ફુલ ખીલ્યું ને -પન્ના નાયક

આજે કવિયત્રી પન્ના નાયકનો જન્મદિવસ… એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે સાંભળીએ એમનું આ મજાનું ગીત..!

આ ગીત જેમાંથી લેવાયું છે – એ આલ્બમ વિષે વધુ માહિતી કવિયત્રીની પોતાની વેબસાઇટ પરથી (http://pannanaik.com) મેળવી શકો છો.

સ્વરકાર: અમર ભટ્ટ
સ્વર: ઝરણા વ્યાસ અને સોનિક સુથાર
આલ્બમ: વિદેશિની
(આ આલ્બમનાં બધા ગીતોની ઝલક અહીં સાંભળો!)

ફુલ ખીલ્યું ને ઉપવનમાં તો અજવાળું અજવાળું,
ભમરાઓ તો મનમાં ગૂંજે ગીત ગહન મર્માળુ.

વાસંતી સંદેશો લઈ મન ઉડે આમ ને તેમ,
દિશ દિશમાં સુગંધી, સૂરજ છલકાવે છે પ્રેમ;
કંઠ ઝનકતી કોયલને હું કેમ કરી સંભાળું ?
ફુલ ખીલ્યું ને ઉપવનમાં તો અજવાળું અજવાળું.

આપણ ક્યાંય જવું નથીજી, ઉડે સૂર-ગુલાલ,
એકમેકનાં રંગેસંગે આપણ ન્યાલમ ન્યાલ;
આંખોમાં રેશમિયા મનનાં સપનાને પંપાળું,
ફુલ ખીલ્યું ને ઉપવનમાં તો અજવાળું અજવાળું.

પન્ના નાયક

14 replies on “ફુલ ખીલ્યું ને -પન્ના નાયક”

 1. Dr.Narayan pate M.D. Ahmedabd says:

  good song.
  Happy birth day to pannaben naik.
  Dr.Narayan Patel Ahmedabad

 2. Ullas Oza says:

  સુજ્ઞ કવિયિત્રિ પન્નાબેન નાયકને જન્મદિન મુબારક.

 3. સુંદર મજાનું ગીત અને એવી જ મનહર રજૂઆત…

  કવયિત્રીશ્રીને વર્ષગાંઠની શુભેચ્છાઓ….દિલ સે!!

 4. ડો.મહેશ મંગળદાસ શાહ says:

  અભિનંદન ……..! ખુબજ ભાવવાહી ગીત …………!!!!!!

 5. dipti says:

  સરસ ગીત. પન્નાબેનને જન્મદિવસની શુભેચ્છા..

 6. Isha Panchal says:

  a very nice song sung heartily
  Happy Birthday dear poet

 7. Anila Amin says:

  કવિયત્રીશ્રી, પન્નાબેનને વર્ષગાઠ પ્રસન્ગે હાર્દિક શુભેચ્છાઓ સાથે આપના મનના

  બધા વાસન્તી રેશમિયા સ્વપ્નો પરિપૂર્ણ થાય એજ અભિલાશા.કાવ્યની શબ્દ ગૂથણીઅને ભાવ

  ખૂબજ સરસ. અભિનન્દન.

 8. igvvyas says:

  પન્નાબેન ને જન્મદિનની શુભેચ્છા.
  સરસ રચના.આ ચાર પંક્તિએ રંગ લાવી દીધો.

  આપણ ક્યાંય જવું નથીજી, ઉડે સૂર-ગુલાલ,
  એકમેકનાં રંગેસંગે આપણ ન્યાલમ ન્યાલ;
  આંખોમાં રેશમિયા મનનાં સપનાને પંપાળું,
  ફુલ ખીલ્યું ને ઉપવનમાં તો અજવાળું અજવાળું.
  બહોત ખુબ્.
  કવિશ્રી માધવ રામાનુજનૂં પેલુ કાવ્ય ” અંદર તો એવું અજવાળુ” યાદ આવી ગયું.

 9. Dr. Dinesh O. Shah says:

  Congratulations and Happy Birthday Pannaben,

  It is a beautiful song and equally great composition, music and voice. May God give you best of health, wealth and happiness as the best wishes on your BD!

  Dinesh O. Shah, visiting Andover, MA

 10. M.D.Gandhi, U.S.A. says:

  પન્નાબેનને વર્ષગાંઠ પ્રસંગે ખુબ ખુબ અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ. સરસ કાવ્ય છે.

 11. મધુર. પન્નાબેનને જ્ન્મદિનની અઢળક વધાઈ.

 12. પન્નાબેનને જન્મદિન અને સુંદર મજાના લયબદ્ધ ગીત બદલ હાર્દિક શુભકામનાઓ અને અભિનંદન, સાથે-સાથે
  http://www.drmahesh.rawal.us પર પધારવા નિમંત્રણ…!

 13. K. N. Sheth says:

  Many Happy Returns of the Day. Wish to greet you again & again for years to come.

  K. N. Sheth
  Nadiad (Gujarat

 14. dimple says:

  ખુબ સરસ ગિત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *