મને સુક્કા કદંબનું તે પાંદડું કહે – હરીશ મિનાશ્રુ

સ્વર: ઝરણા વ્યાસ
સ્વરાંકન : દક્ષેશ ધ્રુવ

મને સુક્કા કદંબનું તે પાંદડું કહે
મને ગોકુળ કહે તો તને મારા સોગંદ,
મને મોરલી કહે કે મોર પીછું કહે
મને માધવ કહે તો તને મારા સાગંદ.

કેમ કરી આંસુને ઓળખશે ભાઈ?
હું તો પાણીમાં તરફડતી માછલી.
જીવતરની વારતામાં ગૂંથેલી ઘટના તો
ખાલીખમ શ્રીફળની કાચલી.

જીવ સોંસરવી ઘૂઘવતી વેદનાને અમથુંયે
દરિયો કહે તો તને મારા સોગંદ.

વેણુંમાં ફરફરતા આદમ ને ઇવ
જાણે સૂક્કેલા પાંદડાની જાળી,
ચપટી વગાડતાંમાં ઊડી ગઇ ક્યાંક
મારા ભેરુબંધોની હાથતાળી.

મને ડૂમો કહે કે ભીનું ડૂસકું કહે
મને માણસ કહે તો તને મારા સોગંદ.

9 replies on “મને સુક્કા કદંબનું તે પાંદડું કહે – હરીશ મિનાશ્રુ”

  1. Lost says:

    આ ગીતનો ભાવાર્થ સમજાવશો? મને બહુ ખબર ન પડી..

  2. Vishnu Joshi says:

    જયશ્રીબેન, ઓડિયો ફાઈલ ખૂલતી નથી.

  3. Rishit Jhaveri says:

    It shows “Error opening file”

  4. Jayshree says:

    Error fixed.

    Thanks Rishit for letting me know about it…

     

  5. pragnaju says:

    કેમ કરી આંસુને ઓળખશે ભાઈ?
    હું તો પાણીમાં તરફડતી માછલી.
    જીવતરની વારતામાં ગૂંથેલી ઘટના તો
    ખાલીખમ શ્રીફળની કાચલી.

    જીવ સોંસરવી ઘૂઘવતી વેદનાને અમથુંયે
    દરિયો કહે તો તને મારા સોગંદ.
    વાહ
    વેદનાની વાત જ્યારે હોઠ પર આવી ગઈ;
    આંખ જેવી આંખ પણ સાક્ષાત્ દરિયો થૈ ગઈ.

  6. Surendra J. Trivedi says:

    Excellent. You are rendering yeoman’s service to Gujarati language and music.

    I think the singer is Nisha Kapadia not Jharna Vyas/

  7. Kushal says:

    Excellent composition and brilliant voice.
    Sounds similar to Nisha Upadhyay.

    • janak desai says:

      આ ગાયક , ઝરણા બહેન તો નથી જ. એમને આ ગીત મારી બેન ના ત્યાં ગયેલ અને , એમના તથા દક્ષેશ ભાઈના અવાજમાં મારી પાસે છે… તે કરતા આ ગીતમાં અવાજ સાવ અલગ જ છે.

  8. virah pandya says:

    વાહ!બહુ સરસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *