મુખ પર મલકાયું ગોકુળિયું ગામ – ભાસ્કર વોરા

પ્રસ્તાવના : તુષાર શુક્લ
સંગીત : આશિત દેસાઈ
સ્વર : આરતી મુન્શી અને વૃંદ

મુખ પર મલકાયું ગોકુળિયું ગામ ને મનમાં મથુરાના મ્હેલ,
ઓ મારા છેલ, આમ બેઉ બાજુ તે પ્રીત નાં જગાડીએ !

જમુનાનાં જળ હવે મૃગજળ-શાં લાગે ને નંદનવન રેતીનું રણ,
પૂનમને ઘેરી અમાસ હવે ડંખતી આ એક એક જીવનના કણ.

આ બાજુ કણકણમાં લીલા દેખાડો ને એ બાજુ મથુરાની સ્હેલ,
ઓ મારા છેલ, આમ બેઉ બાજુ તે પંડ ના પુગાડીએ !

મુરલીના સૂર હવે કાંટા-શા વાગે ને કુંજગલી કાંટાળી વાડ,
લીલુડા લ્હેરિયાના લીરા જો ઊડતા, ને ઊડતા લાખેણા લાડ.

લાડ કરી આ બાજુ અમને ડોલાવો ને એ બાજુ મથુરાની ઢેલ,
ઓ મારા છેલ, આમ બેઉ બાજુ તે ઢોલ ના વગાડીએ !

-ભાસ્કર વોરા

Love it? Share it?
error

3 replies on “મુખ પર મલકાયું ગોકુળિયું ગામ – ભાસ્કર વોરા”

  1. hasmukh patel says:

    Very fine Krishana git, B.Vora.Beatiful…….

  2. Vishnu Joshi says:

    અદભુત સ્વર-રચના છે, એમ થાય કે સાંભળ્યા જ કરીએ. સ્વરકારને ધન્યવાદ,એમાંય આરતી મુન્શીનો સુંદર અવાજ !!! સાચે જ એક અનેરો આનંદ આપે છે.

  3. Surni mane samaj nathi pan..ઓ મારા છેલ….ઓ મારા છેલ … બે વખત ….બેવડાત તો વધુ અદભુત લાગવાની શ્ક્યતા હતી?…….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *