લોહીમાં એક નામનો ઉન્માદ – મનોજ ખંડેરિયા

sunset.jpg

અસ્તના રંગે ડૂબેલી યાદ પણ શું ચીજ છે
દોસ્ત, ઢળતી સાંજનો અવસાદ પણ શું ચીજ છે.

સેંકડો બાંધેલ સાંકળ જેમ ખેંચે છે મને
જે તમે ના દઇ શક્યા એ સાદ પણ શું ચીજ છે.

તોડી નાખે છે રગેરગને ચીરી નાખે ત્વચા
લોહીમાં એક નામનો ઉન્માદ પણ શું ચીજ છે.

એકલું લાગ્યું નથી ક્યારેય પણ એકાંતમાં
આ મનોમન ચાલતો સંવાદ પણ શું ચીજ છે.

ખોતરે છે જન્મ ને જન્માંતરોની વેદના
આ અષાઢી રાતનો વરસાદ પણ શું ચીજ છે.

‘મૃત્યુ’ જેવા માત્ર ટુંકા એક શબ્દે તેં કર્યો –
જિંદગીના કાવ્યનો આસ્વાદ પણ શું ચીજ છે.

એ બની રહી આજ પર્યંત મારી સર્જકતાનું બળ
કોઇએ મૂંગી દીધેલી દાદ પણ શું ચીજ છે.

12 replies on “લોહીમાં એક નામનો ઉન્માદ – મનોજ ખંડેરિયા”

  1. લોહીમાં એક નામનો ઉન્માદ પણ શું ચીજ છે.

    વાહ્!!

  2. આ ગઝલ મારેી પ્રિય ગઝલોમાનેી એક … શુ કોઈકે આ ગઝલ ને ક્મ્પોઝ કરેી?

    ધ્યાનમા હોય તો પ્લેીઝ પોસ્ટ કરશો. આભાર!

  3. તોડી નાખે છે રગેરગને ચીરી નાખે ત્વચા
    લોહીમાં એક નામનો ઉન્માદ પણ શું ચીજ છે.

    khushi ki koi ghadi ho ya gham ka koi pehlu.
    tujhe he yaad kartey rehna meri zindagi hai.
    tera naam martey dum tak meri zuban per rahey ga.
    tera he naam letey rehna meri zindagi hai.

  4. મૃત્યુ’ જેવા માત્ર ટુંકા એક શબ્દે તેં કર્યો –
    જિંદગીના કાવ્યનો આસ્વાદ પણ શું ચીજ છે

  5. આભાર ગુંજનભાઇ, કેટેગરીમાં ભૂલ હતી એ સુધારી લીધી છે.

  6. બહોત અચ્છે…પણ આ મનોજ ખંડેરિયાની રચના છે કે માધવ રામાનુજ..હેડિંગ કે કેટેગરી એક જગાએ નામ બદલવાની જરૂર છે…

  7. ‘મૃત્યુ’ જેવા માત્ર ટુંકા એક શબ્દે તેં કર્યો –
    જિંદગીના કાવ્યનો આસ્વાદ પણ શું ચીજ છે.

    એ બની રહી આજ પર્યંત મારી સર્જકતાનું બળ
    કોઇએ મૂંગી દીધેલી દાદ પણ શું ચીજ છે.

    – વાહ ! ક્યા બાત હૈ!

  8. one of my favorites….madhav ramanuj…
    ek rachna che…halva hathethi upadjo! ame komal komal…
    kadach emni che….jo hoy to..share karjo!!

    thanks…..

  9. કોઇએ મૂંગી દીધેલી દાદ પણ શું ચીજ છે.

    વાહ્ આજે તો, પણ શબ્દોથી દાદ

    આપની રચના પણ શું ચીજ છે !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *