ચરર ચરર મારું ચકડોળ ચાલે – અવિનાશ વ્યાસ

સ્વર – વિનોદ રાઠોડ
સ્વરાંકન – અવિનાશ વ્યાસ

ચરર ચરર મારું ચકડોળ ચાલે,
ચાકડૂચું ચીંચીં ચાકડૂચું ચીંચીં તાલે,
આજે રોકડા ને ઉધાર કાલે. ચરર ચરર ૦

ઓ લાલ ફેંટાવાળા ! ઓ સોમાભાઇના સાળા !
ઓ કરસનકાકા કાળા ! ઓ ભૂરી બંડીવાળા !
મારું ચકડોળ કાલે, ચાકડૂચું ચીંચીં, ચાકડૂચું ચીંચીં. ચરર ચરર ૦

અધ્ધર પધ્ધર, હવામાં સધ્ધર, એનો હીંચકો હાલે,
નાનાં મોટાં, સારાં ખોટાં, બેસી અંદર મ્હાલે;
અરે બે પૈસામાં બબલો જોને આસમાનમાં ભાળે.
ચાકડૂચું ચીંચીં તાલે. ચરર ચરર ૦

ચકડોળ ચઢે, ઊંચે નીચે, જીવતર એવું ચડતું પડતું,
ઘડીમાં ઉપર… ઘડીમાં નીચે… ભાગ્ય એવું સૌનું ફરતું;
દુ:ખ ભૂલીને સુખથી ઝૂલો નસીબની ઘટમાળે,
ચાકડૂચું ચીંચીં, ચાકડૂચું ચીંચીં ચાલે,
આજે રોકડા ને ઉધાર કાલે ચરર. ચરર ચરર ૦

– અવિનાશ વ્યાસ

(શબ્દો માટે આભાર – પ્રભાતના પુષ્પો)

21 replies on “ચરર ચરર મારું ચકડોળ ચાલે – અવિનાશ વ્યાસ”

  1. આ સાચે અમર ગિત છે, તમે સાંભળો એટલિ વાર મજા પડે

  2. હુ પાટણ સંગીતશાળામાં હતૉ ત્યારૅ આ ગીત પર અમૅ રાસ કરૅલૉ ઍ દિવસો યાદ આવી ગયા

  3. this ‘balgeet’ is sung in Navratri for all d nine days at ‘bal bhavan’ Rajkot(Gujarat) and ‘bhulakas’ (kids) play dandiya with enjoyment…..

  4. ફરી ફરી સાંભળવાનુ મન થાય એવુ ગીત, ખુબ આન્ંદ થયો, આભાર….

  5. આ ગીત ગુજરાતી ફિલ્મ “મળેલા જીવ” નું છે.
    અવિનાશ વ્યાસનું લખેલું, સ્વરબદ્ધ કરેલું અને મન્નાડે એ ગાયેલું છે.
    અવિનાશભાઈના એવરગ્રીન ગીતોમાનું એક છે.

    અભિનંદન!

    દિનેશ પંડ્યા

  6. ખુબ ગમ્યુ..મારિ ઘરવાલિ ગન ગન કરતિ આ ગિત આજે મલ્યુ ..આભાર.

  7. વિતેલા વર્ષોનું યાદગાર સંભારણું.

    બે-ત્રણ દિવસ પૂર્વે જ શ્રી મન્ના ડે ના સ્વરમાં આ ગીત સાંભળ્યું…અને તે વધારે કર્ણપ્રિય લાગ્યું.
    શ્રી મન્ના ડે ના વર્ઝનમાં ફિલ્મી છાંટ જોવા મળી..!!

  8. આ ગેીત સાથે જ્જેી સમ્જુ હો તો બહુ જ સરસ વાત કવેી સમ્જાવે , ને આજ મહ્ત્વ દાસ્નેીક , માર્ગ દર્શ્ક , બનેી રહે ………….આભ્રાર્…………બહુજ .. મજા આવેી……………..અભેીનદન …..ધન્યવાદ્……………..

  9. હુ તો ગઇતી મેળે…મન મારુ મળી રે ગયુ મેળામા…ને એ મેળામા ચાકડ ચુ ચાકડ ચુ ચાલતા ચગડોળ મા બેસીને દુખ ભુલીને સુખથી ઝુલો નસીબ ની ધટમાળે…મારુ મનપસન્દ નુ ગીત…મજા પડી ગઇ…!!!

  10. મારું બાળપણ નું ગીત …..અત્યારે સંભાળીને ખુબ ખુબ આનંદ થઇ ગયો..
    આભાર આપનો ………………….

  11. આ ગીતના કવિનુ નામ પી. સી. સરકાર છે.તેમણે તેમ કહેલુ.
    તેમને મોઢેથી આ ગીત ૧૯૬૨ મા રાજ્કોટમા સામ્ભળેલુ, પહેલીવાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *