કવિ શ્રી સુરેશ દલાલનું એક ગીત છે –
ખુણા ખાંચા હોય છતાંયે,
માણસ એતો મન મૂકીને ગીત ગઝલમાં ગાવા જેવો.
માણસ અંતે ચાહવા જેવો.
અને એનું શ્યામલ-સૌમિલ મુન્શીએ એકદમ મઝાનું સ્વરાંકન પણ કર્યું છે – એ પણ ચોક્કસ સંભળાવીશ..! પણ આજે સાંભળો વડોદરાના શાયર શ્રી મકરંદ મૂસળેની આ શાનદાર ગઝલનું વડોદરાના જ સ્વરકાર રાહુલ રાનડે એ કરેલું જાનદાર સ્વરાંકન.
સ્વર & સ્વરાંકન -રાહુલ રાનડે
હોય ભલે ને લાખ કુટેવો,
માણસ તોએ મળવા જેવો.
સૌ પૂછે છે સારું છે એને,
સાચો ઉત્તર કોને દેવો?
આપ ભલે ને હોવ ગમે તે,
હુંય નથી કંઈ જેવો તેવો.
દર્પણને ઘડપણ આવ્યું છે,
હું તો છું એવો ને એવો.
બાળક ખાલી આંખ મિલાવે,
ત્યાં જ મને છૂટે પરસેવો.
– મકરંદ મૂસળે
THANKS GEETAJI
સ્વર સ્વ્રરાકન અતિ સુન્દર્.
દર્પન કોઈનેી શરમ ના રાખે.
http://www.youtube.com/watch?v=6y5EdBATMFo
બહુ વાસ્ત્ વિક વાત સ હજ રિતે કહિ ……..વાહ્
અખા ના ચપા નથઈ?
અરે સુન્દર કવિ…સુન્દર ગઝલ છે….અભિનન્દન….
Very Nice Ghazal,Makrand Kaka
very nice my dear r u real kavi i proud
દર્પણને ઘડપણ આવ્યું છે,
હું તો છું એવો ને એવો.
સરસ્,,ટહુકો થયોને યાદ આવ્યા.
अच्छा लगा ! बहुत मज़ा आया !
સૌનો આભાર…રાહુલ અભિનન્દન…
દર્પણને ઘડપણ આવ્યું છે,
હું તો છું એવો ને એવો…..
અરે વાહ ભૈ વાહ્…ગઝલમા ભળી સુગંધ…
બાળક ખાલી આંખ મિલાવે,
ત્યાં જ મને છૂટે પરસેવો….
મજા પડી ગઈ..!!!સુન્દર સ્વરાંકન વાળી ગઝલ સાંભળી ને..!!
ગઝલ નીખરી ઊઠે એવું સરસ સ્વરાંકન.
ગઝલ,ગાયકીને સો સો સલામો !
આભાર બહેના !
A VERY GOOD GAZAL.
Very good composiotion ,lyrics aswell Raag Narayani.
with regards,
khub saras gazal chhe. maja aavi.
composition is in raag narayani.. i thank makrand bhai for giving me his ghazal..
thanks tahuko..