પીઠી ચોળી લાડકડી ! – બાલમુકુંદ દવે

વ્હાલી પૂર્ણિમાને… ખૂબ ખૂબ વ્હાલ સાથે.. !

તું તુલસીનો ક્યારો લાડકડી !

સ્વર – કૌમુદી મુન્શી
સ્વરાંકન – ?

પીઠી ચોળી લાડકડી !
ચૂંદડી ઓઢી લાડકડી !
ચૂંદડીએ ધબકારા ઢાંક્યા ને
કરમાં કર સોંપ્યા લાડકડી !

મીઠી આવો લાડકડી !
કેમ કહું જાઓ લાડકડી ?
તું શાની સાપનો ભારો ?
-તું તુલસીનો ક્યારો લાડકડી !

ચરકલડી ચાલી લાડકડી,
રહેશે ના ઝાલી લાડકડી !
આછેરી શીમળાની છાયા :
એવી તારી માયા લાડકડી !

સોડમાં લીધાં લાડકડી !
આંખભરી પીધાં લાડકડી !
હીબકાંને હૈયામાં રૂંધ્યાં ને
પારકાં કીધાં લાડકડી !

-બાલમુકુંદ દવે

16 replies on “પીઠી ચોળી લાડકડી ! – બાલમુકુંદ દવે”

 1. કન્યાવિદાયનુ સુમધુર ગીત વાંચતા વાંચતા રડાવી ગયું…!!!
  સોડમાં લીધાં લાડકડી !
  આંખભરી પીધાં લાડકડી !
  હીબકાંને હૈયામાં રૂંધ્યાં ને
  પારકાં કીધાં લાડકડી !
  દીકરી તો પારકી થાપણ કેહવાય..રડીને પણ મોકલવી જ પડે..!!

 2. Dharmendra Shah says:

  Touching song .. Words, voice and composition, all the way….

 3. k says:

  બહુ અઘરી ઘડી…….

 4. foramjee says:

  મીઠી આવો લાડકડી !
  કેમ કહું જાઓ લાડકડી ?
  તું શાની સાપનો ભારો ?
  -તું તુલસીનો ક્યારો લાડકડી
  ખુબ જ સુન્દર આ રચના છે. સાચ્ચેજ રડાવિ ગયિ. દિકરિ તો મા -બાપ નો પ્રાળ છે , કેમ થિ છુટે???

 5. rajshree trivedi, mumbai says:

  પીઠી ચોળી- જુની યાદો તાજી કરાવી. ફરી ફરી સાંભળવુ ગમે એવુ ગીત. રાજ્શ્રી ત્રિવેદી

 6. udayan maroo says:

  This very lilting composition with very rustic and expressive tune is by Rajat Dholakia,one of his early ones when he must have been very very young.

 7. Ashvin Mody says:

  થોડાક દિવસમા વહુ લૅવા જવુ છે ત્યારે સરસ અનુભુતિ કરાવી

 8. komal says:

  ખુબ જ ભાવુક અને ખુબ જ રોચક……

 9. manvantpatel says:

  હીબકાઁને હૈયામાઁ રૂઁધ્યાઁ,,,,,,,ને,,
  પારકાઁ કીધાઁ લાડકડી…..વાહ કવિ !
  વાહ ગાયિકાજી !આભાર બહેન-ભાઇ..

 10. Nimissha says:

  brought back old memories. beautiful..

 11. M.D.Gandhi, U.S.A. says:

  હૈયું હલાવી જાય, આંખ ભીંજાવી જાય તેવું કન્યાવિદાયનું સરસ ગીત છે. ગાયું છે પણ સરસ.

 12. Ch says:

  પ્રસંગ ને અનુરુપ ગીત્,
  ફોટામાં પુર્નિમા છે?

 13. Taral Naik says:

  I am speechless. Such a poet comes from the depth of heart.Nice..Very nice

 14. hirabhai says:

  હા ફોટામા પુર્નિમા ને ડેનિશછે.

 15. pratima says:

  આ ગિત હ્રિદય સ્પર્શિ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *