રમવું હોય તો રમજો રાજા ! – સુરેશ દલાલ

 ar117738591294226

રમવું હોય તો રમજો રાજા ! ખુલ્લી બાજી રાખીને,
છાનગપતિયાં કરવાં એ તો શોભે નહીં અલગારીને.

ધરતીને નહીં ઢાંકપિછોડો
ખુલ્લું છે આકાશ,
છળકપટના શ્વાસમાં છેવટ
હોય નહીં કોઇ હાશ.

મુજરો શાને કરવો આપણે સાચું-ખોટું નાચીને ?
રમવું હોય તો રમજો રાજા ! ખુલ્લી બાજી રાખીને.

આપણે સાથે રમવા બેઠાં
એનો છે આનંદ,
બાજી છે : પણ નહીં બાજીગર
નહીં શ્રીમંત કે રંક.

હસતાં હસતાં રમીએ રાજા ! દંભને સદા ફગાવીને,
રમવું હોય તો રમજો રાજા ! ખુલ્લી બાજી રાખીને.

અંચઇનું કોઇ નામ નહીં
કે અંચઇનું કોઇ કામ નહીં, 
કોઇ હુકમનું પાનું નહીં
ને કોઇ અહીં ગુલામ નહીં.

કરો પ્રતીક્ષા રઘુરાયની શબરીનાં બોર ચાખીને,
રમવું હોય તો રમજો રાજા ! ખુલ્લી બાજી રાખીને.

4 replies on “રમવું હોય તો રમજો રાજા ! – સુરેશ દલાલ”

 1. 'Dev' says:

  suresh dalal hamesha urmi o na kavi rahya che..ahiya pan nikhalasta ni vaat kevi nikhalasata thi ke che..aameya gujarati bhasha nu saundarya j etlu prabhavi che ne!! ane upar thi suresha dalal jeva kavi o ni feelings…!

 2. asha says:

  superb!!!!
  superb!!!!
  હસતાં હસતાં રમીએ રાજા ! દંભને સદા ફગાવીને,
  રમવું હોય તો રમજો રાજા ! ખુલ્લી બાજી રાખીને.
  maza avi!

 3. ashalata says:

  બાજી છે-પણ નહી બાજીગર
  નહી શ્રીમત કે રક———
  ઘણુ જ સુન્દર
  મજા આવી ગયી.

 4. parikshit s. bhatt says:

  વાહ!ખુલ્લી વાત….ખુલીને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *