મથુરાથી ઉડીને મોરપિચ્છ એક …. – શ્રી હરીન્દ્ર દવે

સ્વરકાર – ગાયક : બ્રિજેન ત્રિવેદી.

મથુરાથી ઉડીને મોરપિચ્છ એક ઓલ્યા ગોકુળ ની ગલીએ લેહેરાયું
અંધારી રાતે જોયું વીજળી નાં ચમકારે , એને ઝીલવાને દોડી ગયો વાયુ

લઈને હિલ્લોળા નીર જમુના નાં સરખાવે, એની નીલાશ સંગે વાન
વૃંદાવન કુંજે કોઈ ગમતીલા તરુવર ની ડાળી માં ઉગ્યું એક ગાન
સુતી યશોદા ની વેદના ને વીંધી એના ઊંઘરેટા નેણ માં સમાયું

કૌતુક થી રાતે સુતો સુરજ જગાડ્યો, એના કિરણો નું ટોળું આવ્યું આંગણ
નંદજી ને ઘેર આખું આભ ઉતર્યું ને, ડોક ઉંચી કરી જુએ ગોધણ
રાધાએ મખમલિયા પીંછા ને ચૂમ્યું ત્યાં તો, વાંસળીમાં સગપણ છલકાયુ

13 replies on “મથુરાથી ઉડીને મોરપિચ્છ એક …. – શ્રી હરીન્દ્ર દવે”

 1. Rekha shukla(Chicago) says:

  ઓ વાઉ કેટલી સુન્દર રચના,શબ્દોને મમળાવો ને ઔર આવે મજા….અનુભુતિ અભિવ્યક્તિ
  ની અને શબ્દનો ખજાનો તો તાદ્ર્શ્ય વર્ણનમા વણી ને પિર્સ્યો.દિલમા થૈ ઉજાણી..મનગમતી પંક્તિઓ ચોરી લે ચિત્તડું…રે મન મોરપિંછે શુ મોહ્યુ કે જાણે જનમ જનમ થી જોયુ…

  કૌતુક થી રાતે સુતો સુરજ જગાડ્યો, એના કિરણો નું ટોળું આવ્યું આંગણ
  નંદજી ને ઘેર આખું આભ ઉતર્યું ને, ડોક ઉંચી કરી જુએ ગોધણ
  રાધાએ મખમલિયા પીંછા ને ચૂમ્યું ત્યાં તો, વાંસળીમાં સગપણ છલકાયુ…

  મારી લખેલી બે કડી મુકુ છું…આવતા મે જાતા મારગ વચ્ચે કાનો ગોપિયુ છેડે…
  એ હાલો હાલો ગોકુળ ગલીઓ મા જઈએ..!!!!

 2. Maharshi says:

  આ રચના સુન્દર 6……………..

 3. આ તો વાસળીમાઁ સગપણ છલકાયુઁ !
  આભાર !

 4. Vishnu Joshi says:

  બ્રિજેનભાઈને સુંદર સ્વર રચના અને ગાયન બદલ અભિનંદન. શબ્દો અને સ્વર રચના ભેગા મળી શ્રોતાને પૂર્ણપણે ગોકૂળમાં પહોંચાડી દે તેવી છે.

 5. arvind parel says:

  બ્રિજેશ તમારુ ભજન સરસ અને મજાનુ લાગ્યુ. આભાર તમારો.

 6. arvind parel says:

  બ્રિજેશ્, તમારુ ભજન ખુબ જ ઘમ્યુ. ખુબ ખુબ આભાર્.

 7. Maheshchandra Naik says:

  સરસ ભજન, અને શ્રી બ્રિજેનભાઈનો અવાજ પણ ખુબ કર્ણપ્રિય બની રહે છે, અભિનદન્……..આપનો આભાર્………….

 8. M.D.Gandhi, U.S.A. says:

  સરસ ભજન છે.

 9. Hasit Hemani says:

  Brijenbhai Trivedi has XO sweet voice.Effortless God gifted Bass voice.

 10. arvind parel says:

  સરસ ભજન અને અવાઝ ખુબજ સરસ.ખુબજ મજા આવી.

 11. rajesh dangar says:

  વાહ ખુબ સરસ રચના ચ્હે. અને અટલો જ અદભુત આવાજ મા ગવાયેલુ ચ્હે.

 12. AMEE says:

  Tamara avaj ma khub mithash chhe ane svar niyojan to etlu madhur chhe k jane modha ma madh

 13. HI Ren says:

  વાહ અતિ સુન્દર , ક્રિશ્ન મલવા આવે તેવો અનુભવ થાય. આભાર્

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *