ચરર ચરર મારું ચકડોળ ચાલે – અવિનાશ વ્યાસ

સ્વર – વિનોદ રાઠોડ
સ્વરાંકન – અવિનાશ વ્યાસ

ચરર ચરર મારું ચકડોળ ચાલે,
ચાકડૂચું ચીંચીં ચાકડૂચું ચીંચીં તાલે,
આજે રોકડા ને ઉધાર કાલે. ચરર ચરર ૦

ઓ લાલ ફેંટાવાળા ! ઓ સોમાભાઇના સાળા !
ઓ કરસનકાકા કાળા ! ઓ ભૂરી બંડીવાળા !
મારું ચકડોળ કાલે, ચાકડૂચું ચીંચીં, ચાકડૂચું ચીંચીં. ચરર ચરર ૦

અધ્ધર પધ્ધર, હવામાં સધ્ધર, એનો હીંચકો હાલે,
નાનાં મોટાં, સારાં ખોટાં, બેસી અંદર મ્હાલે;
અરે બે પૈસામાં બબલો જોને આસમાનમાં ભાળે.
ચાકડૂચું ચીંચીં તાલે. ચરર ચરર ૦

ચકડોળ ચઢે, ઊંચે નીચે, જીવતર એવું ચડતું પડતું,
ઘડીમાં ઉપર… ઘડીમાં નીચે… ભાગ્ય એવું સૌનું ફરતું;
દુ:ખ ભૂલીને સુખથી ઝૂલો નસીબની ઘટમાળે,
ચાકડૂચું ચીંચીં, ચાકડૂચું ચીંચીં ચાલે,
આજે રોકડા ને ઉધાર કાલે ચરર. ચરર ચરર ૦

– અવિનાશ વ્યાસ

(શબ્દો માટે આભાર – પ્રભાતના પુષ્પો)

21 replies on “ચરર ચરર મારું ચકડોળ ચાલે – અવિનાશ વ્યાસ”

 1. Suresh Vyas says:

  આ ગીતના કવિનુ નામ પી. સી. સરકાર છે.તેમણે તેમ કહેલુ.
  તેમને મોઢેથી આ ગીત ૧૯૬૨ મા રાજ્કોટમા સામ્ભળેલુ, પહેલીવાર.

 2. Nikul says:

  Hello..Team Tahuko..

  Jay swaminarayan..

  It’s really nice one..

  Thanks..

  -Nikul
  (Sydney-Australia)

 3. આ ગીત ઘણીવાર સાભળયુ છે તો પણ ફરીને સાભળવાનૂ મન થાય છે.

 4. ડો.મહેશ મંગળદાસ શાહ says:

  મારું બાળપણ નું ગીત …..અત્યારે સંભાળીને ખુબ ખુબ આનંદ થઇ ગયો..
  આભાર આપનો ………………….

 5. Rekha M shukla says:

  હુ તો ગઇતી મેળે…મન મારુ મળી રે ગયુ મેળામા…ને એ મેળામા ચાકડ ચુ ચાકડ ચુ ચાલતા ચગડોળ મા બેસીને દુખ ભુલીને સુખથી ઝુલો નસીબ ની ધટમાળે…મારુ મનપસન્દ નુ ગીત…મજા પડી ગઇ…!!!

 6. આ ગેીત સાથે જ્જેી સમ્જુ હો તો બહુ જ સરસ વાત કવેી સમ્જાવે , ને આજ મહ્ત્વ દાસ્નેીક , માર્ગ દર્શ્ક , બનેી રહે ………….આભ્રાર્…………બહુજ .. મજા આવેી……………..અભેીનદન …..ધન્યવાદ્……………..

 7. જય પટેલ says:

  વિતેલા વર્ષોનું યાદગાર સંભારણું.

  બે-ત્રણ દિવસ પૂર્વે જ શ્રી મન્ના ડે ના સ્વરમાં આ ગીત સાંભળ્યું…અને તે વધારે કર્ણપ્રિય લાગ્યું.
  શ્રી મન્ના ડે ના વર્ઝનમાં ફિલ્મી છાંટ જોવા મળી..!!

 8. જિંદગી નું સરવૈયું આ કાવ્ય છે……

 9. Prashant Mahant says:

  this song were sung by mannadey in movie “Malela Jeev”

 10. ગીત સાંભળી અને બચપણની યાદ અપાવી દીધી.

  આભાર !

  મકર સંક્રાતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ !

 11. આ ગેીત ગમ્યુ..પન મન્નાદે નો અવાજ is the best….!!!

 12. Tarun J Mehta Hyderabad says:

  ખુબ ગમ્યુ..મારિ ઘરવાલિ ગન ગન કરતિ આ ગિત આજે મલ્યુ ..આભાર.

 13. Dinesh Pandya says:

  આ ગીત ગુજરાતી ફિલ્મ “મળેલા જીવ” નું છે.
  અવિનાશ વ્યાસનું લખેલું, સ્વરબદ્ધ કરેલું અને મન્નાડે એ ગાયેલું છે.
  અવિનાશભાઈના એવરગ્રીન ગીતોમાનું એક છે.

  અભિનંદન!

  દિનેશ પંડ્યા

 14. yogesh kapadia says:

  very nice song. enjoy…..

 15. Very nice,reminds my childhood ,we use to sing in group.

  particularly when school trip and when we use to play ANTAKADI.

  keep on Jayshreeben like this.

  Jai shri krishna from sohiniben umrethwala

 16. Maheshchandra Naik says:

  ફરી ફરી સાંભળવાનુ મન થાય એવુ ગીત, ખુબ આન્ંદ થયો, આભાર….

 17. kirit bhatt says:

  amar geet. jetli vaar sambhalo, tetli vaar majaa aave. amar sda avinaash.

 18. Indrajitsinh K. Vala says:

  this ‘balgeet’ is sung in Navratri for all d nine days at ‘bal bhavan’ Rajkot(Gujarat) and ‘bhulakas’ (kids) play dandiya with enjoyment…..

 19. keshavlal thakar says:

  ખુબજ સરસ ગેીત આભાર્

 20. Kartik Acharya says:

  હુ પાટણ સંગીતશાળામાં હતૉ ત્યારૅ આ ગીત પર અમૅ રાસ કરૅલૉ ઍ દિવસો યાદ આવી ગયા

 21. Manish Shah says:

  આ સાચે અમર ગિત છે, તમે સાંભળો એટલિ વાર મજા પડે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *