સ્વર –સ્વરાંકન : શૌનક પંડ્યા
જીંદગીમાં ચાલતાં પળવાર અટકી જોઈએ
ફૂલ ખીલ્યું જોઈને થોડુંક હરખી જોઈએ
શક્ય છે કે બાળપણ મુગ્ધતા પાછી મળે
થઇને ઝાકળ પાંદડીનો ઢાળ લસરી જોઈએ
આ ઉદાસીને નહીંતર ક્યાંક ઓછું આવશે
આંખ ભીની થઇ ગઇ છે સહેજ મલકી જોઈએ
– યામિની વ્યાસ
[…] […]
ખુબ સરસ!!!
what a fantastic GAZAl….. hats off to yaminiben…keep it up….
best wishes for next…
pale pal no badlav – i listen atleast once every day
yamini & shaunak – your duo gr8 !
very nice. Sweet voice.
thank you.
Gayaki Jagjitsinh ne malati aave chhe.Gazal, Gayaki banne bahu sundar.
સુંદર ગઝલ અને ગાયકી!
જોકે બીજા શે’રના ઉલા મિસરામાં છાપ-ભૂલ જણાય છે અને ગાયકે પણ ‘બાળપણ મુગ્ધતા’ ગાયું છે, જે ‘બાળપણની મુગ્ધતા’ હોવું જોઈએ.
છંદ પ્રમાણે પણ બીજો શે’ર આ મુજબ હોવો જોઈએ, જે મૂળ ગઝલ જોવાથી ખ્યાલ આવશે.
શક્ય છે કે બાળપણની મુગ્ધતા પાછી મળે
થઇને ઝાકળ પાંદડીનો ઢાળ લસરી જોઈએ!
સુધીર પટેલ.
સુંદર રચના… સ્વરાંકન અને ગાયકી પણ ગમી જાય એવા…
‘આંખ ભીની થઇ ગઇ છે સહેજ મલકી જોઈએ’ સરસ યામિનીબેન, ગમ્યુ.
‘આંખ ભીની થઇ ગઇ છે સહેજ મલકી જોઈએ’ ખુબ જ સરસ યામિનીબેન, ગમ્યુ.
ખુલ્લી આંખે પડખું ગઈકાલમાં ને ભડકે બળે ભાવિ,જીવી લે ને જીવન તું આજમાં…તો પણ ચાલો શ્રીમતી યામિનીબેન સાથે આપણે મલકી જોઈએ..!!