જોગી ચલો ગેબને ગામ – વેણીભાઇ પુરોહિત

આજે સ્વરકાર શ્રી પરેશ ભટ્ટનો જન્મદિવસ..! પરેશ ભટ્ટ એટલે ગુજરાતી સંગીતજગતને મળેલી એક અનન્ય ભેટ – જેની ખોટ ગુર્જરધરા ને હંમેશા સાલશે.. એમના સ્વરાંકનો થકી એ હંમેશા આપણી વચ્ચે રહેશે જ… આજે એમને ફરી યાદ કરી એમને શ્રધ્ધાંજલી સાથે માણીએ એમના પોતાના સ્વરમાં કવિ શ્રી વેણીભાઇ પુરોહિતની આ રચના..

સ્વર – સંગીત : પરેશ ભટ્ટ

તું પોતે છે પરમપ્રવાસી... Photo by P.R.Joshi (Annapurna Circuit Trek May 2011)

તું પોતે છે પરમપ્રવાસી... Photo by P.R.Joshi (Annapurna Circuit Trek May 2011)

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

જોગી ચલો ગેબને ગામ,
સમય પોતે છે પ્રશ્નવિરામ, સમયનું ક્યાં છે પૂર્ણવિરામ?

સુખને દુઃખનું સંગમ તીરથ જીવન એનું નામ,
આવન જાવન ગહન અનાદિ કરવું પડે શું કામ?
જોગી ચલો ગેબને ગામ..

તપ લેખો તો તપ છે જીવન, નહીંતર તીખો તાપ,
મુસિબતોને પાર કરે તે સુખિયો આપોઆપ.
પોતામાં સુખ શોધીને કર, પોતાને જ પ્રણામ..
જોગી ચલો ગેબને ગામ..

ડાબા જમણા ખભા ઉપર છે કઈ ભવભવનો ભાર,
પાપ પુણ્યની વચ્ચે ચાલે અરસપરસ સંહાર.
તું પોતે છે પરમપ્રવાસી, તું જ પરમનું ધામ..
જોગી ચલો ગેબને ગામ..

– વેણીભાઇ પુરોહિત

22 thoughts on “જોગી ચલો ગેબને ગામ – વેણીભાઇ પુરોહિત

 1. Suresh Vyas

  સરસ!

  “પોતામાં સુખ શોધીને કર, પોતાને જ પ્રણામ..”

  બીજાના દુઃખ દૂર કરીને કર રાજી તુ રામ.

  Reply
 2. Maheshchandra Naik

  ભજનમા સરસ વાત કરી છે, જીવન એટલે સુખ અને દુખનુ સંગમતીર્થ એ શબ્દોમા બધુ જ આવી જાય છે….કવિશ્રી વેણીભાઈને શ્રધ્ધાસુમન અને સ્વારાંકન માટે શ્રી પરેશભાઈને લાખ લાખ સલામ…….અને ગુજરાત એમના વગર સુગમ સંગીતમા ખાલીપો અનુભવી રહ્યુ હોય એવુ અનુભવવા મળે છે….

  Reply
 3. Dinesh Pandya

  વેણીભાઈ પુરોહિતની આ રચના જેટલી સુંદર છે તેવાં જ પરેશ ભટ્ટનાં સ્વર-સંગીત છે.
  ગુજરાતી સુગમ સંગીતના અતી લોકપ્રિય ગીતોમાંના ‘એકલ દોકલ વરસાદે…’ના સ્વરકાર સ્વ.પરેશ ભટ્ટને તેમના જન્મદિવસે આ રીતે યાદ કરી શ્રધ્ધાંજલી આપવા બદલ ધન્યવાદ.

  દિનેશ

  Reply
 4. Vinod Malani

  Jaishree,
  what a nice Divineful /spiritual /soft/sweet/nice composition …
  like it’s last” antra ” – Daba jamana khbha….tunj param dham…

  once again thank you jaishree for your unconditional sewa to our community….
  have a nic day

  Reply
 5. કલ્પનાબેન સ્વાદિયા/દિગંબરભાઇ સ્વાદિયા

  સુંદર અને ભાવવાહી રચના માટે ટ હૂકોને

  અભિનંદન

  Reply
 6. Rekha shukla(Chicago)

  તું પોતે છે પરમપ્રવાસી, તું જ પરમનું ધામ..પોતામાં સુખ શોધીને કર, પોતાને જ પ્રણામ..કેટલુ સાચું તથ્ય કહ્યું છે અહીં..!!ઘણી સુન્દર રચના.

  Reply
 7. hitesh

  સુફી ક્ક્ષા નુ આ ગીત …સ્વર્ગ ની અનુભુતિ કરાવે છે…

  ગુજરતી સહિત્ય મા આવા હજી કેટલા ખઝાના ધરબાયેલા હશે….

  જય શ્રી બેન.., U r doing wonderful job…
  One compliment from non-gujju..,
  I feel proud when my non-gujarati friend says sadly that they don’t have any site with such a wonderful collections and updates…

  We are Lucky .., Jay Shree ben…

  Reply
 8. shaila Munshaw

  “તપ લેખો તો તપ છે જીવન, નહિતર તીખો તાપ”
  વાહ શું સુંદર ભાવ થોડા જ શબ્દોમા. જીવન જીવવાનુ રહસ્ય વેણીભાઈ એ આ ભજનમા સરળ શૈલી મા ગુંથી લીધું છે.

  Reply
 9. Dharmendra Shah

  Happy to hear song in voice of Shri Paresh Bhatt himself.Even without of much instruments, it give pleasure. Keep it up.

  Reply
 10. sudhir patel

  સુંદર ગીત અને એવું જ મધુર સ્વરાંકન!
  સ્વ. પરેશ ભટ્ટને હાર્દિક શ્રધ્ધાંજલી!
  સુધીર પટેલ.

  Reply
 11. RITA SHAH

  યહ જો હે જિન્દગી.
  કિસીકી મુસ્કુરાહટો પે હો નીસાર, કિસીકા દર્દ લે સકે તો લે ઉધાર.
  કિસીકે વાસતે હો તેરે દિલ મે પ્યાર, જીના ઇસીકા નામ હે.

  Reply
 12. RASESH JOSHI

  સ્વ. પરેશ ભટ્ટને હાર્દિક શ્રધ્ધાંજલી!

  Reply
 13. dr.d.c.ranpara

  ૨૫ જુન પચહહિ મને એકેય પોશ્ત મલિ નથિ
  dr. d. c. ranpara
  muli-dist.surendranagar

  Reply
 14. varsha jani

  “તપ લેખો તો તપ છે જીવન, નહિતર તીખો તાપ”
  તું પોતે છે પરમપ્રવાસી, તું જ પરમનું ધામ..
  જોગી ચલો ગેબને ગામ….
  સમય પોતે છે પ્રશ્નવિરામ, સમયનું ક્યાં છે પૂર્ણવિરામ?
  સુંદર ભાવ, સુંદર શબ્દો, સુંદર સ્વરાંકન,સુંદર સંગીત.
  સ્વ. પરેશ ભટ્ટને હાર્દિક શ્રધ્ધાંજલી.

  Reply
 15. માવજી મહેશ્વરી

  વર્ષો પહેલાં મારી પાસે એક કેસેટ હતી. સ્વ. પરેશ ભટ્ટને એ કેસેટ દ્વારા મન ભરીને માણ્યા છે. આજે અચાનક એ ક્ષણો યાદ આવી ગઈ. શું સ્વરની બાંધણી છે !

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *