ફુલ ખીલ્યું ને -પન્ના નાયક

આજે કવિયત્રી પન્ના નાયકનો જન્મદિવસ… એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે સાંભળીએ એમનું આ મજાનું ગીત..!

આ ગીત જેમાંથી લેવાયું છે – એ આલ્બમ વિષે વધુ માહિતી કવિયત્રીની પોતાની વેબસાઇટ પરથી (http://pannanaik.com) મેળવી શકો છો.

સ્વરકાર: અમર ભટ્ટ
સ્વર: ઝરણા વ્યાસ અને સોનિક સુથાર
આલ્બમ: વિદેશિની
(આ આલ્બમનાં બધા ગીતોની ઝલક અહીં સાંભળો!)

આલ્બમ:શબ્દનો સ્વરાભિષેક

.

ફુલ ખીલ્યું ને ઉપવનમાં તો અજવાળું અજવાળું,
ભમરાઓ તો મનમાં ગૂંજે ગીત ગહન મર્માળુ.

વાસંતી સંદેશો લઈ મન ઉડે આમ ને તેમ,
દિશ દિશમાં સુગંધી, સૂરજ છલકાવે છે પ્રેમ;
કંઠ ઝનકતી કોયલને હું કેમ કરી સંભાળું ?
ફુલ ખીલ્યું ને ઉપવનમાં તો અજવાળું અજવાળું.

આપણ ક્યાંય જવું નથીજી, ઉડે સૂર-ગુલાલ,
એકમેકનાં રંગેસંગે આપણ ન્યાલમ ન્યાલ;
આંખોમાં રેશમિયા મનનાં સપનાને પંપાળું,
ફુલ ખીલ્યું ને ઉપવનમાં તો અજવાળું અજવાળું.

પન્ના નાયક

14 replies on “ફુલ ખીલ્યું ને -પન્ના નાયક”

  1. પન્નાબેનને વર્ષગાંઠ પ્રસંગે ખુબ ખુબ અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ. સરસ કાવ્ય છે.

  2. Congratulations and Happy Birthday Pannaben,

    It is a beautiful song and equally great composition, music and voice. May God give you best of health, wealth and happiness as the best wishes on your BD!

    Dinesh O. Shah, visiting Andover, MA

  3. પન્નાબેન ને જન્મદિનની શુભેચ્છા.
    સરસ રચના.આ ચાર પંક્તિએ રંગ લાવી દીધો.

    આપણ ક્યાંય જવું નથીજી, ઉડે સૂર-ગુલાલ,
    એકમેકનાં રંગેસંગે આપણ ન્યાલમ ન્યાલ;
    આંખોમાં રેશમિયા મનનાં સપનાને પંપાળું,
    ફુલ ખીલ્યું ને ઉપવનમાં તો અજવાળું અજવાળું.
    બહોત ખુબ્.
    કવિશ્રી માધવ રામાનુજનૂં પેલુ કાવ્ય ” અંદર તો એવું અજવાળુ” યાદ આવી ગયું.

  4. કવિયત્રીશ્રી, પન્નાબેનને વર્ષગાઠ પ્રસન્ગે હાર્દિક શુભેચ્છાઓ સાથે આપના મનના

    બધા વાસન્તી રેશમિયા સ્વપ્નો પરિપૂર્ણ થાય એજ અભિલાશા.કાવ્યની શબ્દ ગૂથણીઅને ભાવ

    ખૂબજ સરસ. અભિનન્દન.

  5. અભિનંદન ……..! ખુબજ ભાવવાહી ગીત …………!!!!!!

  6. સુજ્ઞ કવિયિત્રિ પન્નાબેન નાયકને જન્મદિન મુબારક.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *