દુઃખ અમર હોય તો વાંક મારો નથી,
હદ વગર હોય તો વાંક મારો નથી;
ચુપ અધર હોય તો વાંક મારો નથી,
આંખ તર હોય તો વાંક મારો નથી.
થૈને સાગર રહે દૂર આરાથી તું,જોઈ
બિન્દુને વેગળું રાખે ધારાથી તું;
એથી આગળ વધી કહું તો મારાથી તું –
બેફિકર હોય તો વાંક મારો નથી.
એક આવાસ. જે હરઘડી શોકમય,
ઊર્મિ-અભિલાષ સેવી રહ્યા એમાં ભય,
હાય બરબાદ જે થૈ ગયું એ હૃદય,
તારું ઘર હોય તો વાંક મારો નથી.
હું તો પાગલ ગણાયો સદાનો, પ્રભુ !
પણ વિચારું છું એકાંતે છાનો, પ્રભુ !
હું મુસાફર અને આ જમાનો, પ્રભુ !
રાહબર હોય તો વાંક મારો નથી.
કોઈનું હું બૂરું ચાહું, મારું થજો !
મારા દિલની વ્યથા કોટિ દિલમાં હજો;
મેં જગતને વહેંચ્યું છે એ દર્દ જો
શ્રેયકર હોય તો વાંક મારો નથી.
એક તણખો ઝગે છે ‘ગની’ અંતરે,
લોક અવળો ભલે અર્થ એનો કરે,
કોઈની નેહ-તરબોળ મારા પરે
જો નજર હોય તો વાંક મારો નથી.
-ગની દહીંવાલા
વાહ…….
સરસ ગઝલ…
કશુંજ અમર નથી તો દુઃખ કેમનું હોઈ શકે?આ દુનિયામાં
જન્મયો એ વાંક મારો નથી.
થૈને સાગર રહે દૂર આરાથી તું,જોઈ
બિન્દુને વેગળું રાખે ધારાથી તું;
એથી આગળ વધી કહું તો મારાથી તું –
બેફિકર હોય તો વાંક મારો નથી.
ખુબ જ સરસ ગઝલ
દુઃખ કયારેય પન અમર નથી હોતુ, તેનિ હદ હોય જ કેમ કે
તેની સાથે સુખ કતાર મા ઉભુ જ હોય
હા પન રાહ જોવિ આવશ્યક બની રહે
ગનીભાઇ !વાઁક તકદીરનો જ કાઢવો રહ્યો !
દુનિયામાઁ કોણ દોષ દેવા જેવુઁ છે ?આભાર
તમારા મનની વ્યથા ઠાલવવા બદલ !!