તમોને પ્રેમ કરું છું હું… – કમલેશ સોનાવાલા

સાધના સરગમ અને પાર્થિવ ગોહિલના સુરીલા કંઠે આ ગીત ખરેખર સાંભળવા જેવું છે. એકદમ સરળ શબ્દો.. ‘તમોને પ્રેમ કરું છું હું’ આ શબ્દો સાંભળવા કોને નથી ગમતા? અને એકવાર સાંભળવાથી પણ કોને ધરપત થઇ છે? દરેક પ્રેમીને આ શબ્દો વારંવાર સાંભળવા, અને વારંવાર કહેવા ગમે છે, અને આ ગીતમાં પણ એ જ ભાવના તો વ્યક્ત થઇ છે. અને આ ભાવના શબ્દોથી પર છે, એ વાત પણ કવિ કહી જ દે છે ને – મૌન તણાં મંદિરમાં, અંતર તણો અજવાસ… ધડકન ધડકતી કહે, વારંવાર…
સ્વર : પાર્થિવ ગોહિલ, સાધના સરગમ
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય
swans1.jpg

This text will be replaced

કહી દો અમોને તમે, વારંવાર…. વારંવાર…
તમોને પ્રેમ કરું છું હું..
તમોને પ્રેમ કરું છું હું..

ગુંજન કરો કાનોમાં, વારંવાર…. વારંવાર….
તમોને પ્રેમ કરું છું હું..
તમોને પ્રેમ કરું છું હું..

કોરા નથી કાગળ, છુપ્યા છે ફૂલ પ્રણયના ત્યાં
શબનમ બનીને લખો, વારંવાર…. વારંવાર….
તમોને પ્રેમ કરું છું હું..
તમોને પ્રેમ કરું છું હું..

સરિતા અને સાગર, બંધન છતાં સ્પંદન
સંગમ અધરનો કહે, વારંવાર…. વારંવાર….
તમોને પ્રેમ કરું છું હું..
તમોને પ્રેમ કરું છું હું..

મૌન તણાં મંદિરમાં, અંતર તણો અજવાસ
ધડકન ધડકતી કહે, વારંવાર…. વારંવાર….
તમોને પ્રેમ કરું છું હું..
તમોને પ્રેમ કરું છું હું..

કહી દો અમોને તમે, વારંવાર…. વારંવાર…
તમોને પ્રેમ કરું છું હું..
તમોને પ્રેમ કરું છું હું..

18 thoughts on “તમોને પ્રેમ કરું છું હું… – કમલેશ સોનાવાલા

 1. ramesh shah

  સાધના સરગમ…શબનમ શબનમ્
  પાર્થીવ ગોહીલ…અંતર તણો અજવાસ..માસાઅલ્લાહ સુભાનલ્લાહ

  Reply
 2. Kamlesh

  Parthiv, sings as if he had the riyaaz from 50 years expearience, ADBHOOT ADBHOOT
  waiting for other bests from Parthiv

  Reply
 3. Samir Mehta

  જે શબ્દો હ્રદય ની વાત હોઠ પર લાવી આપે,
  અને તે પણ વારંવાર;
  જે સંગીત દિલ ના તાર ને હલાવી દે
  અને તે પણ વારંવાર;
  તે અલ્હાદક શબ્દો અને સુમધૂર સરગમ ના વખાણ કેમ કરવા
  વારંવાર, વારંવાર….

  અતી સુન્દર્…

  Reply
 4. Purvi

  really nice song i like this song very much
  અને કોને નથિ ગમતા આ શબ્દ સાંભળવા “તમોને પ્રેમ કરું છું હું”

  કોરા નથી કાગળ, છુપ્યા છે ફૂલ પ્રણયના ત્યાં
  શબનમ બનીને લખો, વારંવાર…. વારંવાર…
  this line is really too good

  thank you jayshree didi

  Reply
 5. Asha

  મૌન તણાં મંદિરમાં, અંતર તણો અજવાસ
  ધડકન ધડકતી કહે, વારંવાર…. વારંવાર….
  તમોને પ્રેમ કરું છું હું..
  તમોને પ્રેમ કરું છું હું..

  ખુબજ સુન્દર ….વારંવાર….સાભળવુ ગમે…

  Reply
 6. Mehmood

  તમોને પ્રેમ કરું છું હું..
  સાદી શ્બદ રચનાને પણ્ જો સુન્દર સ્વર મળે તો કેટલુ અદભુત્ ગીત સાંભળવા મળે..

  Reply
 7. Jitendra Shah

  Hats off to all of them – Kamleshbhai for beautiful lyrics,Parthiv Gohil & Sadhana Sargam for rendering in a really excellent way, which touches our heart.

  Reply
 8. ભદ્રેશ શાહ્

  સરિતા અને સાગર, બંધન છતાં સ્પંદન
  સંગમ અધરનો કહે, વારંવાર…. વારંવાર….
  તમોને પ્રેમ કરું છું હું..

  ગુંજન કરો કાનોમાં, વારંવાર…. વારંવાર….
  તમોને પ્રેમ કરું છું હું… –
  …..”કમલેશ સોનાવાલા, પાર્થિવ ગોહિલ , પુરુષોત્તમ ઉપાધ્યાય , સાધના સરગમ

  ગુંજ્યા કરો કાનોમાં, વારંવાર…. વારંવાર….

  Reply
 9. Dr.Anil Prajapati

  Very beutifully written & composed and delicately sung. Very sweet song. Every body like to hear such words. One of my favourite songs.

  Reply
 10. Zankhana

  ….‘તમોને પ્રેમ કરું છું હું’ આ શબ્દો સાંભળવા કોને નથી ગમતા?

  મૌન તણાં મંદિરમાં, અંતર તણો અજવાસ
  ધડકન ધડકતી કહે, વારંવાર…. વારંવાર….
  તમોને પ્રેમ કરું છું હું..

  Reply
 11. samvedan pandya

  i like this song . its rare to find anywhere except tahhooko . i am in search of these type of songs .and luckily i got it. thanks for it.

  Reply
 12. શ્યામ સુગમ

  આ ગીત મેં 20 વાર વારંવાર સતત સાંભળ્યુ,
  હુ ખરેખર ગદ્ ગદ્ થઇ ગયો….
  આભાર.

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *