ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય – પ્રશાંત કેદાર જાદવ

સંગીત : મહેશ-નરેશ કનોડિયા
સ્વર : અલ્કા યાજ્ઞિક અને પ્રફુલ્લ દવે
ગુજરાતી ફિલ્મ : મેરુ માલણ

This text will be replaced

કે ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય, ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય,
ના ના રે રહેવાય, ના ના રે સહેવાય, ના કોઈને કહેવાય… હાય હાય !
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય.

ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય, ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય,
તારું મુખડું મલકાય, તારું જોબન છલકાય, મારાં હૈયામાં કૈં કૈં થાય…
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય…
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય.

હો રે… હો રે, મેઘ વરસે ને ભીંજે ચીર, હાય હાય હાય વાગે તીર, વાગે તીર.
ઓ રે… ઓ રે, તારું ચંદંન સરીખું શરીર, ઓયે હોયે હોયે હોયે નીતરે નીર, નીતરે નીર.
રૂપ દૂર થી જોવાય, ના ના રે અડકાય, ઈ તો અડતા કરમાય… હાય હાય !
ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય…
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય.

ઓ… મારે નેણ લજ્જા લહેરે છે… લહેરે છે, લહેરે છે, મારે નેણ લહેરે છે…
હો… તારા રૂપની ભીનાશ તને ઘેરે છે… ઘેરે છે ગોરી, ઘેરે છે…
હું તો સંકોરુ કાય, અંગ અંગથી ભીંસાય, મંન મરવાનું થાય… હાય હાય !
ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય…
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય.

હાય રે… હાય રે, ઓલી વીજળી કરે ચમકાર, હાય હાય હાય વારંવાર… વારંવાર.
ઓ રે… ઓ રે, ઈ તો હૈયાનાં સાંધે તાર, હોયે હોયે હોયે હોયે નમણી નાર… નમણી નાર.
મારું મનડું મૂંઝાય, એવી લાગી રે લ્હાય, ના ના રે બુઝાય… હાય હાય !
ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય…
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય.

– પ્રશાંત કેદાર જાદવ

*******************
આ ગીતના કવિનું નામ લખવામાં ભૂલ થઈ હતી, તે તરફ ધ્યાન દોરવા બદલ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર..!

27 replies on “ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય – પ્રશાંત કેદાર જાદવ”

 1. Anami says:

  All time hit of Guj filmi songs……..
  Thanks for the pain you have taken for giving ” sabda deh”..
  …printing such a long song in gujarati
  હાય હાય !

 2. Prashant TarunJadav says:

  કોઇ મારી મુંઝવણ દુર કરશો?
  હું એવું માનતો હતો કે આ ગીત પ્રશાંત કેદાર જાદવ એ લખ્યું છે અને ladies voice મહેશ કનોડીયાનો છે..
  reply with explanation..

 3. દરેક ગુજરાતીને હિલોળે ચડાવતું ગીત !!
  મને પણ ધ્યાનમાં છે ત્યાં સુધી આ રચના પ્રશાંત કેદાર જાદવની જ છે.ખુલાશો મળશે તો ગમશે

 4. jasmin says:

  યેસ આજ કાલ તો ગુજ્ર્રાતિ મા આવા ગિતો બનતા પન નથિ

 5. Ullas Oza says:

  સુંદર સદાબહાર ગીત.

 6. Bhadresh says:

  Can we have this beautiful lyric composed and sung by Rishabh group or Amar Bhatt or … .
  Its Gujarati film version is one of the worst I have heard.

 7. Dhruti says:

  Alka Yagnik….!!!!!
  She is my fvrt..
  I nvr knew tht she had sung ths song..!!!!! Grt..
  Love ths song..
  તારું મુખડું મલકાય, તારું જોબન છલકાય, મારાં હૈયામાં કૈં કૈં થાય…

 8. This song also being greatly performed by BEND VAJA Party in marrige & other family functions…makes everybody dancing vibrantely …

 9. pragnaju says:

  સદા બહાર ગીત
  વારંવાર સાંભળતા પણ ગમે

 10. Anami says:

  Devang Kharod….Thanks for reminding BAND VAJA….what a great time back home….
  Missing all that here in Canada

 11. M.D.Gandhi, U.S.A. says:

  ઘણા વખતે આટલું સુંદર ગીત મુક્યું! હંમણાં ઘણા વખતથી ભારતમાં કે અમેરીકામાં કોઈ પણ જગ્યાએ નવરાત્રી હોય કે ગરબા-રાસ, એકે પ્રસંગ એવો નહીં હોયકે જેમાં આ ગીતની કડીઓ ન ગવાણી હોય. બહુ ગમ્યું. સાંભળવાની મજાપડી ગઈ. જયશ્રીબેન તમારો આભાર.

 12. POOJA says:

  બહુજ સરસ મારુ મનપસદ

 13. Himali says:

  I agree with Bhadresh. If you look at the picturization of the song, it is even worse. That’s my personal opinion.

 14. Maheshchandra Naik says:

  સરસ ગીત અને ગાયકી-લઢણ પણ સરસ આનદદાયી……..

 15. આ ગીત સો ટકા નહીં, બસ્સો ટકા પ્રશાંત કેદાર જાદવે લખેલું છે.

 16. ટહુકો ના સંચાલકો ને નમ્ર વિનંતી છે કે આ ગીત પ્રશાંત જાદવે લખ્યું છે. ખાતરી કરવી હોય તો પ્રશાંત કેદાર જાદવ નો નંબર હું આપી શકું છું .તેઓ અમદાવાદ ડી ડી ગીરનાર ના પ્રોગ્રામ ડાયરેક્ટર છે.

 17. આ ગીત માટે પ્રશાંતભાઈ સાથે હમણાં વાત થઈ.૮૩ માં આ ગીત લખતી વખતે એમની ઉંમર ૨૨ વર્ષની હતી.અને ત્યારે તેમને આ બાબતો નો ખ્યાલ ન હતો. તેમ છતાં આજ દિન સુધી તેમણે આ માટે કશી કાર્યવાહી કરી નથી એ એમની ઋજુતા છે.
  બીજા દાખલાઓઃ
  -‘એ કે લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ’ ચંદ્રહાસ શિકારી એ લખ્યું છે.પણ ફિલ્મમાં અવિનાશ વ્યાસ નું નામ છે.આ ગીતની માટે ચંદ્રહાસ શિકારી એ કોર્ટ કેસ કરેલો અને એ જમાનામાં અવિનાશભાઈ એ ૨૦૦૦ રૂ. ચુકવવા પડેલા.
  -‘મારી મહીસાગરની આરે ઢોલ વાગે છે’ એ લોકગીત છે.પણ બોલે છે પ્રફુલ્લા મનુકરના નામે.
  -રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે’ નરસિંહ મહેતાએ લખ્યું છે પણ અગેઈન્….ફિલ્મમાં અવિનાશ વ્યાસ નું નામ છે.

 18. Since linking my twitter site with ” TAHUKO “, it has been a great pleasure to get quick references to popular Gujrati music of our choice. This is a great service you are rendering to music loving public. Million thanks !

  = Harish Ganatra and music loving family at Nashik – India

 19. Rajesh Naik says:

  કે ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય, ગીત સરસ ચે

 20. Kamlesh C Patel says:

  વાહ વાહ ભાઇ માજા આવિ ગય્………..

 21. ilesh shah says:

  મરુ સૌથિ ગમ્તુ ગિત ચે

 22. Rajesh Vyas says:

  Jayshree

  The Best This Romantic One is !!!!
  My Favourite …

  Regards
  Rajesh Vyas
  Chennai

 23. padasala mayur says:

  વાવ! દુનિયા નુ બઘુજ સુખ એક સાથે મલિ ગયુ કેમ કે આજ સુધિ મને ખબર ન હતિ કે અલ્કા યાજ્ઞિક ગાયુ .એ જનિ ને હુ પગલ થય ગયો સુ કેમ કે હિન્દિમા અલ્કા યાજ્ઞિક અને ગુજરાતી મા પ્રફુલ્લ દવે બને ના અવાજ સાભલિ દુનિયા મા સ્વગ નઓ અનુભવ થાઇ સે……….

 24. Rajnikant Nayak says:

  પ્રશાંતકાકા મે જયારે ભારતી ને કહ્યુ ત્યારે તે નોહતી માનતી
  પણ આજે મની જશે. ખુબ જ સરસ છે આ ગીત

 25. Nilesh Patel says:

  I Liked This Song and I Love Mahesh Naresh

 26. V J SHAH says:

  njoyed. i feel that while writing comments pl either in english or gujatarti. sometimes it looks so funny when they try in gujarati. actually the keyboard is very much proper to write in gujarati.pl gujarati no murder nahi karo.

 27. brijesh patel says:

  very nice song & Gujarati film as well. I enjoy this song each time by its romantic gujarati words.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *