.. પણ માધવની વેદના અજાણી – પૂજ્ય ઈંદિરાબેટીજી

શબ્દો – પૂજ્ય ઈંદિરાબેટીજી
સ્વર – સંગીત : કલ્પક ગાંધી

રાધાની વેદના તો દુનિયા એ જાણી પણ માધવની વેદના અજાણી
હૈયા ના ગોખ મહી સાચવી ને રાખી ને હોઠ પર ક્યારેય ના આણી

રાધા એ શબ્દોના બાણ ઘણા માર્યા પણ માધવના ખોલે કંઈ વાણી
વાંસળીના સ્વરમાં પણ વહેતી ના મુકે એ, માધવ તો મનના બંધાણી

માધવની નજરો માં છાનું છાનું જોયું ત્યાં ઝાંખી એ મુજને દેખાણી
ઝળું ઝળું સાવ થતી આંખોમાં વાદળ ને વાદળમાં વેદનાના પાણી

રાધા રે રાધા આ મૂંગા તે માધવની વેદના છે તુજ થી અજાણી
તારી તે પીડાના કોચલામાં તુજને એ કદીયે ના થોડી સમજાણી?!

એક વાર માધવના મનને તું વાંચજે ખૂટશેના આંખોના પાણી
“શ્રાવણી” તો શ્રાવણના જળમાં જઈ ડૂબી કે કોણ એને બ્હાર લેશે તાણી?

29 replies on “.. પણ માધવની વેદના અજાણી – પૂજ્ય ઈંદિરાબેટીજી”

 1. Vijay Bhatt ( Los Angeles) says:

  વાહ્.. સરસ ક્રુષ્ણ ગીત્..

 2. એક વાર માધવના મનને તું વાંચજે ખૂટશેના આંખોના પાણી
  “શ્રાવણી” તો શ્રાવણના જળમાં જઈ ડૂબી કે કોણ એને બ્હાર લેશે તાણી?
  ખુબ સુન્દર શબ્દોની રચના…!!

 3. Nayan says:

  તમે નિચેનુ ગિત મુક્શો
  આર ર ર ર બાલુડા બાપલા હજો, જનનિ મા હવે સ્વર્ગમા જશે

  અરે હો ભોલા સ્વમિ પ્રથમથિ હુ જન્તિ હતિ

  • Nayan says:

   તમે નિચેનુ ગિત મુક્શો
   આર ર ર ર બાલુડા બાપલા હજો, જનનિ મા હવે સ્વર્ગમા જશે

   અરે હો ભોલા સ્વમિ પ્રથમથિ હુ જન્તિ હતિ

   This is my second request, if you cannot get above songs please e-mail me at nk1519@aol.com. If you locate and once you put it on your site please inform me so I can listen them.

   Thank you,

 4. સુંદર કલ્પના અને સુમધુર ગાયકી…

 5. સુંદર કલ્પના,સુંદર શબ્દો અને મઝાનું ગીત.

 6. Suresh Vyas says:

  સરસ !

  પૂર્ણ પુરુશ પરમાત્મા ક્રિશ્ન સર્વગ્ન છે.
  તેને કોઈ પૂર્ણ રિતે જાણિ શક્તુ નથિ.
  તેના ભક્તો અને ખાસ કરિને રાધા તેને સૌથિ વધુ જાણે છે.
  તેથી ભક્તો ક્રિશ્ન ને સમજવા કે તેનિ ક્રુપા લેવા રાધાનિ મદદ માગે છે.

  ‘સ્કન્દ’

 7. “રાધાની વેદના તો દુનિયા એ જાણી પણ માધવની વેદના અજાણી
  હૈયા ના ગોખ મહી સાચવી ને રાખી ને હોઠ પર ક્યારેય ના આણી”

  એટલા માટે તો એ માધવ છે ને જગમાં પૂજાય છે.

 8. amirali khimani says:

  મઝાનુ ગિત યુગો વિતિ ગયા પણ રાધા અન્ને ક્રિશ્ન્ના હયામા વસે છે.આ જગત નો કોઇ એવો ખુણો નાથિ જ્યા કોઇ લોર્ડ ક્રિશ્ના થિ અજાણ હોય. ગિતા યુગ યુગ થિ વનચાય છે જે શ્રિ ક્ર્શ્ન્નાનો બોધ જગત માટે છે જે મહાભારત મા અર્જુન ને બોધ રુપે આપેલ એ એક સદા અમર વાણિ છે. દરેક ધર્મ મા માન્વા વાલા ગિતાનુ વાન્ચ્ન કરે છે.

 9. manvantpatel says:

  ઝટ દૈને સમજાય એવુઁ ગીત….
  હવે માધવને કોણ મનાવશે ?
  રાધા ઢૂઁઢ રહી કિસી ને
  મેરા શ્યામ દેખા ???

 10. આજ વાતો , હરકે પુરુશ ના મન નિ વાતો ……………….રાધાજિ ………તમે ……..જરાક ..સમ્જો ……………….વન્દન …..પુજ્ય ઇન્દિરબેતિજિ ને ………………..અભિનદન ………….પ્રનામ

 11. vimala says:

  “માધવની નજરો માં છાનું છાનું જોયું ત્યાં ઝાંખી એ મુજને દેખાણી
  ઝળું ઝળું સાવ થતી આંખોમાં વાદળ ને વાદળમાં વેદનાના પાણી
  પણ માધવની વેદના અજાણી…..”
  સર્વાન્ગ સુન્દર શબ્દો,સન્ગેીત અને સ્વર્….
  કાવ્ય સામ્ભલ્તા “ક્રુશ્નાયન્”-કાજલ ઓઝા વૈદ્યએ વ્યક્ત કરેલ ક્રુશ્નનેી વેદના યાદ આવિયા વિના રહે ખરેી?
  આભાર .

 12. komal says:

  હ્ર્દય ને સ્પર્શિ ગયા શબ્દો……..

 13. Indira Adhia says:

  આવુ શ્રિમાધવનુ દર્દ તો કોઇક જ સમજી શકે. માધવની વેદનાને પુજ્ય શ્રીઈન્દીરા બેટીજીએ અતિ સુન્દર શબ્દોમા વરણ્વી ધન્ય કરી દીધા.આભાર!

 14. d[pti says:

  એક વાર માધવના મનને તું વાંચજે ખૂટશેના આંખોના પાણી..

  હ્ર્દયસ્પર્શિ શબ્દો…કાજલ ઓઝા વૈદની “ક્રુષ્ણાયન” યાદ આવી ગઇ…

 15. arvind patel says:

  very very nice & sweet. thank you.

 16. hirabhai says:

  ખુબ સરસ રચના.

 17. dipti says:

  હ્ર્દય ને સ્પર્શિ ગયા શબ્દો……..

  એક વાર માધવના મનને તું વાંચજે ખૂટશેના આંખોના પાણી..

  હ્ર્દયસ્પર્શિ શબ્દો…કાજલ ઓઝા વૈદની “ક્રુષ્ણાયન” યાદ આવી ગઇ…

 18. pravin halani says:

  વાહ વાહ્…..સુન્દર રચના….સુન્દર …અતિ સુન્દર

 19. Minesh Shah says:

  ખુબ સુન્દર રચના અને કલ્પકે તો કમાલ કરી છે ગાવામાં….

 20. શબ્દ અને સૂર નો અદભૂત સાયુજ્ય
  કલ્પકભાઈ નો ખૂબ ખૂબ આભાર. માધવની ભાષા સમજી એને વાંચી અને અમને સંગીતમય રીતે સમજાવવા બદલ આભાર – અમિત ત્રિવેદી

 21. rohit oza says:

  સુન્દર અને અદ્ભ્ત ગિત્. ધન્યવાદ્.

 22. Sahaj says:

  Excellent poetry find equally delicate interpretation in your composition and presentation. My compliments Kalpakbhai.

 23. રાધા એ શબ્દોના બાણ ઘણા માર્યા પણ માધવના ખોલે કંઈ વાણી
  વાંસળીના સ્વરમાં પણ વહેતી ના મુકે એ, માધવ તો મનના બંધાણી”

  માટે જ તો એ માધવ છે જે મન ના ગોપિત ભાવ ને સમજે છે.
  સુંદર રચના અને સુંદર લય.

 24. Kiran Chavan says:

  Nice song..

 25. राजेन्द्र शाह says:

  आ रचना श्रावणी आल्बम मां समाविष्ट छे। ए वर्झन मूकवा विनंती !

 26. Dilip Seta says:

  Very Nice krishna song
  And Explain Krishna Vedna

 27. રાજેન્દ્ર આર. શાહ 'સ્વપ્નિલ' says:

  સુંદર !
  શ્રાવણી આલ્બમ માં રૂપા બાવરીના સ્વર માં સુંદર રજૂઆત થયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *