ખડકી ઉઘાડી હું તો અમથી ઉભી’તી – વિનોદ જોષી

વિનોદ જોષીની આગવી શૈલીનું વધુ એક ગીત.. ગીત સાંભળતા પહેલા એકવાર ફક્ત શબ્દો વાંચશો તો કવિની કલ્પનાનો જાદુ તરત દેખાશે. એક કવિ જ્યારે પાનની વાત કરે તો એમાં કેસરનો કાથો વળી ચાંદનીનો ચૂનો જ હોય ને, કે કંઇ જેવું-તેવું પાન ઓછું હોવાનું? :) અને હા, એ જ કવિ સૂયામાંથી શરણાઇ પણ વગાડી શકે..!

સ્વર : રેખા ત્રિવેદી
સંગીત : ઉદય મઝુમદાર

This text will be replaced

ખડકી ઉઘાડી હું તો અમથી ઊભી ‘તી
મુને ઉંબર લઈ ચાલ્યો બજારમાં…

પહેલ્લી દુકાને એક તંબોળી બેઠો, તંબોળી ખવડાવે પાન,
કેસરનો કાથો વળી ચાંદનીનો ચૂનો, ઉપર ઉમેરે તોફાન;
આમતેમ જોતી હું તો અમથી ઊભી ‘તી
લાલ છાંટો ઊડ્યો રે શણગારમાં…

બીજી દુકાને એક વાણીડો બેઠો, વાણીડો જોખે વહેવાર,
ઝટ્ટ દઈ તોળી મુને આંખ્યુંના ત્રાજવે, લટકામાં તોળ્યા અણસાર;
સાનભાન ભૂલી હું તો અમથી ઊભી ‘તી
દઈ પડછાયે ટેકો સૂનકારમાં…

ત્રીજી દુકાને એક પીંજારો બેઠો, પીંજારો સીવે રજાઈ,
બખિયે આવીને એક બેઠું પતંગિયું, સૂયામાં વાગી શરણાઈ;
નામઠામ છોડી હું તો અમથી ઊભી ‘તી
સાવ નોંધારી થઈને ભણકારમાં…

ચોથી દુકાને એક રંગારો બેઠો, રંગારે ઘોળ્યા અજવાસ,
સૂરજ વાટીને એણે ઓર્યા રે સામટા, ઉપરથી રેડ્યું આકાશ;
રૂમઝૂમ થાતી હું તો અમથી ઊભી ‘તી
હવે અમથી ઊભી ‘તી એંકારમાં…
હજી અડધે ઊભી ‘તી એંકારમાં…
મુને ઉંબર લઈ ચાલ્યો…

20 thoughts on “ખડકી ઉઘાડી હું તો અમથી ઉભી’તી – વિનોદ જોષી

 1. kirankumar chauhan

  સુંદર કલ્પનો,પ્રવાહી લય અને હૈયું બાંધી રાખે એવું કથાતત્વ. મજા આવી ગઇ.

  Reply
 2. MRVyas

  Finally, finally, finally. Thank you! We had posted a request for this on June 7th 2007, so happy to read/hear it here. Shri Vinod Joshi has used the words so beautifully to present very vivid descriptions….. Love the version sung by Trupt Chchaya.

  Reply
 3. Maheshchandra Naik

  સ્વર અને શબ્દો ગુજરાતીના માણવા મળ્યા, આનદ થયો, અભિનદન ગાયક, સ્વરકાર અને કવિને……આપનો આભાર….

  Reply
 4. sudhir patel

  ભાવનગર અવાર-નવાર એમના સ્વમુખે સાંભળેલું ખૂબ જ સુંદર ગીત! સરસ સંગીતમય રજૂઆત!
  સુધીર પટેલ.

  Reply
 5. Listener

  Thank you very very much. This song has a proper combination of imagination and reality. Love tahuko for making our life musical.

  Reply
 6. Pinki

  તંબોળીની દુકાને –
  લાલ છાંટો ઊડ્યો રે શણગારમાં… !!!!

  v.nice song by vinod joshi

  music and voice also toooooooo good !!

  Reply
 7. nirjha

  One of the very popular poetries of Vinod Joshi. He without a doubt is a very learned poet whose contributions to gujarati literature is something that we enjoy and makes young gujaratis enthused about this rich language.

  Song is very nice. Brought back some good memories of this song when it was first broadcasted by All India Radio – Ahmedabad and heard it from some singer ……. Dr. Darshana Zala – . The original compostion I believe at the time was made for this singer by another stalwart in the field of gujarati music compostion – Late Shri Rasikbhai Bhojak.
  Nice posting. Good choice of poetry and music.

  Reply
 8. MEHMOOD AHMED

  વહાલા મિત્રો મારે એક ભઝન જોઇએ ચે જેના સબ્દો ચે કોઇ કોઇ નો નથિ રે કોઇ નો નથિ .
  શક્ય હોઇ તો મોકવા મેહ્ર્બનિ કર્સો .

  Reply
 9. Gargi

  First time i heard this in Amarbhai’s programme and that time this song was sung by Anar kathiyara ,that time only i like this song too much.and now since the day u posted .listening every day.Thank you so much once again jayshree for giving us such nice song and being bridge between us and gurati song .in canada also i am in touch of these songs due to tahuko.Thank you so much .And thanks Ankit Trivedi for suggesting this site.

  Reply
 10. Deepak

  Rekha and Uday M….superb song .

  Sabdo ne sangeet ma, adbhut awaaj ma…jane sambhad yaj kareye….Rag Ne awaaj no sangar and mafak music…Salam Saheb..

  Had the oppourtunity to meet poet personaly…down to earth aand sav saral vyakti….too good poetry…

  Reply
 11. Hasit Hemani

  Rarely you come across a poem in which every stanza competes with each other for your admiration.

  Reply
 12. ASHVIN AVAIYA

  યૌવનનાં થનગનાટને વાચા આપનાર આ અમારા ભાવનગરનાં ગૌરવવંતા કવિએ પોતાની આગવી શૈલી દ્વારા કવિવર્ગ કરતા વાચકવર્ગને વધુ પકડી રાખ્યા છે.આ ગીત ઉપરાંત કણબીની છોકરીવાળું ગીત રોમાંચિત વાતાવરણની સફર કરાવે છે.

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *