પહેલેથી આંકેલો ચીલો ચીંધ્યો ને કહ્યું
જોઇ લે આ જ તારો રૂટ છે
પછી એને આંગળીથી અળગી કરીને કહ્યું
હવે તને ચાલવાની છૂટ છે
આમ તો મારગ છે સીધો પણ ઢાળ પર
મળી જાય ફૂલ કે પતંગિયા
તોય દોડવું નહિ ને ફૂલ તોડવું નહિ
ને વળી ખિલવાની વાતે નનૈયા
મોટેથી હસવાની અમથી છે ના
આમે એના ક્યાં કારણ લખલૂટ છે
આખું આકાશ એની આંખમાં સમાય
પણ પાંખોમાં પીંછા તો ચૂપ
ઊડવું હો દૂર તોય ટોળામાં રહીને
સાવ બીબામાં ઢાળેલા રૂપ
પીંછા તો ખેરવ્યાં પણ બહુબહુ તો પાલવથી
પહોંચ્યા જ્યાં પંજાબી સૂટ છે
દઇ દીધો દરિયો પણ તરવાની ના
અને રમવું પણ ફેંકવો ન પાસો
આવી વાતોમાં જોજે આંસુ તો દૂર
ક્યાંય સરે નહિ એકે નિસાસો
બાકી ભીતરમા મોજાં તો એવા ઉછળે
એનાં એકમ ના મીટર ના ફૂટ છે
આજે બરાબર એક વર્ષ થયુ. ખુબજ દુખ સાથે લખવુપડેછે કે મનોગ્ના આપણી વચ્ચે નથી.ગઈ કાલેજ …………………..
પ્રદીપ શેઠ
ભાવનગર
૧૪ ..૧…૨૦૦૯
મનોગ્ના અભિનન્દન્
સરસ ગીત!
નારીના મનોજગતનુ વાસ્તવિક પ્રતિબિમ્બ———-
સુંદર કવિતા.મને નીચેની પંક્તિ ખુબ ગમી.
દઇ દીધો દરિયો પણ તરવાની ના….
તુહિન -વેણુ
wah manognya.. shu sunder rite apno uchher kahi batavyo che..dikrine aakhu aakash apine udvani manai che te avastha strij samji shake..
ghanu sunder kavya che..
બાકી ભીતરમા મોજાં તો એવા ઉછળે
એનાં એકમ ના મીટર ના ફૂટ છે
ખરેખર ભીતરમાં આશા, ઉમંગ, ને પ્રેમના જે મોજાં ઉછળે છે, તે અમાપ છે, તેને માપના કોઇ એકમથી માપી શકાય નહીં.
સુંદર ગીત!
લય ને તાલની ગોઠવણી સુંદર છે,
ને સુંદર રજુઆત!
અભિનંદન!
really nice and touching,
the reality of the child’s growing age , particularly of girls.
someone like me