મને ચોમાસું થાવાનાં કોડ
હજુ મને ચોમાસું થાવાનાણ કોડ
નસનસમાં ઇન્દ્રધનુ કેરો તરંગ
અને અંગમાં ગુલાબી મરોડ
અમથું અમથું તે કાંઇ વરસી શકાય નહીં
મારા પર મારી છે બેડી
ચોમાસું થઇએ તો અઢળક કંઇ વહીએ
ને ભીંજવીએ લીલીછમ મેડી
રેશમિયા વાદળની ઓઢું હું ઓઢણી
ને આખા તે આભલાંની સોડ
મારી તે જાતનો આ કેવો અવતાર
એમાં હું જ સદા વહેતી ઝિલાતી
રેતીની કાયા પર વરસી વરસીને હું ય
વીત્યા સપના શી વિલાતી
નભની સાથે તે મારું સગપણ એવું
કે એને કેમ કહું હવે મને છોડ
– નંદિતા ઠાકોર
Thanks Urvashi bahen.. well,i was wondering,are you the same Urvashi parekh from Pune??
If so its great to reconnect!
સરસ રચના.
નભની સાથે મારૂ સગપણ એવુ કે,
એને કેમ કહુ હવે મને છોડ.
કાચના મોતીડે મઢેલી મટુકી,
ઝાકળબિંદુના સ્પર્શે ભીંજાતી પાની,
ઈન્દ્રધનુ જેવી લચકાય કમર,
નેપાયલના રણકારે ગુંજે હવાની લહેર,
નવરત્ન ચુંદડીએ ઢાંકીને પાપણ,
ગાગર પર બેડલુ ને એની પર મટુકી,
મીઠા મધુર સાદે પોકારે સખીને,
ઢળેલી આંખે ધાયલ કરે મરદોને,
ખુલ્લી આંખે ભાળે મસ્તીભર્યા સ્વપ્ના,
નજર મળે તો થાય શરમથી પાણી-પાણી
રેખા શુકલ (શિકાગો)
સુન્દર રચના…!! વાહ્!
“રેશમિયા વાદળની ઓઢું હું ઓઢળી ને આખા તે આભલા ની સોડ”…બહુ સરસ નંદિતાબેને લખ્યુ છે…!!” નભની સાથે તે મારું સગપણ એવું કે એને કેમ કહું હવે મને છોડ….મને ચોમાસું થાવાનાં કોડ…!!!