કવિ શ્રી રમેશ પારેખને એમના જન્મદિવસ… ૨૭મી નવેમ્બરે .. આપણા બધા તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..!!
*****
ના રે, ના! પંખી ક્યાં ગાય છે?
પંખી તો ઊડતા ભગવાન છે જે પોતાના ટહુકાથી સાક્ષાત થાય છે!
આ બાજુ પથ્થરના મંદિરમાં થાય રોજ કાળમીંઢ ધર્મોના કાંડ
આ બાજુ પંખીઓ બેસતા એ ઝાડવાની એક એક ડાળી બ્રહ્માંડ
ના, રે! પરભાતિયું ક્યાં થાય છે?
આવડે તો પીઓ, આ પંખીના કલરવથી રસબસતો તડકો ઢોળાય છે
તાજપથી નાહેલું ઝાડવું હવામાં જેમ છૂટ્ટાં મૂકી દે છે પાન
એમ ચાલ, વેગળું મૂકી દઇએ આપણે ય મુઠ્ઠીમાં સાચવેલ ભાન
ના, રે ! ક્યાં મંદિર બંધાય છે?
અહીંયા તો કંઠ એવું કોડિયું કે કોઇ એમાં નવું ગીત પેટાવી જાય છે
– રમેશ પારેખ
ઉત્તમ સ્વર રચના.કયા શ્ બ્દોમા નવાજુ.
excellant and we feel birds open its heart and narratting his mind
અતિ સુન્દર ભાવવાહેી રચના.
તલપદેી કાવ્ય આહાહા……..
સુંદર રચના.
આવી કલ્પના તો રમેશ ભાઈ ને જ આવે.
ના રે, ના! પંખી ક્યાં ગાય છે?
પંખી તો ઊડતા ભગવાન છે જે પોતાના ટહુકાથી સાક્ષાત થાય છે!
કવિતા વાચીને થાય કે રમેશ પારેખ એક મર્મી કવિ છે.
બહુજ સુદર.પખિ તો ઉડતા ભગવાન છે. કેટલિ ઊચ ભાવ્ના છે. પખિ ઉપર કેટલાય કવ્યો અને ગિતો લખાયા છે. આ પણ સ્રર્સ છે. પખિ ના રુપ રગ અને ટહુકાને તેમ્જ ઉડવાનિ કળા કેટલિ અદભુત છે ? આવુ સર્સ સર્જન જે માન્વિને પ્રેણા આપેછે એ કુદ્રતનુ સ્રર્જન્ છે. સર્જ્ન હારને લાખ લાખ વન્દન્.
કવિ શ્રી રમેશ પારેખને એમના જન્મદિવસ… ૨૭મી નવેમ્બરે .. આપણા બધા તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..!!
ના રે, ના! પંખી ક્યાં ગાય છે?
પંખી તો ઊડતા ભગવાન છે જે પોતાના ટહુકાથી સાક્ષાત થાય છે!
ખુબ સુન્દર રચના.
ના, રે ! ક્યાં મંદિર બંધાય છે?
અહીંયા તો કંઠ એવું કોડિયું કે કોઇ એમાં નવું ગીત પેટાવી જાય છે……………..વાહ…….