હોમસિકનેસ – પન્ના નાયક

આ કવિતા સાથે કવિ શ્રી ભગવતીકુમાર શર્માનો આ શેર ચોક્કસ યાદ આવે…
મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે;
હતા આપણે મૂળ તડકાના માણસ.

….અને સાથે બીજું શું અને કેટલું યાદ આવે એની તો વાત જ નથી કરવી..!

*****

મેં ટ્રોપિકલ છોડને જડમૂળથી ઉખેડી
અહીં પરાઈ શીતલ ભૂમિમાં
રોપી તો દીધો
અને
એ છોડે જીવવાનો નિર્ધાર પણ કરી લીધો.
છતાં
અહીં જ્યારે વસંત ચેરી બ્લોસમ્સથી રંગાઈ જાય છે
ત્યારે
મારું મન કેસૂડે મોહે છે.
ગ્રીષ્મનાં ગુલાબ ધરા પર પોતાના બિસ્તર બિછાવી દે છે
ત્યારે
હું ગુલમોરની યાદથી આંખ લાલ કરીને રોઉં છું.
અહીં બારે માસ વરસાદ પડે છે તોય
ત્યાંના જેવી વર્ષાઋતુની મઘમઘતી સોડમ
ક્યારેય શરીરે ચોંટતી નથી.
અષાઢનો શબ્દ જ અહીં નથી ને!
અહીં બધું જ છે
છતાં કંઈ જ નથી.

હું હોમસિક થઈ ગઈ છું.
થાય છે
બધું ઊઠાવીને ઘેર જાઉં
પણ
હવે મારું ઘર ક્યાં?
મારું
ઘર ક્યાં?

— પન્ના નાયક

24 replies on “હોમસિકનેસ – પન્ના નાયક”

  1. હું હોમસિક થઈ ગયો છું.
    થાય છે
    બધું ઊઠાવીને ઘેર જાઉં
    પણ
    હવે મારું ઘર ક્યાં?
    મારું
    ઘર ક્યાં

  2. પાન્ના બહેન નિ કવિત ખુબ્જ ગમિ.
    ગુજરતિ મન લખવનુ આવ્દતુન નથિ.

  3. સરસ…વાતની સ..રસ રચના..ગમે તેમ તોયે આપણે કહીયે છીએ ને કે ધરતી નો છેડો ઘર હોમ સ્વીટ હોમ.વાહ પન્નાબહેન વાહ…..ઘરની યાદો કોને ના સતાવે ?….દિલ દિયા હૈ જાન ભી દેંગે એય વતન તેરે લિયે..

  4. આટઆટલી સગવડતાઓ (net, mobile,Facebook,video-chat)પછી પણ જો ઝુરાપાની આવન-જાવન ચાલ્યા કરે તો
    જેમણે ૫૦-૬૦ વરસ પહેલા દેશ છોડ્યો હશે એમની વ્યથા કેવી હશે. અન્તિમ પન્ક્તિઓ અન્તરસ્પર્શિ.

  5. ગમેતેમ તોયે આપણે કહીયે છીએને કે ધરતિનો છેડો ઘર્ હોમ સ્વીટ હોમ.

  6. બહુ સરસ દિલ દુખવે એવુ. તમે કદિ ન સો જાનિ ને આનન્દ થયો

  7. અહિ જ્યારે વસવાનુ થયું,ત્યારે પહેલી લાગણી એ જ થયેલી..જાણે ઘઉંના ડુન્ડાને ચોખાના ખેતરમાં રોપી દિધો!!

  8. અહીં બધું જ છે
    છતાં કંઈ જ નથી.
    અહેી રહેલ સર્વ નેી લાગણિ નેી સચોટ અભિવ્યક્તિ.
    જેતલેી વાર વન્ચિએ તેટલેી વાર આન્ખો લાલ્ થૈને રહે ને રહે જ્….

  9. હોમસિકનેસ – પન્ના નાયક
    By Jayshree, on December 14th, 2011 in પન્ના નાયક , અછાંદસ |

    ઘણું બધું છે છતાં ખાલીપો લાગે ને માતૃભુમિની યાદ સતાવે દૂર થી સુંદર લાગતું વિદેશી જીવન મૃગજળ સમાન છે વાતને વિદેશિનીએ સુંદર રીતે રજુ કરી છે.
    હું હોમસિક થઈ ગઈ છું.
    થાય છે
    બધું ઊઠાવીને ઘેર જાઉં
    પણ
    હવે મારું ઘર ક્યાં?
    મારું
    ઘર ક્યાં?

    ચન્દ્રકાન્ત લોઢવિયા.

  10. મારી જેવા પરદેશીની હુબહુ વાત..

    .હું હોમસિક થઈ ગઈ છું.
    થાય છે
    બધું ઊઠાવીને ઘેર જાઉં
    પણ
    હવે મારું ઘર ક્યાં?
    મારું
    ઘર ક્યાં?

  11. વતન છોડી પરદેશ વસતાં માનવી ના દિલની ગોપિત વાત બહુ સુંદર અને સરસ રૂપક રૂપે વર્ણવી છે. જેમા એક હું પણ છું

  12. વતન નિ યાદ નુહ્રદય સ્પર્શિ ચિત્ર
    ગુલ્મહોર્ અશાધ માતિનિ મઘ્મઘ્તિ સોદમ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *