કીને કાંકરી મોહે મારી રે – મીરાબાઇ

આ મઝાનું પદ mp3 file અને શબ્દો લખી ટહુકોના ભાવકો માટે મોકલવા બદલ શ્રી લલિતભાઇનો ખૂબ ખૂબ આભાર.

રચના : મીરાબાઇ
સ્વર : કૌમુદી મુનશી
સંગીત : નાનજી ભાઇ મિસ્ત્રી

કીને કાંકરી મોહે મારી રે
જદુપતિ જલ ભરવા દો (2)

સાવ સોનાની ઝારી અમારી
રતન જડિત રઢીયાળી
સાસુ રિસાળ મોરી નણદી હઠીલી
દિયર દે મોહે ગારી રે …..
જદુપતિ જલ ભરવા દો …કીને કાંકરી …..

કદમ્બ તળે કહાના રાસ રમે ને
નાચે રાધા પ્યારી
મીરા કહે પ્રભુ ગિરિધર નાગર
ચરણ કમળ જાઉ વારી રે
જદુપતિ જલ ભરવા દો . …કીને કાંકરી ….

8 replies on “કીને કાંકરી મોહે મારી રે – મીરાબાઇ”

 1. મીઠુઁ મધુરુઁ ગેીત અને ગાન.
  આભાર !

 2. મીઠુઁ મધુરુઁ ગેીત અને ગાન !
  આભાર !

 3. Rekha shukla(Chicago) says:

  કીને કાંકરી મોહે મારી રે
  જદુપતિ જલ ભરવા દો …મને તો આ વાંચીને યાદ આવી ગયુ આ ગીત…ને મજા પડી ગઈ..!!!

  કંકરીયા માર કે જગાયા…કલ તુ મેરે સપનોમે આયા બાલમા તુ બડા વો હૈ
  સોઇ થી મે જર ખોઈ થી મે..નીંદ તુટી મેરી તો બડા રોઇ થી મે…
  મેરે રોને પે તુ મુસ્કુરાયા બાલમા તુ બડા વો હૈ…

 4. Maheshchandra Naik says:

  આનદ આનદ થઈ જાય એવુ મધુર ગીત અને સરસ સંગીત, ખુબ આભાર…………..

 5. ક્ૌમુદેીબેન ના ઘણા ગેીતો થી પરીચિત પણ આ પહેલી વાર સાંભળ્યુ. ઠુમરી જેવી મઝા આવી. રાજશ્રી ત્રિવેદી

 6. Dr.Narayan Patel-Ahmedabad says:

  Nice Meerabai song by Smt Kaumudi munshi.enjoyed it
  Dr Narayan Patel Ahmedabad

 7. sagar says:

  શું કરવું છે મારે ,શું રે કરવું છે ?
  હીરા માણેકને મારે ,શું રે કરવું ?
  મોતી ની માળા રાણા ,શું રે કરવી છે?
  તુલસી ની માળા લઈને પ્રભુ ને ભજવું છે રે .

 8. Bhadresh Joshi says:

  ame re mahiyari brij ni ? shun puth lo chho hamari

  mira na swami ne paye re lagun, paye lagun vari vari re

  jadupati jal bharava do

  I am missing my wife.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *