો રે
કોકે રુપાળા હાથે મુજને, ઉંચે ગોખ ચડાવ્યો રે
મુને ચાકડે ખુબ ઘુમાવ્યો રે

સૂરજ ડુબ્યો અંધાર છવાયાં, કોકે મુને, પ્રગટાવ્યો રે
દૂર ન થાય અંધારા જગના, મેં ગોખલો એક ઉજાવ્યો રે
મુને ચાકડે ખુબ ઘુમાવ્યો રે

તેલ ખુટ્યું ને વાટ ખુંટી, મારા સપનાનો અંત ન આવ્યો રે
લાખ દિવા એક જ્યોતમાં દીઠા, સાર જીવનનો જાણૉ રે
મુને ચાકડે ખુબ ઘુમાવ્યો રે

રેતી માંથી રતન (A tribute to my students) – ડો. દિનેશભાઇ ઓ. શાહ

YouTube Preview Image

 

ખોળ્યા મેં અવની આભ ઘણાં
કિધાં મેં સાગર પાર ઘણાં
એક કારણ આ કોણે ઘડ્યાં
મને રેતી માંથી રતન જડ્યાં
ખોળ્યા મેં અવની આભ ઘણાં….

દેશ વિદેશ કે પંથ તણાં
એને ભેદ નથી કોઇ ધર્મ તણાં
હીરા કઠીન આ વજ્ર સમાં
મને રેતી માંથી રતન જડ્યાં
ખોળ્યા મેં અવની આભ ઘણાં….

ઝબક્યા હીરા, અંધાર ઘણાં
એક દીપક, પણ પ્રતિબિંબ ઘણાં
એક જ્યોત માં લાખ દીવા મેં દીઠા
મને રેતી માંથી રતન જડ્યાં
ખોળ્યા મેં અવની આભ ઘણાં….

21 thoughts on “‘વૈજ્ઞાનિક ડો. દિનેશભાઇ ઓ. શાહ માર્ગ’ ની લોકાર્પણ વિધિ

 1. Ramesh Patel

  ડોશ્રી દિનેશભાઈ
  આજનો આ વિશેષ બહુમાન પ્રસંગ ..વતન..ઘર આંગણે અને પોતિકા સ્વજનો.
  સાચે જ ધન્યતા ભર્યો દિન. આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે અભિનંદન.
  કપડવંજ શહેર અને કુંડવાવના તોરણની મારી મીઠી યાદ સાથે…
  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 2. Harish Shah

  Dear Dr. Dineshbhai,

  We are very happy to hear about the news and are offering our heartfelt congratulations to you. Naming a road in your naming is a great achievement and we are very happy for you.
  Congratulations.

  Harish & Hemal Shah
  Lakeland, Florida USA

  Reply
 3. Govind Maru

  વહાલા ડૉ.દીનેશભાઈ,
  વીજ્ઞાન, સમાજ સેવાના ક્ષેત્રે યોગદાન, અને ઔદાર્યને સન્માનવાના આજના અવીસ્મરણીય પ્રસંગે ‘અભીવ્યક્તી’ તરફથી અને ‘અભીવ્યક્તી’ બ્લોગના વાચકમીત્રો તરફથી હૃદયપુર્વક અભીનંદન…
  ટહુકો’ થકી આપના બે ગીતોની મળેલી આ ભેટ ખુબ જ ભાવવાહી રહ્યા.. આપને અને જયશ્રી બહેનને ધન્યવાદ….
  –ગોવીન્દ મારુ

  Reply
 4. k

  આ પ્રસંગે દિનેશભાઇને શુભેચ્છા …..સહુ ટહુકા મિત્રો માટે….આનંદ નો અવસર..
  ગીત, અને સ્વર્ બહુ જ સરસ

  Reply
 5. Ramesh Patel (premormi)

  ડોશ્રી દિનેશભાઈ
  જૈસત્ચિઆન્ંદ
  તમારા આજના બહુમાન પ્રસંગે અને તમારા નામના માર્ગના અનાવરણ વિધી પ્રસગે
  મને બહુજન મેદનીમાં પ્રત્યક્ષ હાજર રહેવાનો આનંદ દાયક મોકો મળતાં ધન્યતા અનુભવી.
  તમારા પોતિકા સ્વજનો,અને ગમના પ્રતિષ્ટીત આગેવાનો સાથે આખું ગામ તમને પુષ્પોથી
  સન્માવી રહ્યું હતું જોઈ ગમે તે માણસની છાતી ગજગજ ફુલ્યા વીના રહેઅજ નહી, રસ્તે રસ્તે
  દરેકા ઘરોના ઝરુખેથી પુષ્પો વર્ષા જોઈને લગતું હતુંકે સ્વર્ગમાં થી પુષ્પ વર્ષા થઈ રહી છે.
  આવો સુખદ લ્હાવો મને સાંપડ્યો એથી મનમાં આનંદનો સાગર ઘુઘવી રહ્યોહોય તેમ લાગ્યું.
  તમને વડોદરાના બધાજ સ્વજનો ,મિત્રો અને મારા વતી ખુબ ખુબ અભિનંદન,
  રમેશ પટેલ (પ્રેમોર્મિ)

  Reply
 6. Rekha shukla(Chicago)

  ડો.શ્રી દિનેશભાઈને વિશેષ બહુમાન પ્રસંગે ખુબ ખુબ અભિનંદન…ઘણા જ ગર્વની વાત છે કે તેઓ આટલા સુન્દર ગીત પણ લખે છે…ફ્રરિવાર ધન્યવાદ..!!!

  Reply
 7. vijay shah

  કીર્તિ તણા કોટડા બંધાય્…
  ખુબ ખુબ અભિનંદન દીનેશ ભાઇ

  Reply
 8. chandrakant Lodhavia

  ‘વૈજ્ઞાનિક ડો. દિનેશભાઇ ઓ. શાહ માર્ગ’ ની લોકાર્પણ વિધિ
  By Jayshree, on December 18th, 2011 in ટહુકો , ગીત. ખૂબ સુંદર યોગ. ગીત “મુને ચાકડે ખુબ ઘુમાવ્યો રે” વિચાર તેમનો ને ખરેખર તેમની સિધ્ધી પણ તેમના વિનય નો પરિચય કરાવે છે. તેઓ જણાવે છે મેં તો એક દિવાની જેમ એક ખૂણો જ ઉજાળ્યો છે. ગીત ની કડી તેમના સ્વભાવનું પ્રતિબિંબ પાડે છે.

  સૂરજ ડુબ્યો અંધાર છવાયાં, કોકે મુને, પ્રગટાવ્યો રે
  દૂર ન થાય અંધારા જગના, મેં ગોખલો એક ઉજાવ્યો રે
  મુને ચાકડે ખુબ ઘુમાવ્યો રે

  એક બીજા ગીત ની ક્ડીં જોઇએ તો તેમના શિક્ષક ને વિધ્યાર્થીઓ સાથેના સબંધો અને તેમની શિક્ષક તરીકેની જવાબદારી વિશે જાણવા મળે છે.

  ઝબક્યા હીરા, અંધાર ઘણાં
  એક દીપક, પણ પ્રતિબિંબ ઘણાં
  એક જ્યોત માં લાખ દીવા મેં દીઠા
  મને રેતી માંથી રતન જડ્યાં
  ખોળ્યા મેં અવની આભ ઘણાં….

  બેન જયશ્રીબેન તેમના વિશે વધુ માહિતિ માટે તેમના વિધ્યાર્થી, સબંધી ને મિત્રો પાસેથી મળશે તો આનંદ થાશે. જ્યારે નિષ્ટાવાન શિક્ષકનું કપડવંજ શહેરની નગરપાલિકા ૧,૩૦૦ દિવડા ‘વૈજ્ઞાનિક ડો. દિનેશભાઇ ઓ. શાહ માર્ગ’ ઉપર પ્રગટાવશે. જાણી ખૂબ જ આનંદ થયો. ૧,૩૦૦ દિવડા પ્રગટાવવા માં કઈંક ગૂઢાર્થ હોય તો જાણ કરશો. તમે અત્રે આ પ્રસંગ ને સ્થાન આપી ખૂબ પ્રશંનિય કાર્ય કર્યું છે. ધન્યવાદ.

  ચન્દ્રકાન્ત લોઢવિયા.

  Reply
 9. ashwi n

  અભિનન્દન્!!

  ધન્યવાદ્ કેમ્કે, આપે આ શ્રુસ્તિને દરેક પ્રકારનિ ભવ્ય મદદ કરિ!!

  Reply
 10. sandip

  Respected Dineshbhai,

  What an ocassion in ones life – when not cast but complete town comes to honor you. It great to know you.
  Many congratulations from one of your own Kapadwanji.

  Sandip

  Reply
 11. Fulvati Shah

  પ્રિય જયશ્રિબેન અને અમિતભાઈ
  આપે શ્રી દિનેશભાઈના માર્ગ લોકાર્પણ વીધિના સમાચાર આપી, અમારા ભાઈ/બેનના આનન્દમા ઘણો વધારો કર્યો છે. કપડવંજની
  જનતાએ કપડવંજના પનોતા પુત્ર ડો.દિનેશભાઈનુ પ્રેમ અને ઉમળકા સાથે બહુમાન કર્યુ તેનો અમને ખુબજ આનન્દ થયો છે.ધન્ય
  છે કપડવંજવાસીઓને અને એમની કદરદાનીને! આ પ્રસંગે મારા ગામવાસીઓનો હુ ખુબ ખુબ આભર માનુ છુ. તેમજ આપનો પણ આભાર વ્યક્ત કરુ છુ.મારા ભાઈની સીધ્ધીઓ અને તેના કાર્યો માટે હુ ગૌરવ અનુભવુ છુ અને મારા માતા પિતાને હૃદયથી લાખ
  લાખ વન્દન કરુ છુ.
  લિ. ફુલવતી શાહ.

  Reply
 12. Fulvati Shah

  પ્રિય જયશ્રિબેન અને અમિતભાઈ
  આપે શ્રી દિનેશભાઈના માર્ગ લોકાર્પણ વીધિના સમાચાર આપી, અમારા ભાઈ/બેનના આનન્દમા ઘણો વધારો કર્યો છે. કપડવંજની
  જનતાએ કપડવંજના પનોતા પુત્ર ડો.દિનેશભાઈનુ પ્રેમ અને ઉમળકા સાથે બહુમાન કર્યુ તેનો અમને ખુબજ આનન્દ થયો છે.ધન્ય
  છે કપડવંજવાસીઓને અને એમની કદરદાનીને! આ પ્રસંગે મારા ગામવાસીઓનો હુ ખુબ ખુબ આભર માનુ છુ. તેમજ આપનો પણ આભાર વ્યક્ત કરુ છુ.મારા ભાઈની સીધ્ધીઓ અને તેના કાર્યો માટે હુ ગૌરવ અનુભવુ છુ અને મારા માતા પિતાને હૃદયથી લાખ
  લાખ વન્દન કરુ છુ.
  લિ. ફુલવતી શાહ.

  Reply
 13. ભાગ્યેશ જહા

  પ્રિય દિનેશભાઈ,
  સૌ પ્રથમ તો અભિનંદન.
  તમે જે ‘ગોખલો ઉજાવ્યો’ તેનું અજવાળૂં અમે સૌ અનેક વર્ષોથી અમે પામી રહયા.
  આવવાની ઇચ્છા હતી પણ અન્ય કાર્યક્રમોને કારણે મળી શકાયું નહેીં. ક્યાંક મળીએ તેવી પ્રાર્થના.
  ફરી એકવાર, અમને તમારા માટે ગૌરવનેી લાગણી થાય છે.
  ભાગ્યેશ.

  Reply
 14. Tushar Shukla

  Respected Dineshbhai, you deserve it..a simple and loving and honest personality..a poet by heart too. vandan.

  Reply
 15. upendraroy

  Bhagyashali and Punyashali dr. Dineshbhai !!!

  Dhanyavad to your Parents and Kadardan
  Kapadvanj na Loko,for recognising the virtues and rare qualities of His one of the persons,whose Saraswati Puja has paid them great dividends.Kapadvanj is indeed grateful and must take proud.There is somethin
  in their Vatrak Pani.
  I know Kapadvanj as a birth place of Kavi Rajendra shah and as a abode of deserving Jain shreshthi and birth place of Pujya acharya Dolat Sagar Maharaj saheb,who is Gachhadhipati of Sagar samuday,presently.I know Shri sharadbhai shah,who brought Broad Guage Rly. line in Kapadvanj.
  I shall be highly obliged,if,I may get to know more in details about Dr. Dineshbhai’s biography.It must be inspiring to induce motivation to coming generation.If,anything in hard copy is available,would love to procure to enable me to tell the life journey of dr. Dineshbhai to the world.
  My sincere congratulations and Good Luck to Dr. Dineshbhai !!
  May God grants him long heallthy life to acheve more to make mankind happier !!!
  God bless his family !!
  i enjoyed his two songs.Hats off to Him !!!
  Upendraroy Nanavati

  Reply
 16. વિવેક ટેલર

  શ્રી દિનેશભાઈને અઢળક મબલખ અબિનંદન !!

  આ વર્ષે મે મહિનામાં ઓર્લેન્ડોના એરપૉર્ટ પર હું મારો ખોવાઈ ગયેલો કેમેરો શોધી નિષ્ફળ વદને પરત ફરતો હતો ત્યારે મારી બાજુના એસ્કેલેટર પરથી કોઈએ મને ‘ડૉ. વિવેક’ કહી બોલાવ્યો… એ હતા ડૉ. દિનેશભાઈ ! અમેરિકા જેવા વિશાળ દેશમાં આ રીતે કોઈ મિત્ર મળી આવે એ કેવું આશ્ચર્ય !

  Reply
 17. Padmaben & Kanubhai Shah

  મોટીબેનના હૈયામાં ઉછળતા આનંદ સાગરના મોજાઓ સહ

  ભાઈ દિનેશભાઈને હાર્દિક અભિનંદન

  મારા નાના ભાઈ ચિ. દિનેશભાઈને એમના સત્કર્મની સોહામણી
  સદ્વૃત્તિના વેગવાન વહેતા સેવા કાર્યોની કદરરૂપે કપડવણજ વાસીઓ
  તરફથી અપાતા સન્માનના શુભ પ્રસંગે અમારી હાર્દિક શુભેચ્છાઓ.
  ચિ. દિનેશભાઈને પ્રભુ તંદુરસ્તી ભર્યું દીર્ઘાયુષ્ય અર્પે તે પ્રાર્થના સહ
  અભિનંદન અને અનેક સત્કાર્યો કરવાની તેમને શક્તિ આપે એ
  શુભકામના.

  ઓ મારી માડી જાયા વીરા, શત શત અંતરના અભિનંદન
  સત્કાર્યોની છે આ સફળતા, સિદ્ધિના સોપાન કર્યા સંપાદન
  વ્યાપી માતૃ ભક્તિ રગરગમાં, જન્મભૂમિ કદીયે ના વિસર્યા
  નિ:સ્પૃહ દાનની વહી સરિતા, બેની દે હૃદયના અભિનંદન

  તવ કોમળ હૃદયે કરૂણા છલકે, તમારૂ મુખડુ સદાયે મલકે
  વિદ્યાદાનના વારી વહેતા વેગે, વિદ્યાર્થી પામ્યા શ્રદ્ધા ને સ્નેહ
  સંસ્કાર દીપાવ્યા માતપિતાના,જન્મભૂમિના ગાતા કણ કણ
  રેંટીયો સુતરની આંટીનો નિયમ,સૌના હૈયે હૂંફાળા સંસ્મરણ

  બાલ્યવયે શ્રમયજ્ઞ કર્યા અનેક, વિજ્ઞાનના સંશોધન કીધા અનેક
  માનવતાનો આ જળહળ દિવડો, જગમાં સોહે આ તેજસ્વી એક
  મા શારદા, અર્ધાંગીની સુવર્ણા, દેતા ભાઈને શ્વાસે શ્વાસે ઉષ્મા
  અમર રહો, અખંડ વહો, નિરંતર સત્કાર્યોની તુજ અભિલાષા

  મોટીબેનના આશિષ
  પદ્માબેન કનુભાઈ શાહ

  Reply
 18. Sangita

  Congratulations to Dr. Dineshbhai Shah! Being recognized for your service and contribution in field of science by having a road named after you is a great achievment. Very happy for you.

  Reply
 19. Nimisha Parikh

  Dear Motamama,

  We are so proud of what you have achieved and given back to the community! We hope all of us can learn from these and do our best in life! You’re a real hero of the Shah Family and truly a role model for all of us and future generation!

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *