એકવેળા આપને મેં દઈ દીધેલું દિલ, હજુયે યાદ છે
ને પછી ભરતો રહયો’તો હોટેલનાં બિલ, હજુયે યાદ છે
પ્રિયતમ! હા,તારા ચહેરા પર હતા એ ખિલ હજુયે યાદ છે
મારા પૈસે તેં ઘસી બેફામ ક્લેરેસીલ હજુયે યાદ છે
સાયકલ અથડાવીને સોરી કહ્યાની સ્કીલ હજુયે યાદ છે
ને પછીથી સાંપડેલી સેન્ડલોની હીલ હજુયે યાદ છે
માનતો’તો હું કે પૈંડા બે જ છે સંસારરથનાં હું ને તું
ને પાડોશમાં હતા તારાં ઘણાં સ્પેરવ્હીલ હજુયે યાદ છે
જામ લખેલી છે બાકી
વાહ ભાઈ વાહ મજા આવી ગઈ.
I think it hapens again and again Hajue yaad chhe
એક દમ મસ્ત
અરે વાહ મજા આવિ ગઇ…………!!!!!!!!!!!!
Really liked it. Never read Hazal before.
Thanks.
સુન્દર
અતિ સુન્દર
જુની વાતો વાચીને સ્મિત આવી ગયુ
સુંદર હઝલ…
[…] હજુયે યાદ છે – રઈશ મનીયાર […]
hillarious!!!!!
તમારી હજુએ યાદો છે.