લ્યો આવી ગઇ દેશ દિવાળી – ઊર્મિ

 આ આપણા ઊર્મિસાગરની કવિતા.. 
 પરદેશમાં રહેતાઓને દિવાળીને દિવસે કદાચ સૌથી વધારે દેશ-ઘર યાદ આવતા હશે.. એ જ ભાવનાને એમણે આ કવિતામાં વાચા આપી છે.  

7236.gif

લ્યો આવી ગઇ દેશ દિવાળી,
પણ હૈયામાં સળગી હોળી,
ક્યાં ખોવાણી હું પરદેશે?!
હાલને, જઇએ દેશમાં દોડી…

છે ક્યાંય કદીયે કોઇએ ભાળી?
સંગસંગ હોળી ને દિવાળી?!
લ્યો ભાળો, પરદેશમાં હૈયે!
હાલને, જઇએ દેશમાં દોડી…

દેશમાં કેવી ઝાકમઝોળી!
મઠીયા તીખાં, સુખડી ગળી,
અહીં તો મિઠાઇયે લાગે મોળી,
હાલને, જઇએ દેશમાં દોડી…

બંધ આંખોએ રહું નિહાળી,
ઓટલી પર રંગોળી પાડી,
ત્યાં થૈ પેલી આતશબાજી,
હાલને, જઇએ દેશમાં દોડી…

ઊર્મિ ઊઠે આળસ મરડી,
રચે હ્રદયોની ઝળહળ જોડી,
ને જાય મંદિરે દડદડ દોડી,
હાલને, જઇએ દેશમાં દોડી…

નમન કરું, લઉં મનને વાળી,
શારદા, લક્ષ્મી ને મા કાળી,
ઓલવીએ હૈયાની હોળી,
હાલને, જઇએ દેશમાં દોડી….

8 replies on “લ્યો આવી ગઇ દેશ દિવાળી – ઊર્મિ”

 1. rashi says:

  Nice poem!! “HAPPY DIWALI AND A PROSPEROUS NEW YEAR”to Jayshree didi and ofcourse all the visiters of TAHUKO.

  From,
  RASHI SONSAKIA

 2. Tarun Mehta says:

  Fantastic Poem Jayshreeben .. I hope you won’t mind .. I will share it with friends and will give you and Tahuko.com, due credit!

  ~ Tarun Mehta, NJ

 3. tikoo patel says:

  very good poem. by this i remember my indian diwali such a excellent poem. letu’s celibrate the dwali such a way no problem. but before that thank you very much to serve this kind of our cultural poem and keep us with our nation and mother land.
  thanks once again and happy new year to jaishreeben and all surfer of tahuko.

 4. Bina Trivedi says:

  Good song……..Happy Diwali to all my “Tahuko” friends! Bina Trivedi

 5. Himanshu Zaveri says:

  Happy New Year to all Tahuko’s Friends. and specially to Jayshree and Urmi. Really Appreciate your work and website.

 6. dr.jagadip says:

  ક્યાં સુધી અજવાળ તું અંધાર છે દિવા તળે
  મ્હાંયલો અજવાળ તો આ જીંદગાની ઝળહળે

  નૂતન વર્ષાભિનંદન….દો.જગદિપ નણાવટી

 7. samirl says:

  happy new year

  samir soni

 8. અરે આ પોસ્ટ તો મારિ ધ્યાનબહાર રહી ગઈ હતી…
  મારી આ ગાંડીઘેલી રચનાને અહીં મૂકવા બદલ આભાર બેના ! 🙂

  સૌ મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *