મુક્તક – આદિલ મન્સૂરી

ભાષાના અધિકારની વાત જ ક્યાં છે ?
ને શબ્દના વ્હેવારની વાત જ ક્યાં છે ?
છે મિત્રના જેવો જ અનુભવ ‘આદિલ’
આ અર્થના વ્યાપારની વાત જ ક્યાં છે ?

– આદિલ મન્સૂરી

6 replies on “મુક્તક – આદિલ મન્સૂરી”

  1. લોક જો ગુસ્સે થયા પત્થર સુધિ ગયા…આ રચના મુકશો તો મહેરબનિ

  2. આદિલના આ અદભુત મુક્તકને મે ૧૮, ૨૦૧૧ના રોજ પોસ્ટ કરવા બદલ જયશ્રીબહેનને અભિનંદન. એ દિવસ હતો આદિલનો ૭૫મો જન્મદિન.
    –ગિરીશ પરીખ

  3. મને સમજાતું નથી કે આદિલના આ અદભુત મુક્તક માટે શાથી હજુ સુધીમાં માત્ર ત્રણ જ પ્રતિભાવો આવ્યા છે, અને એમાં બે તો મારા છે. થોડા દિવસમાં પ્રગટ થનાર મારા પુસ્તક ‘આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન’માથી થોડા અંશઃ (પુસ્તક વિશે વધુ માહિતિ મેળવવા girish116@yahoo.com ઇ-સરનામે લખો).

    ભાષાનો અધિકાર કોને મળે? નરસિંહ મહેતા જેવા કોઈ મોટા ગજાના કવિને. અલબત્ત, આદિલ પણ મોટા ગજાના કવિ છે ને એમને પણ ભાષાનો પૂરો અધિકાર છે.

    આદિલ મા સરસ્વતીના અને ગુજરાતી ભાષાના પનોતા પુત્ર છે, અને છતાંય નમ્રતાપૂર્વક કહે છેઃ “ભાષાના અધિકારની વાત જ ક્યાં છે ?”

    અને કવિઓ શબ્દનો જગતમાં સામાન્ય રીતે થાય છે એવી રીતે ‘વ્હેવાર’ નથી કરતા. સાચા કવિ માટે શબ્દ એ શ્વાસ હોય છે.

    શબ્દો દ્વારા ચિત્રો દોરી શકાય. આદિલનાં સર્જનો દ્વારા આકાર લેતાં આકર્ષક ચિત્રો આપણી ઈન્દ્રિયો અને મનને આનંદમાં (અને ક્યારેક વિષાદમાં! — કરુણ રસનો પણ ‘આનંદ’ હોય છે!) સૈર કરાવે છે.

    મુક્તકના પહેલા શેરમાં કવિએ સ્પષ્ટ કર્યું છે કે આ શબ્દના વ્હેવારની વાત નથી. બીજા શેરમાં એ અર્થની વાત કરે છે. અર્થના વેપારની પણ આ વાત નથી. અર્થનો એક અર્થ પૈસા પણ ખરો.

    અર્થના વેપારની આ વાત નથી તો વાત શાની છે?

    કવિ શું ભાષા અને શબ્દ અને અર્થની પેલી પાર જવા માગે છે?

    –ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા

  4. અને આદિલે ચોથી પંક્તિમાં ‘વેપાર’ શબ્દ વાપર્યો છે. (જુઓ ‘મળે ન મળે’ ૧૮ મે ૧૯૯૬ની આવૃત્તિ, પૃષ્ઠ ૯).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *